અમદાવાદ
રાજકોટ બારની ચૂંટણીમાં કારોબારી સભ્યના એક પદ માટે બીસીજીએ રી-કાઉન્ટીંગ માટે કરેલ રીઝોલ્યુશન ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યું છે. કારોબારી સભ્ય હીરેન ડોબરીયાએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. જે બાદ હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઈલેક્શન કમિટી દ્વારા તમામ પક્ષને સાંભળી નિર્ણય લેવાશે. આ અંગે મળતી વિસ્તૃત વિગત મુજબ, રાજકોટ બાર એસોશીએનની ચુંટણીમાં હીરેન પરસોતમભાઈ ડોબરીયા કારોબારી સભ્ય તરીકે 9 માં ક્રમે 10 મતે વિજેતા થતા અન્ય કારોબારી ઉમેદવાર કિશન વાલ્વાએ બે વખત ફેરમતગણતરી કરવા આપેલ અરજીઓ ચુંટણી અધીકારીઓએ નામંજુર કરેલ. જેથી કીશન વાલ્વાએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કરેલ અરજી એન્વયે ચુંટણી અધીકારીઓ કે હીરેન ડોબરીયાને સાંભળવાની તક આપ્યા વગર એકતરફી ફેર મતગણતરી કરવા બાર કાઉન્સીલે ચુંટણી અધીકારીઓને હુકમ કરેલ. એ રીતે પ્રશ્ન બાર કાઉન્સીલ અને ચુંટણી અધીકારીઓ વચ્ચેનો હોય છતાં રાજકોટ બાર એસો. દ્વારા ઠરાવ કરી તા. 16/01/2025 ના ફેરમતગણતરી કરવા ચુંટણી અધિકારીઓને જણાવી બે વચ્ચેના પ્રશ્નોમાં દખલગીરી કરેલ. હાઈકોર્ટમાં જવા કારોબારી હીરેન ડોબરીયાએ બાર એસોશીએશન પાસે નકલની માંગણી કરતી કરેલ અરજી બાર એસો.એ દફતરે કરેલ.
બાર કાઉન્સીલ પાસે પણ માંગવામા આવેલ નકલો આપવામાં આવેલ નહી. જેથી હીરેન ડોબરીયાએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના તા.5/1/2025ના રી કાઉન્ટિંગના રીઝોલ્યુશન સામે પિટિશન કરેલી જેથી હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો. પિટિશન તા.20/01/2025 ના હાઈકોર્ટમાં સાંભળવા પર આવતા હીરેન ડોબરીયા વતી એડવોકેટ આશિષ ડગલી તથા સરકાર વતી ભરત વ્યાસ તથા ચુંટણી અધિકારી વતી એચ.જે. કરથીયા તથા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફે એમ.જે. મહેતા તથા કિશન વાલ્વા તરફે આલોક એમ. ઠકકર તથા બાર એશોસીએશન વતી હર્ષ કે. રાવલ ઉપસ્થિત રહેલ. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એડવોકેટ દ્વારા સ્વીકારવામાં આવેલ કે હીરેન ડોબરીયાને કે ચુંટણી અધિકારીઓને સાંભળ્યા વગર રીઝોલ્યુશન પાસ કરવામાં આવેલ અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાત બધી જ પાર્ટીને સાંભળવા તક આપવા તૈયાર છે. તે વખતે ચુંટણી અધિકારી તથા બાર એશોસીયેશન વતી રોકાયેલ એડવોકેટ ધ્વારા પણ તેઓને સાંભળવામાં આવે તેવી રજુઆત કરવામાં આવે અને હિરેન ડોબરીયાના એડવોકેટ ધ્વારા ઉપરોક્ત હકીકતો મુજબની દસ્તાવેજી પુરાવા સાથે રજુઆતો કરવામાં આવેલ. હાઇકોર્ટે બાર બીસીજીનું રીઝોલ્યુશન રદ કરી સબંધીતોને સાંભળવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને જણાવતો હુકમ હાઇકોર્ટે ફરમાવ્યો છે.