કેન્દ્ર સરકારે મગફળી નિકાસની પરવાનગી આપતા ટેકાના ભાવ કરતાં બજારભાવ વધુ મળ્યા છે : નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

Spread the love

      નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવો સંદર્ભે ખેડૂતોને મળતી રકમ અંગે જણાવ્યું કે કોઇપણ ઉત્પાદનને ટેકાના ભાવે ખરીદીનું કાર્ય કેન્દ્ર સરકાર  મારફતે કરે છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતા કેન્દ્ર સરકારે નિકાસની પરવાનગી આપી છે. 

   પરિણામે ટેકાના ભાવ કરતાખુલ્લા બજારમાં ખેડૂતોને વધુ ભાવો મળ્યા છે અને પરિણામે મગફળી વાવેતર કરતા ખેડૂતોને આર્થિક વધુ લાભ થયો છે.

    અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ૭ લાખ મેટ્રિક ટન મગફળી રૂા.૧૧૦૦ના ભાવે ખરીદી ખેડૂતોને રૂા.ચાર હજાર કરોડ ચૂકવવામાં આવ્યા છે.

    રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવોના અંકુશ બાબતે મંત્રીશ્રીએ જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯માં કપાસીયા અને સીંગતેલના છૂટક ભાવોમાં ખૂબ નજીવો ભાવ વધારો થયો છે. જ્યારે કોવિડ-૧૯સમયગાળામાં પરિવહન-મજૂરીની ઓછી ઉપલબ્ધતાના કારણે ભાવો પર અસર થઇ ગઇ છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો અંકુશમાં રાખવા ભારત સરકારના જરૂરી સૂચના બહાર પાડવામાં આવ્યા છે. એટલું જ નહી રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષમાં બે વખત બી.પી.એલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને યુક્ત વર્તમાન ભાવથી નીચા દરે કાર્ડ દીઠ ૧ લીટર પ્રમાણે વિતરણ કરવામાં આવ્યુ છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૯ દરમિયાન અંદાજિત કુલ ૬૬.૫૫ લાખ પાઉચ તેમજ વર્ષ દરમિયાન ૭૫.૩૦ પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com