ભાજપના મંડલ પ્રમુખોની 25 ડિસેમ્બર સુધીમાં નિમણૂકો થઇ જશે

Spread the love

ગુજરાત ભાજપના મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામા આવ્યા બાદ ભાજપના પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યુ હુત કે, ગુજરાતમાં નવી મહાનગર પાલિકાઓ-નગરપાલિકાઓની રચના થનાર હોય, મહાનગરને પણ ભાજપ દ્વારા જિલ્લા મંડલ ગણવામા આવતુ હોવાથી હાલ જે 580 મંડલ છે.

તેમા નવા મંડલનો ઉમેરો થાય તેમ છે. માટે ત્રણ-ચાર દિવસ મંડલ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામા આવી છે. તેમણે જણાવેલ કે, હાલમાં આ કાર્યવાહી ભાજપ સંગઠન પર્વની સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે આવનારા દિવસોમાં નગરપાલિકાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેથી સીમાંકનમાં પણ ફેરફાર આવશે જે અંતર્ગત આગામી દિવસોમાં 580 જેટલા મંડળની રચના કરવામાં આવશે. આ તમામ પ્રમુખોની સત્તાવાર જાહેરાત પણ થશે. જે બાબતે હાલમાં કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરીને આ સંગઠન પર્વની કામગીરી ત્રણથી ચાર દિવસ સુધી રોકવામાં આવી છે અને કેન્દ્રની મંજૂરી બાદ ફરીથી કામગીરી શરૂ કરવામાં આવશે.25 ડિસેમ્બર પહેલા તમામ મંડળના પ્રમુખોની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *