1adb04a7-8746-4a65-8915-eecd6318e521
અમદાવાદ
GCCI, ICAI (WIIRC)ની અમદાવાદ શાખા, JITO અમદાવાદ ચેપ્ટર અને GLS યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે તા. 14/02/2025 ના રોજ GCCI ખાતે “ર્કેન્દ્રીય બજેટ ૨૦૨૫-૨૬” પર માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, ડૉ. જીતેન્દ્ર સિંહની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
શ્રી રાજેશ ગાંધી, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, GCCI; શ્રી ગૌરાંગ ભગત; માનદ મંત્રી, GCCI; CA સુનિલ સંઘવી, ચેરમેન, ICAI, WIRC, અમદાવાદ શાખા; શ્રી ઋષભ પટેલ, ચેરમેન, JITO, અમદાવાદ ચેપ્ટર; CA (DR.) જૈનિક વકીલ, ચેરમેન, ડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સ; CA (Dr.) મારઝુન જોખી, ડીન GLS યુનિવર્સિટી હાજર રહ્યા હતા.
આ પ્રસંગે આવકાર પ્રવચન કરતાં GCCI ના સીનીઅર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધીએ ICAI, WIRCની અમદાવાદ શાખા, JITO અમદાવાદ ચેપ્ટર તેમજ GLS યુનિવર્સિટીનો સેમિનારના આયોજનમાં સહભાગી થવા માટે આભાર માન્યો હતો. તેઓએ માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી ડૉ. જિતેન્દ્રસિંહનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેઓએ માનનીય કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા સતત 8મા બજેટ તેમજ તેની વિવિધ જોગવાઈઓની માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની “વિકસિત ભારત 2047” વિઝન સાથે સુસંગતતા નો ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કેન્દ્ર સરકારની એક્સપોર્ટ પ્રમોશન મિશન થકી દેશની વિવિધ નિકાસો ને પ્રોત્સાહિત કરવાની નીતિ ની પ્રશંસા કરી હતી. તેઓએ ટ્રેડને લગતા વિવિધ ડોક્યુમેન્ટ તેમજ નાણાકીય સહાય માટે જાહેર કરવામાં આવેલ “યુનિફાઇડ ડિજિટલ પ્લેટફોર્મ” (BharatTradeNet) માટે પણ કેન્દ્રીય સરકાર ની પ્રશંસા કરી હતી. તેઓએ ઉમેર્યું હતું કે એમ.એસ.એમ.ઈ તેમજ સ્ટાર્ટઅપ્સ માટે વધારવામાં આવેલ ક્રેડિટ ગેરંટી કવર તેમજ વિવિધ નિકાસ કરનાર એમ.એસ.એમ.ઈ એકમોને આપવામાં આવનાર ક્રેડિટ અર્થતંત્ર માટે ખુબ ઉપયોગી સાબિત થશે.
ડાયરેક્ટ ટેક્સ ટાસ્કફોર્સના ચેરમેન સીએ (ડૉ.) જૈનિક વકીલે માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય, નો વિગતવાર પરિચય આપ્યો હતો. તેમણે માનનીય મંત્રી દ્વારા તેમની કારકિર્દી દરમિયાન સંભાળવામાં આવેલા વિવિધ વિભાગો વિષે માહિતી આપી હતી અને માનનીય કેન્દ્રીય મંત્રી સાહેબે જમ્મુ અને કાશ્મીર (જમ્મુ અને કાશ્મીર) ને દેશમાં આગવી ઓળખ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતાં માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. જિતેન્દ્રસિંહે બજેટના પાંચ ઉદ્દેશ્યો નો ઉલ્લેખ કર્યો હતો જેમાં ગરીબી નાબૂદી, 100% ગુણાત્મક શિક્ષણ, સ્કિલ્ડ લેબર, સમગ્ર વિશ્વના ફૂડ બાસ્કેટ તરીકે કૃષિ ક્ષેત્રનો વિકાસ તેમજ આર્થિક ગતિવિધિમાં મહિલાઓની 70% ભાગીદારી વગેરેનો સમાવેશ થતો હતો. તેમણે જણાવ્યું હતું કે આ બજેટ ભાવિ દ્રષ્ટિકોણ ધરાવે છે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન 2047નું સંરેખિત કરે છે. તેમણે કેન્દ્રીય બજેટ 2025 માં જાહેર કરાયેલ મુખ્ય યોજનાઓની વિગતવાર પ્રેઝેન્ટેશન આપ્યું હતું અને તે સમાજના દરેક ક્ષેત્રના વિકાસ માટે સુસંગત છે તેવું જણાવ્યું હતું. તેઓએ પ્રસ્તુત અંદાજપત્રના દેશની આર્થિક વૃદ્ધિને વેંગ આપવાના, સામુહિક વિકાસ સુનિશ્ચિત કરવાના, ખાનગી ક્ષેત્રના રોકાણોને ઉત્તેજન આપવાના, સામાન્ય નાગરિકની ખુશીમાં વધારો કરવાના તેમજ દેશના મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધારવાના સરકારના ઉદ્દેશ્ય વિશે વાત કરી હતી. તેઓના પ્રવચન દરમિયાન માનનીય મંત્રીશ્રીએ વિવિધ ક્ષેત્ર જેવાકે કૃષિ, એમ.એસ.એમ.ઈ,સ્ટાર્ટઅપ્સ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને તબીબી સહાય અને અર્થતંત્રની વૃદ્ધિ માટે રોકાણ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.પ્રશ્નોતરી સત્ર દરમિયાન, સહભાગીઓએ કેન્દ્રીય બજેટ અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા અને કેન્દ્રીય બજેટ 2025-26 માં જાહેર કરાયેલી મુખ્ય પહેલોની સર્વાનુમતે પ્રશંસા કરી હતી.GLS યુનિવર્સીટીના ડિન CA ડો. મરઝુન જોખી દ્વારા આભાર વિધિ પછી સેમિનાર પૂર્ણ થયો હતો.