મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૬૦ વર્ષથી ઉપરના તમામ ધારાસભ્યોને પરિવાર સાથે કોરોનાની વેકસિન લેવા આજે વિધાન સભાગૃહમાં અપીલ કરી હતી.
મુખ્યમંત્રી શ્રીએ આ અપિલ કરતા કહ્યુ કે, કોરોના સંક્રમણ સામે સુરક્ષિત થવા માટે આપણે સૌ જનપ્રતિનિધિઓ એ રસી લેવી અત્યંત અનિવાર્ય છે. આ માટે કોઈપણ સહાય ની જરૂર હોય તો નાયબ મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જેથી યોગ્ય આયોજન કરી શકાય