અમદાવાદ શહેરમાં રેપીડો ઓલા ઉબેર જેવી બાઈક ટેક્સી હવે બંધ થઈ જશે. અમદાવાદ આરટીઓને ફરિયાદો મળતા આખરે અમદાવાદ આરટીઓએ નિર્ણય લીધો છે. ઘણા સમયથી રીક્ષા ચાલકોની માંગની સામે અમદાવાદ આરટીઓએ બાઈક ટેક્સી બંધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આગામી એક માસ સુધી એપ્લિકેશન મારફતે ચાલતી બાઈક ટેક્સી બંધ થશે. ત્રણેય એપ્લિકેશન કંપનીઓએ અમદાવાદ આરટીઓ પાસેથી થ્રી વ્હીલર રીક્ષા ચલાવવાનું એગ્રીગેટર લાયસન્સ મેળવ્યું છે. પરંતુ એક પણ કંપનીએ ટુ-વ્હીલર ચલાવવા માટેનું લાઇસન્સ અમદાવાદ આરટીઓ પાસેથી મેળવ્યું નથી. જેને પગલે ગુજરાત સરકારના મોટર વિહકલના કાયદામાં રહીને ત્રણે કંપનીને નોટિસ મોકલવામાં આવી છે. આગામી સમયમાં નોટિસનો ખુલાસો નહીં કરે તો પ્રતિબંધ હટાવવામાં આવશે નહીં તેવી પણ ચીમકી આપવામાં આવી છે.