દિલ્હી-NCR, UP અને બિહારમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પટનામાં સવારે 6.38 કલાકે ભૂકંપ ના આંચકા અનુભવાયા હતા. આ સિવાય સહરસા, સીતામઢી, મધુબની અને અરાહ સહિત અનેક સ્થળોએ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એટલા જોરદાર હતા કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
ભૂકંપ નું કેન્દ્ર નેપાળમાં હતું અને તે જમીનથી 10 કિલોમીટર અંદર હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. જો 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો ઇમારતમાં તિરાડ પડી શકે છે અને ઇમારતો પણ પડી શકે છે. જો કે હાલમાં કોઈ અનિચ્છનીય બનાવ પ્રકાશમાં આવ્યો નથી. પરંતુ 7 થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે ત્યારે લોકો ભયભીત દેખાય છે.