સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની પ્રક્રિયાનો પ્રથમ પડાવે એટલે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધી છે પરંતુ કેટલીક નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતોમાં આ કામગીરી મંથરગતિએ ચાલતા રાજય ચૂંટણી આયોગ દ્રારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ માટેની નક્કી થયેલી અંતિમ તારીખે યાદી જાહેર નહીં થઈ શક્તા ફરી સ્થાનિક સ્વરાયની ચૂંટણીની પ્રક્રિયા વિલંબિત થઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા જાન્યુઆરી ૨૦૨૫ માં નવી મતદાર યાદી પ્રસિદ્ધ કરવા પાત્ર થતી હોવાથી આ કામગીરી અટકાવવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. લાંબા સમયગાળાથી ૨૭% ઓબીસી અનામતને લઈને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ થઈ શકી ન હતી. હવે મતદાર યાદીને લઈને કામગીરી વિલંબિત થાય તેવા સંકેત મળી રહ્યા છે રાજય ચૂંટણી આયોગ દ્રારા પ્રાથમિક પ્રસિદ્ધિની તારીખ ૨૩ ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આયોગે આ અગાઉ ૧૨મી ડિસેમ્બર એટલેકે આજે પાલિકા- પંચાયત અને ૨૩મી ડિસેમ્બરને સોમવારે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધી કરવા આદેશ કર્યો હતો. પરંતુ હવે આ બંને પ્રસિધ્ધીઓ ઉપર રોક લગાવતા ડિસેમ્બરના અતં સુધી ચૂંટણી જાહેર થશે કે કેમ ? તેને લઈ વહિવટી તંત્ર અને વિશેષત: ચૂંટણી સંચાલનકર્તા અધિકારીઓ ભારે અવઢવમાં મુકાયા છે. અચાનક જ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધી રોકવા પાછળનું કોઈ મજબૂત કારણ રાય ચૂંટણી આયોગે જાહેર કર્યુ નથી. પરંતુ, સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ હાલમાં જે મતદાર યાદી તૈયાર થઈ છે તે ભારતના ચૂંટણી પંચ- એ ઓકટોબર-૨૦૨૪માં જાહેર નવી મતદાર યાદીને આધારે છે. હવે વર્ષમાં ચાર વાર મતદાર યાદી અપડેટ કરી નવી યાદી જાહેર કરે છે એટલે ગંભવત જાન્યઆરી ૨૦૨૫માં યાદીનો ગય ચંટણી આયોગ આધાર લઈ શકે તેમ હોવાથી બધવારે અને આગામી સોમવારે શનારી પ્રાથમિક પસિધ્ધી પર ગેદ્ર લગાવાઈ હોઈ શકે છે. સ્થાનિક ચૂંટણી સંચાલન સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવુ છે કે, મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધી ઘોચમાં પડતા હવે પાલિકા અને પંચાયતો માટેની ચૂંટણી નવા વર્ષમાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે યોજાશે એ સ્પષ્ટ થઈ ગયું છે. આમ મતદાર યાદીની પ્રાથમિક પરિસ્થિતી એ જ કામગીરી પર ફરી બ્રેક લાગતા સ્થાનિક સ્વરાયની ચૂંટણી એક થી દોઢ મહિનો વિલંબિત થાય તેવા સંકેત મળી રહ્યા છે.