વોશિંગટન
ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોનું આવી બનશે. ટ્રમ્પ એવી જગ્યા મોકલી દેશે કે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. અમેરિકામાં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને આતંક્વાદીઓની સેલમાં રાખવામાં આવશે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉચ્ચ પ્રાથમિકતાવાળા આપરાધિક એલિયંસને ધરપકડમાં લેવા માટે ગ્વાંતાનામો બેમાં 30,000 વ્યક્તિઓની પ્રવાસી સુવિધાવાળા કેન્દ્ર સ્થાપિત કરવા માટે એક રાષ્ટ્ર જ્ઞાપન પર હસ્તાક્ષર કર્યા છે. જેથી ગેરકાયદેસર પ્રવાસીઓને અહીં ધરપકડમાં રાખી શકાય. અહીં ઉલ્લેખનિય છે કે, ગ્વાંતાનામો બે સુવિધાઓનો ઉપયોગ સૌથી વધારે આતંકવાદીઓને રાખવા માટે કરવામાં આવશે. હવે અહીં ગુનાહિત રેકોર્ડ ધરાવતા અપ્રવાસીઓને પણ રાખવામાં આવશે.
ટ્રમ્પે બુધવારે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ થયેલા રક્ષા અને હોમલેન્ડ સુરક્ષા વિભાગોને આ સુવિધા તૈયાર કરવાના નિર્દેશ આપ્યા છે. એક વિજ્ઞાપન અનુસાર, તેમણે કહ્યું કે, ઉચ્ચ પ્રાથમિકતાવાળા આપરાધિક એલિયંસને સામાયોજિત કરવા અને સંબંધિત પ્રવર્તન જરુરિયાતોને સંબોધિત કરવા માટે નૌસેના સ્ટેશન ગ્વાંતાનામો બેમાં પ્રવાસી સંચાલન કેન્દ્રનો વિસ્તાર કરવાનો આદેશ આપ્યો છે. જો કે મોટા ભાગના લોકોને તેના વિશે ખબર પણ નથી. ટ્રમ્પે કહ્યું- ગ્વાંતાનામો મોકલ્યા બાદ પાછા જઈ શકશે નહીં પ્રવાસીઓ”.
ટ્રમ્પે એક કાર્યક્રમમાં કહ્યું કે, અમેરિકી લોકોને ધમકી આપવાના સૌથી ખતરનાક અપરાધી ગેરકાયદેસર એલિયંસને ધરપકડમાં લેવા માટે અમારી પાસે ગ્વાંતાનામોમાં 30,000 બેડ છે. તેમાંથી અમુક એટલા ખરાબ છે કે અમે તેને પકડવા માટે ઘરેલૂ દેશો પર વિશ્વાસ નથી કરતા. કારણ કે અમે નથી ઇચ્છતા કે તેઓ પાછા આવે, એટલા માટે અમે તેમને ગ્વાંતાનામો મોકલી રહ્યા છીએ. તેનાથી અમારી ક્ષમતા તરત ડબલ થઈ જશે. તેમાંથી બહાર નીકળવાનું ખૂબ જ અઘરુ છે. તેમણે કહ્યું કે, આજના હસ્તાક્ષર અમે અમારા સમુદાયોમાં પ્રવાસી અપરાધના સંકટને હંમેશા માટે ખતમ કરવાની દિશામાં એક પગલું આગળ વધ્યા છીએ.