ગાંધીનગર ખાતે આજે વાઈસ ચાન્સેલર સમિટમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ભાવુક થયા છે. નવી શિક્ષણ નીતિ અમલીકરણ, વૈશ્વિક પ્રવાહો, ખૂટતી બાબતોની ઓળખ પર એક સમિટનું આયોજન થયું હતું. જેમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રખુલ પાનસેરિયાએ પોતાનું નિવેદન આપ્યું હતું. અહીં વિવિધ મુદ્દાઓ પર ભાષણમાં અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલના કાંડથી રાજ્યના શિક્ષણમંત્રી વ્યથિત થયા હતા. પ્રફુલ પાનસેરિયાએ કહ્યું, શિક્ષણ વ્યવસ્થામાં ખામી હશે તો જ આવા કાંડ થયા. મૂલ્ય શિક્ષણ આપવામાં ઉણા ઉતર્યા હોવાનું કહેતા પ્રફુલ પાનસેરિયા ભાવુક થયા હતા. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ભાવુક થયા છે. તેમણે કહ્યું કે, “આપણી શિક્ષણ વ્યવસ્થામાં કોઈ ખામી તો હશે જ, જેથી ડૉક્ટર બન્યા બાદ ખ્યાતિ હોસ્પિ.જેવા કાંડ થાય, શિક્ષણ પછી વિદ્યાર્થી જાતિવાદ કરે તો આપણી ઉણપ છે. આપણે તેમનામાં મૂલ્ય નિષ્ઠા આપવામાં ઉણા ઉતર્યા હશું. ખ્યાતિકાંડ જેવી ઘટના થાય તે યોગ્ય નથી: પ્રફુલ પાનસેરિયા શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, માત્ર વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની વાત ન હોવી જોઈએ. વિદ્યાર્થીઓ વિચારધારા સાથે હોવા જોઈએ. અમે ખાનગી યુનિવર્સિટી સાથે પણ માહિતી માંગી રહ્યા છીએ. સરકાર પાસે તમામ ખાનગી યુનિવર્સિટીની વિગતો હોવી જરૂરી છે. જિલ્લા વાર ખાનગી યુનિવર્સિટી કેટલી છે તેની વિગતો અને ડેટા હોવો જરૂરી છે. શિક્ષણ બાબતે તમામ વીસી ગંભીર ચિંતન કરી રહ્યા છે. શિક્ષણ પછી વિદ્યાર્થી જાતીવાદ કરે તો આપણી ઉણપ છે. ખ્યાતિકાંડ જેવી ઘટના થાય તે યોગ્ય નથી. ભ્રષ્ટાચાર જેવા વિચારો તેમનામાં ન આવવા જોઈએ.
શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રાજ્યભરની યુનિવર્સિટીના પ્રોફેસરોને સલાહ આપી છે. તેમણે કહ્યું કે પ્રોફેસરોએ અપડેટ રહેવાની જરૂરું છે. આપ જે લેક્ચર આપો છો તેના કરતા સારા નોલેજ સાથેના વિડિઓ યુટ્યુબમાં ઉપલબ્ધ છે. પછી વિધાર્થીઓ શું કરવા માટે આપના લેક્ચર ભરવા માટે આવે. તમારે અપડેટ થવું પડશે નહિ તો વિધાર્થીઓ આપની સાથે જોડાશે નહિ. સતત બદલતા પ્રવાહ સાથે બદલાવ લાવવો જરૂરી છે. પ્રફુલ પાનસેરિયાએ ઉમેર્યું હતું કે, યુનિવર્સિટી એવું સમજે છે કે તેમનું કામ એડમિશન લેક્ચર અને પરીક્ષા પૂરતી જ છે. આટલું જ કરીશું તો નાલંદા તક્ષશીલા જેવી યુનિવર્સિટી નહિ બની શકીએ. PhD માત્ર યુનિવર્સિટીના કબાટ ભરાય છે. પરંતુ Phd માત્ર નોકરી મેળવવાનું સાધન નથી. તેમણે ઉમેર્યું કે અધ્યાપકોને હવે તો રાજ્યમાં સારા પગાર મળે છે. પગાર પ્રમાણેનું વળતર આપડે આપીએ છીએ કે નહીં તે જોવું પડશે. દેશ બહાર જતા આપણા યુવા ધન અંગે શિક્ષણમંત્રીનું નિવેદન આજકાલ લોકોને વિદેશનો શોખ જાગ્યો છે. અહીં ભણી ગણીને દરેક માતાપિતા પોતાના બાળકને વિદેશ મોકલવા માંગે છે, પરંતુ દેશ બહાર જતા આપણા યુવાધન અંગે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે દર વર્ષે 8 લાખ વિધાર્થીઓ બહાર ભણવા માટે જતા રહે છે. બાદમા ત્યાં મોડી મોડી કંપનીઓના CEO બને છે. આપણે એ કંપનીઓના ગુજરાતી CEO જોઈને ફુલાઇ જઈએ છીએ. આ ફુલાવવાની નહિ પણ ચિંતાનો વિષય છે. આપણે અહીં આ પ્રકારનું વતાવરણ ન આપી શકીએ.