મુંબઈ
દેશમાં બેન્કીંગ સોના માટે ઉપલબ્ધ બને તે માટે સરકારે જે રીતે સ્મોલ ફાયનાન્સ બેન્કોની એક નવી બેન્કીંગ પ્રણાલીને પ્રોત્સાહીત કરી તે એક દશકાથી ઓછા સમયમાં હવે રીઝર્વ બેન્ક માટે ચિંતાનો વિષય બની ગઈ છે. અને હવે આ બેન્કી પરનું મોનેટરીંગ વધારવા ઉપરાંત તેમાં વિલીનીકરણ કે આ સ્મોલ ફાયનાન્સ બેન્ક ધિરાણનું ડુપ્લીકેશન ટાળે તે હેતુથી એક ખાસ પ્લેટફોર્મ બનાવવા પર પણ વિચારણા શરૂ થઇ છે. દેશમાં હાલ સાતથી આઠ સ્મોલ ફાયનાન્સ બેન્કો સક્રીય છે પણ તેના ધિરાણમાં જે રીતે હાઈરીસ્ક ધિરાણ અને તેમાં એનપીએ વધી રહ્યા છે તે પછી આરબીઆઈ એલર્ટ બની ગઈ છે અને હવે તેના પર મોનેટરીંગ કરવા ખાસ પ્રયાસો શરૂ થયા છે. હાલમાં જ રીઝર્વ બેન્કે આ સ્મોલ ફાયનાન્સ બેન્કોના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી હતી અને ખાસ કરીને આ બેન્કોમાં કોર્પોરેટ કક્ષાનું સંચાલન આવે અને તેમાં એક પરિવાર કે મર્યાદીત લોકો જ તેના સંચાલનમાં ન રહે તે સ્થિતિ બનાવવા માટે તૈયારી કરી છે.
સ્મોલ ફાયનાન્સ બેન્કો માઈક્રો લોનમાં સૌથી આગળ છે અને ખાસ કરીને હાલની સ્થિતિમાં તે સૌથી મોટો પડકાર છે. આ બેન્કોનું કુલ એનપીએ સપ્ટેમ્બર 2024ના વધીને 11.6% નોંધાયુ છે અને તમો અનેકનો 15.3% જેટલો એનપીએ રેશિયો આમ આ બેન્કોના ધિરાણની કવોલિટી એ ચિતાનો વિષય બની છે. આ પ્રકારની બેન્કો માઈક્રો ફાયનાન્સ મોટું ધિરાણ ધરાવે છે અને બીજુ તેનું ધિરાણ એ વર્ગમાં છે જયાં એનપીએનુ પ્રમાણ ઉંચુ છે. હવે આ બેન્કો વચ્ચે વિલીનીકરણની એક શક્યતા ચકાસાઈ રહી છે. અનેક નાની બેન્કો તેના જીયોગ્રાફી અરેબીયાએ મોટું ધિરાણ કર્યું છે. ઈએચએએફ સ્મોલ ફાયનાન્સ બેન્ક કેરળમાં જ 57% ધિરાણ અને 56% અનસિક્યોર્ડ ધિરાણ છે. આવીજ સ્થિતિ ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેન્કની છે જે ત્રણથી ચાર રાજયએ પુરતી મર્યાદીત હશે. અનસિકયોર્ડ ધિરાણમાં આગળ છે તો બીજી બાજુ તેને રાષ્ટ્રીયકૃત કે એકંદર મોટી બેન્કોની સરખામણીમાં ડિપોઝીટ ગ્રોથ ઉંચો છે અને એનપીએ વધતા બેન્કો જોખમી’ બની જાય તેવો ભય છે.