ગાંધીનગર.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ઉત્તર, મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં એક વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સ્વચ્છતા જાળવણીના નિયમોનું ઉલ્લંઘન કરનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
દંડની વિગતો:
* પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ: 31 વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 20,250/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
* જાહેરમાં ગંદકી કરવી: 76 વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 23,250/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
* જાહેરમાં થૂંકવું: 5 વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 400/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
* જાહેરમાં પેશાબ કરવો: 5 વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 350/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
* જાહેરમાં શૌચક્રિયા કરવી: 1 વ્યક્તિ પાસેથી રૂ. 100/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
* સૂકો ભીનો કચરો અલગ ના રાખવો: 2 વ્યક્તિઓ પાસેથી કુલ રૂ. 1000/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો.
આમ કુલ ૧૨૦ પાસેથી ડ્રાઈવ દરમિયાન રૂ. 45,750/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા શહેરની સ્વચ્છતાને પ્રાથમિકતા આપે છે. આ પ્રકારની કાર્યવાહી શહેરની સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે સતત ચાલુ રહેશે. મહાનગરપાલિકા તમામ નાગરિકોને અનુરોધ કરે છે કે તેઓ શહેરની સ્વચ્છતા જાળવણીમાં સહકાર આપે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બને.ગાંધીનગર મહાનગરપાલિકા આ પ્રકારની સ્વચ્છતા ડ્રાઈવ સમયાંતરે ચાલુ રાખશે અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.