દેશમાં ફરવાનું કોને મન ૧ ન થાય? તેના પર લોકો લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. હનીમૂન મનાવવાની વાત આવે તો સૌથી પહેલા મનમાં એ જ વિચાર આવે કે ખર્ચો કેટલો થઈ જશે. યાત્રા મજેદાર હોવી જોઈએ. પણ જરા વિચારો કે આપને એક એવી ટ્રેન મળી જાય, જે આપના આખું પોર્ટુગલ ફેરવે, પેરિસની વાદીઓમાં લઈ જાય. સિંગાપુરમાં શોપિંગ પણ કરાવે તો કેટલું સારુ. જી હાં, દુનિયામાં એક એવી ટ્રેન છે, જે 13 દેશોમાં મુસાફરી કરાવે છે અને ભાડું પણ વાજબી છે. મિરરના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ ટ્રેન પોર્ટુગલથી સિંગાપુર સુધીની યાત્રા કરાવે છે. તેને દુનિયાની સૌથી લાંબી રેલ જર્ની માનવામાં આવે છે. આ યાત્રામાં કુલ 21 દિવસ લાગે છે. રસ્તામાં કેટલીય તકલીફો આવે છે. એટલા માટે બની શકે છે કે તેમાં મહિનાઓ લાગી જાય. કારણ કે આ ટ્રેન 18755 કિમી ચાલે છે. તે યુરોપના શાનદાર દેશોમાં આપને લઈ જશે, તો સાઇબીરીયાના ઠંડા વિસ્તારમાં પણ ફેરવશે. તો વળી એશિયાની ગરમ જગ્યાએ પણ તમને ફરવા લઈ જશે. તમને લાગતું હશે કે આટલી લાંબી મુસાફરી છે, ટ્રેન પણ સ્પેશિયલ છે, તો ભાડું પણ એવું જ હશે. જોકે આવું જરાય નથી. આ ટ્રેનનું ભાડું ફક્ત 1200 અમેરિકી ડોલર છે. ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો, એક લાખ રૂપિયા.
યુરોપથી લઈને એશિયા સુધીની મુસાફરી તમે ફક્ત 1 લાખ રૂપિયામાં કરી શકો છો અને તે પણ લકઝરી ટ્રેનમાં. તેમાં આપને ખાવા-પીવાની, રહેવાની તમામ વ્યવસ્થા મળશે. તેને તમે એવી રીતે સમજો કે જો આપ પ્લેનથી આ બધા દેશોની મુસાફરી કરશો તો આપને કેટલાય લાખનો ખર્ચ કરવો પડશે. આ યાત્રા બોટેન-વિયેન્તિયાને રેલ લાઈન ખુલવાથી શક્ય બની છે. જે ચીનના સાઉથ ઈસ્ટ એશિયાને જોડે છે. આ યાત્રા પોર્ટુગલના શહેર લાગોસથી શરૂ થાય છે. અહીંથી સ્પેનના ઉત્તરી વિસ્તાર થતાં પેરિસ સુધી જાય છે. પેરિસથી યાત્રીઓને યુરોપના રસ્તે રશિયાની રાજધાની મોસ્કો સુધી લઈ જાય છે. અહીંથી યાત્રી ટ્રાન્સ સાઇબીરીયન રેલવે લાઈનની છ રાતની યાત્રા કરીને બેઈજિંગ પહોંચશે. અહીંથી બોટેન-વિયેન્તિયાને રેલ ટ્રેક દ્વારા તમામ પેસેન્જર બેંગકોક પહોંચશે. બાદમાં ત્યાંથી મલેશિયા થતાં છેલ્લે સિંગાપુર પહોંચી જશે. જોકે ધ્યાન આપવા જેવી બાબત એ છે કે તમે તેમાં બુકિંગ કરાવી શકતા નથી. કારણ કે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે હાલમાં આ યાત્રા બંધ છે. કારણ કે આ ટ્રેન યુરોપના જે રસ્તા પરથી પસાર થાય છે. ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. ટ્રેન રશિયાના મોસ્કોમાં પણ જાય છે, પણ ત્યાં યુદ્ધના કારણે સ્થિતિ સારી નથી. રેલ પ્રશાસનના અધિકારીઓનું કહેવું છે કે, યુદ્ધ સમાપ્ત થતાં જ આ રસ્તા ખોલી દેવામાં આવશે.