CM ભૂપેન્દ્ર પટેલ ૩ ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં હાજરી આપશે

Spread the love

ગાંધીનગર

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર મહાકુંભ ચાલી રહ્યો છે. આ મહાકુંભનું પર્વ 144 વર્ષ બાદ આવ્યુ હોવાથી કરોડની સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓ, બાબા, સાધુ, સંતો અને મહંતો ગંગાના ત્રિવેણી સંગમમાં પહોંચ્યા છે. હવે આ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચવાના છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં હવે ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપવાના છે. માહિતી પ્રમાણે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 3જી ફેબ્રુઆરીએ યુપીના પ્રયાગરાજ પહોંચશે, જ્યાં તેઓ ગંગા ત્રિવેણી સંગમમાં મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓ મહાકુંભમાં એક પછી એક હાજરી આપી રહ્યાં છે.

મહત્વનું છે કે, મહાકુંભ મેળાનો પ્રારંભ 13 જાન્યુઆરી, 2025 થી થયો છે, અને જેની સમાપ્તિ 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે થશે. ભારતમાં મહા કુંભમેળો દર 12 વર્ષે એકવાર યોજવામાં આવે છે. જે ભારતના ચાર પ્રાચીન શહેરો, હરિદ્વાર, નાસિક, પ્રયાગરાજ અને ઉજ્જૈનમાં આયોજિત થાય છે. આ સંગમના પવિત્ર પાણીમાં ડૂબકી લગાવવાનો અને પૂજા કરવાનો સૌથી મોટો અવસર છે. એવું માનવામાં આવે છે કે કુંભ મેળામાં સ્નાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે. જેમાં એક માન્યતા મુજબ સમુદ્ર મંથનમાંથી મળેલા અમૃતને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધ દરમિયાન જ્યાં ઘડામાંથી અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે. 12 વર્ષ સુધી ચાલેલા યુદ્ધને કારણે કુંભ દર 12 વર્ષે એક વાર આવે છે. મહાકુંભના સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com