વિકસિત ‘ભારત@2047’ ને ધ્યાનમાં રાખીને, રાજ્ય નાણાંમંત્રીએ ચોથી વાર બજેટ રજૂ કર્યું

Spread the love

વિકસિત ‘ભારત@2047’ ને ધ્યાનમાં રાખીને, રાજ્ય નાણાંમંત્રીએ ચોથી વાર બજેટ રજૂ કર્યું,

કનુ દેસાઇએ વર્ષ ૨૦૨૫-૨૬નું ₹૩,૭૦,૨૫૦ કરોડનું બજેટ રજૂ કર્યું

 

Gujarat Budget 2025-26: અંદાજપત્ર પોથીને આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી  ચિત્રકલા અને કચ્છની ભાતીગળ બોર્ડરથી ગૂંથાઈ - Gujarat Budget 2025-26: Tribal  Culture Identity, Sami ...

બજેટની મોટી જોગવાઈઓ
• શહેરી-ગૃહ નિર્માણ વિભાગ માટે 30,325 કરોડ રૂપિયા
• બજેટમાં આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ રૂપિયા
• નર્મદા, જળસંપતિ, પાણી પૂરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,642 કરોડ રૂપિયા
• ભાડભૂત બેરેજ યોજના માટે 876 કરોડ રૂપિયાની જોગવાઈ
• શ્રમ-કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે 2,782 કરોડની જોગવાઈ
• આરોગ્ય અને પરિવહન-કલ્યાણ વિભાગ માટે 23,385 કરોડની જોગવાઈ
• સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ માટે 6,807 કરોડની જોગવાઈ
• મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 7,668 કરોડની જોગવાઈ
• અન્ન-નાગરિક અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 2,712 કરોડની જોગવાઈ
• રમત-ગમત, યુવા-સાંસ્કૃતિક પ્રવૃતિના વિભાગ માટે 1,093 કરોડની જોગવાઈ
• માર્ગ-મકાન વિભાગ માટે 24,705 કરોડ રૂપિયાની જોગવાઈ
• પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 13,772 કરોડ રૂપિયાની જોગવાઈ

…..

ગાંધીનગર

ગુજરાતના નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ આજે વિધાનસભા ગૃહ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યું, જેમાં ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત ₹૧૯,૬૯૫ કરોડ રહેશે. જેમાં મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતાં વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજ ₹૧૦૦૭ કરોડની એકંદર પુરાંત દર્શાવે છે. વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજમાં ચોખ્ખી લેવડ-દેવડના કારણે ₹૯૦૦ કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. જેમાં ગયા વર્ષ ૨૦૨૪-૨૫ના અંતે ચોખ્ખી લેવડ-દેવડના કારણે સુધારેલ અંદાજમાં ₹૩૪૪ કરોડની પુરાંત રહેવાની ધારણા છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ચોખ્ખી લેવડ-દેવડના કારણે ₹૨૧૦૩ કરોડની પુરાંત રહેશે તેવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ ૨૦૨૩-૨૪ માટેના હિસાબમાં ચોખ્ખી લેવડ-દેવડના કારણે ₹૫૩૬ કરોડની પુરાંત દર્શાવે છે. વિધાનસભા ખાતે આવી પહોંચેલા નાણા મંત્રીશ્રીના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ- સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૫-૨૬નું ₹૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું વિક્રમી અંદાજપત્ર નાણાં મંત્રીએ ગૃહ સમક્ષ રજૂ કર્યું હતું.નીતિ આયોગના વર્ષ ૨૦૨૫ના રાજકોષીય શિસ્ત સૂચકાંકમાં રાજ્યને “Achievers” દરજ્જો મળેલ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્‍જિન છે. જમીનના માત્ર ૬% અને કુલ વસ્તીના માત્ર ૫% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસો થકી આ યોગદાન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના ૪૧% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજીસ્ટીક્સ ઇઝ એક્રોસ ડીફરન્ટ સ્ટેટ્સ (LEADS) સૂચકાંકમાં “Achievers” દરજ્જો મેળવેલ છે. બે દાયકાથી યોજાતા વાઇબ્રન્‍ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મોખરે છે. ગુજરાતની નીતિઓ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને મજબૂત બનાવે છે. આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદનનું કેન્‍દ્ર બનવા જઇ રહ્યું છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમની સ્થાપના થઈ રહી છે. વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાનશ્રી પ્રેરીત GYAN – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે.

———

 

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (ભાગ-2)

ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં “ઘરનું ઘર” સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું. “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે. પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે ૨૧% ના વધારા સાથેની અંદાજીત ₹૮૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-૨૦૨૪થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ૩૨,૨૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹૬૧૭ કરોડની જોગવાઇ સૂચવું છું. પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા ૭૨ તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹૫૫૧ કરોડની જોગવાઇ સૂચવું છું. બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹૨૭૪ કરોડની જોગવાઇ સૂચવું છું. આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના ૧૫૦મા વર્ષને “જનજાતિય ગૌરવ વર્ષ” તરીકે ઊજવી રહ્યાં છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ૩૭.૫% ના વધારા સાથે ₹૧૧૦૦ કરોડની ફાળવણી સૂચવું છું. જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે. શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી “શ્રમિક અન્નપૂર્ણા યોજના” હેઠળ ૨૯૦ કેન્‍દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે. શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી “મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના” માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. માનનીય પ્રધાનમંત્રીશ્રીની દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા “સંત સુરદાસ યોજના” હેઠળ ૮૦% ને બદલે હવેથી ૬૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા ૮૫ હજારથી વધુ દિવ્યાંગજનોને પણ વાર્ષિક ₹૧૨ હજારની સહાય આપવાની જાહેરાત કરું છું.

———

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (3)

ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧ લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹૪૮૨૭ કરોડની જોગવાઇ સૂચવું છું. યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ ૧૦ જિલ્લાઓમાં કુલ ૨૦ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે. “ખેલે તે ખીલે”ના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્‍સ એન્‍કલેવ અને કરાઇ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્‍સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઇ.ટી.આઇ ને અપગ્રેડ કરવા ₹૪૫૦ કરોડની માતબર જોગવાઇ કરું છું. આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજિત પાંચ લાખ તાલીમાર્થીઓ તેનો લાભ મેળવશે.આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે. અમદાવાદ ખાતેના i-Hub અને i-Create થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્‍ટમ સફળતાપૂર્વક ઊભી થઇ છે. રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રીજીયનમાં i-Hubની સ્થાપનાનું આયોજન છે. રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી “ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ”(GCC) નીતિ અમલમાં મૂકી છે. જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને ૫૦ હજારથી વધુ રોજગારીનું સર્જન થશે. ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાનો અમારો સંકલ્પ છે. MSME, ટેકસટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા MSMEને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડી રોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ પાંચ લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે. આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે અંદાજે ₹૩૬૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. ગુજરાત ટેકસટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં ₹૨૦૦૦ કરોડની જોગવાઇ કરું છું. કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે “વાજપાઇ બેંકેબલ યોજના” હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રોમાં મળતી લોન વધારી ₹૨૫ લાખ તથા સબસીડી રકમ વધારી ₹૩ લાખ ૭૫ હજાર કરવાનો નિર્ણય કરેલ છે. આ યોજનાની જોગવાઇમાં ૧૦૦% નો વધારો કરીને ₹૪૮૦ કરોડની જોગવાઇ સૂચવું છું. આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વ-રોજગારીની તક વધારવાની રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરું છું. આ બેંકેબલ યોજનામાં ₹૧૦ લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને ૭% તથા પુરુષ લાભાર્થીઓને ૬% વ્યાજ સહાયનો લાભ મળશે. માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ થકી આજે પ્રવાસન ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર છે. યુનેસ્કોની વિશ્વના સૌથી ૭ સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ ૨૦૨૪ દરમ્યાન ૧૮ કરોડ ૬૩ લાખ ઘરેલુ અને આંતર રાષ્ટ્રીય પ્રવાસીઓ ગુજરાતના મહેમાન બન્યાં છે. પ્રવાસન જેવા રોજગારલક્ષી ક્ષેત્ર વિકસવાથી આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિશેષ તકો ઊભી થશે. હોટલ વ્યવસાય, પરિવહન અને હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન પ્રભાગના બજેટમાં ૩૧% ના વધારા સહિત વિવિધ વિભાગો હેઠળ ₹૬૫૦૫ કરોડ સૂચવું છું. જેમાં ઇન્‍ટ્રીગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટીનેશન ડેવલપમેન્‍ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા ૧૫૦ જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન ૨૦૦ એ.સી.બસો સંચાલિત કરવામાં આવશે. એકાવન શક્તિપીઠો પૈકીના આદ્યશક્તિ માઁ અંબાના ધામ અંબાજીના વિકાસ માટે ₹૧૮૦ કરોડની વિશેષ જોગવાઇ કરું છું. ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બહુચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલિતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારને ઉત્તેજન મળશે.

———

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (4)

જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુકત કરવા અમે દિવસે વીજળી આપવા “કિસાન સૂર્યોદય યોજના” અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના ૧૬,૬૮૩ એટલે કે ૯૭% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદ્રઢ કરવા માટે આ બજેટમાં ₹૨૧૭૫ કરોડની ફાળવણી કરું છું. સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની ૧૮ લાખ હેક્ટર સિંચાઇ ક્ષમતા સામે ૧૭.૨૨ લાખ હેક્ટર સિંચાઇ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે. કેન્દ્રિય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹૩ લાખથી વધારી ₹૫ લાખ કરવામાં આવેલ છે. જેનો પૂર્ણ પણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત ૪% વ્યાજ રાહત આપવા માટે ₹૧૨૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને મળતાં તેઓ પોતાની પ્રવૃત્તિ સમયસર કરી શકે છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ₹૪૦૦ કરોડથી વધુની જોગવાઇ સૂચવું છું. કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ-યાંત્રિકીકરણને મહત્વ આપે છે. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી ₹૧ લાખ કરવાની જાહેરાત કરું છું. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેતઓજારો, મીની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા ₹૧૬૧૨ કરોડની જોગવાઇ કરવામાં આવે છે. ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્‍સીંગ બનાવવા માટે ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસીંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે ₹૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું.ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા અમે ખેતીની સાથે સાથે મત્સ્યઉદ્યોગ અને પશુપાલન ઉપર પણ એટલો જ ભાર મૂકી રહ્યાં છીએ. મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં ₹૧૬૨૨ કરોડના પેકેજની જોગવાઇ કરવામાં આવી છે. જે થકી અંદાજે કુલ ૨૭ હજાર યાંત્રિક-બિનયાંત્રિક બોટ અને ૨ લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે. જેમાં મુખ્યત્વે માછીમારી માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસીંગ અને નિકાસ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આથી ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી લેવી નહીં પડે તેવી નીતિ બનાવવામાં આવશે. “સહકારથી સમૃદ્ધિ” તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઇ કરવામાં આવી છે. જેનો લાભ ૧ લાખથી વધુ ખેડૂત સભાસદોને મળશે. પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઇ રહેલ છે. ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે. જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવાંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે.ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મ ભૂમિ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની ૧૧ લાખથી વધુ મહિલા પશુપાલકો સ્વ-રોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે.

—–

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (5)

આધુનિક ગુજરાતના નિર્માણમાં નારીશક્તિની ભૂમિકા અગત્યની છે. જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલ “નમો લક્ષ્મી યોજના” થકી ૧૦ લાખ જેટલી વિદ્યાર્થિનીઓ અને “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” થકી અંદાજિત ૬૮ હજાર વિદ્યાર્થિનીઓને સહાય આપવામાં આવી રહેલ છે. મહિલાઓને પગભર કરવા માટે ‘નમો ડ્રોન દીદી યોજના’ને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં “લખપતિ દીદી યોજના”ને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યોમાં તાલીમ આપવા તથા સ્વ-રોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવામાં આવે છે. મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી “સખી સાહસ” યોજનાની જાહેરાત કરું છું. જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા ₹૧૦૦ કરોડની જોગવાઇ કરું છું. આપણી જે બહેનોને નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે. તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન છે. પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઇંધણને બદલે એલ.પી.જી.ના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પી.એન.જી-એલ.પી.જી. સહાય યોજના” અંતર્ગત ₹૫૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. “જનતા જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઇ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ ૪ કરોડ ૪૫ લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ ₹૫૦ હજારથી ₹૨ લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે. જેમાં વધારો કરી આગામી વર્ષે ₹૨ લાખથી ₹૪ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરું છું. ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્ય વર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારીશક્તિના ઉત્કર્ષ સાથે તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે.

——–

નાણા મંત્રી શ્રી કનુભાઇ દેસાઇનુ ઉદ્બોધન (6)

માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ૨૦૪૭નો રોડ મેપ તૈયાર કર્યો છે. બે દાયકાના અવિરત વિકાસનું સાતત્ય જાળવી રાખી આગામી બે દાયકામાં ગુજરાતના નાગરિકો સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક (Living Well & Earning Well) મેળવી શકે તે માનનીય મુખ્યમંત્રીશ્રીનું વિઝન છે. સરકાર આ વિઝનને હકિકતમાં પરિવર્તિત કરવા આયોજનબદ્ધ પ્રોજેકટસ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે. આ હેતુ અર્થે આગામી પાંચ વર્ષ માટે ₹૫૦ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું. જે માટે આ વર્ષે ₹૫૦૦૦ કરોડની જોગવાઇ કરું છું. રાજ્ય સરકારે નીતિ આયોગની તર્જ પર આધારીત “ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન(GRIT)”ની સ્થાપના કરી છે. જેનો ઉદ્દેશ વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે લાંબા તેમજ ટૂંકા ગાળાના લક્ષ્યોને ધ્યાને લઇ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે. નીતિ આયોગે દેશમાં ચાર વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવવા પસંદ કર્યા છે. જેમાં સુરત ઇકોનોમિક રીજીયન(SER)નો સમાવેશ થાય છે. આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે ૫૬ પરિયોજનાઓ બનાવવામાં આવી છે. જેનાથી SER હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ છ જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક રીજીયન(SER)સહિત કુલ છ ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રીજનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યાં છે. જેમાં બાકી તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. જેનાથી રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રિય આર્થિક વિકાસ શક્ય બનશે. રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું Commissionerate of Servicesની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું. રાજ્યની નદીઓના પાણીનો સૂચારુ જળ સંચય થાય તથા મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રીચાર્જ થઇ શકે તે માટે ૧૮૫ રીવર બેઝીનમાં ટેકનોફીઝીબીલીટી અભ્યાસ કરી એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે ₹૨૬૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઊર્જા સુરક્ષા માટે ૨૦૩૦ સુધીમાં રીન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને ૧૦૦ ગીગા વોટથી વધુ કરવાનું આયોજન છે. હાલમાં ૩૭ ગીગાવોટના રીન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે. એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઇ કરવામાં આવેલ છે. ગુજરાત ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતાઓ ધરાવતું રાજ્ય છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયકલોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધાઓ બનાવવાનું આયોજન છે. રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹૧૦૨૦ કરોડની જોગવાઇ સૂચવું છું. “ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર” પ્રોજેકટ હેઠળ ૧૩૬૭ કિ.મી.ના ૧૨ નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે.
વધુમાં, રાજ્યમાં બે નવા એક્સપ્રેસ-વે વિકસાવવામાં આવશે. જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને “નમોશક્તિ એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદથી રાજકોટ અને તેનું એક્ષટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતાં “સોમનાથ દ્વારકા એક્સપ્રેસ-વે” તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઇ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે. ગુજરાતની ૫૦% ઉપરાંત વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે. શહેરોને ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી અને તત્કાલિન માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી. માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે. બે દાયકાની આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ, આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયાં છે. આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરીકોની સહભાગીતાને ધન્યવાદ આપું છું. આ વિકાસયાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરું છું. આ માટે શહેરી વિભાગનું બજેટ આશરે ૪૦% વધારીને ₹૩૦,૩૨૫ કરોડ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ નવ મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે. જેના વિકાસને વેગ આપવા માટે ₹૨૩૦૦ કરોડની જોગવાઇ સૂચવવામાં આવેલ છે.

વધુમાં, હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે. રાજ્યની ૬૯ જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે. જેમાં જિલ્લા મથકની ખંભાળીયા, લુણાવાડા, મોડાસા, વ્યારા, છોટા ઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે. તેમજ દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓનો પણ સમાવેશ થાય છે. વડનગરના ૨૫૦૦ વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરનાં સ્થાનને ધ્યાને લઇ તેને “અ” વર્ગમાં અપગ્રેડ કરવામાં આવશે. જળ સંચય રાજ્યના શહેરી વિસ્તારોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જે અંતર્ગત સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૮૦:૨૦ ના ધોરણે જનભાગીદારીથી “કેચ ધ રેઇન” અભિયાન હેઠળ ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું આયોજન છે. જે માટે ₹૨૫૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. રાજ્યના ૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા મોટા ગામો, શહેરી વિકાસ સત્તા મંડળની આસપાસના ગામો તથા તાલુકાના મુખ્ય મથક હોય તેવા ગામોમાં શહેરની સમકક્ષ આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવા ₹૧૦૦ કરોડની જોગવાઇ સૂચવું છું. સાબરમતી નદી પર અમદાવાદ–ગીફ્ટ સીટી-ગાંધીનગરને જોડતા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી પ્રગતિમાં છે. બાકીના પાંચ ફેઝનું કામ આગામી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. દેશના સૌથી લાંબા આ રિવરફ્રન્ટના કામ માટે આ બજેટમાં ₹૩૫૦ કરોડ ફાળવું છું. અમદાવાદ-ગાંધીનગર અને સુરત મેટ્રો વિસ્તરણનું કામ આગળ વધી રહેલ છે. અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૨નું કામ ડીસેમ્બર-૨૦૨૫માં પૂર્ણ થશે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ૫૫% કામ પૂર્ણ થયેલ છે. નાગરિકોને રેલ આધારિત ઝડપી, વિશ્વસનીય અને આધુનિક જાહેર પરિવહનની સેવાનો લાભ મળે તે માટે આગામી નાણાકીય વર્ષમાં ₹૨૭૩૦ કરોડની જોગવાઇ સૂચવું છું. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતા ધ્યાને લઈ ૨૦૬૦ નવી બસો પ્રજાની સેવામાં મૂકવાનું આયોજન છે. જે માટે ₹૧૧૨૮ કરોડની જોગવાઇ સૂચવું છું. આમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી ઔદ્યોગિક વિસ્તારોમાં આવતા શ્રમિકો માટે અને અંતરિયાળ વિસ્તારોને જોડવા ૪૦૦ મીડી બસનું આયોજન છે. ગુજરાતના લોકોનું આરોગ્ય અને સુખાકારી જળવાય તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. અમદાવાદની જેમ ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે મેડીસિટી પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના અમારા નિર્ધારમાં હવે પૂર્ણતાની નજીક છીએ. વધુમાં મેડીસિટી અમદાવાદ ખાતે ન્યુરોલોજી ઈન્સ્ટીટ્યુટ બનાવવાની જાહેરાત કરું છું. ખોરાક અને ઔષધના નમૂનાઓની ચકાસણી માટે અમદાવાદ-ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા અને વલસાડ ખાતે આધુનિક લેબોરેટરી સ્થાપિત કરવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે,રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્‍દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્‍ટર ઓફ એક્સેલન્‍સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્‍સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ ₹૩૫૨ કરોડની જોગવાઇ સૂચવું છું. કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્‍સ્ટેબલ વગેરે સંવર્ગની ૧૪ હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા ૧૩૯૦ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે. ભવિષ્યની પેઢીને સ્વચ્છ પર્યાવરણની ભેટ આપવાના હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલ “એક પેડ માઁ કે નામ” અભિયાન થકી ગ્રીન કવચ વધારવા રાજ્યમાં આ વર્ષે ૧૭ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. જેને આગળ વધારતાં રાજ્યમાં લોકભાગીદારીથી વૃક્ષોનું આવરણ વધારવા “હરીત વન પથ” હેઠળ ₹૯૦ કરોડની જોગવાઇ સૂચવું છું. રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતિની ખરાઇ માટે સંબંધિત કચેરીમાં-બેન્કમાં રૂબરૂ જવું પડે છે. હવે રાજ્યના ૫ લાખ ૧૪ હજાર પેન્‍શનરોને ઘર આંગણે હયાતીની ખરાઇ ઓનલાઇન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત કરું છું. આ વર્ષ અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિનું વર્ષ છે. એમના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા(સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ શ્રધ્ધાંજલી આપેલ છે. જન્મજયંતી વર્ષના અનુસંધાને યોજાતા કાર્યક્રમો યુવાનોમાં એકતા, દ્રઢતા અને દેશપ્રેમની ભાવના જગાવશે. ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્માણ પામેલ આપણું મહામૂલું ભારતીય બંધારણ અને તેમાં સમાવિષ્ઠ મૂલ્યો ભારતીય અસ્મિતાનું દર્શન કરાવે છે. ભારતીય બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. જેના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીજીએ સ્વ.અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને ગુડ ગવર્નન્‍સની દિશા આપી છે. રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરું છું. અમારી સરકાર આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ(AI) નો ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરી લોકોને “ઇઝ ઓફ લીવીંગ” પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. AIનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી AI Taskforceની રચના કરી છે. ગુજરાતને AI Hub બનાવવા અને ટેકનોલોજી આધારિત ગવર્નન્‍સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૫-૨૬નું ₹૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું. આ વર્ષ અખંડ ભારતના શિલ્પી અને ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિનું વર્ષ છે. એમના “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પને તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા(સ્ટેચ્યુ ઓફ યુનિટી)ના માધ્યમ દ્વારા શ્રેષ્ઠ શ્રધ્ધાંજલી આપેલ છે. જન્મજયંતી વર્ષના અનુસંધાને યોજાતા કાર્યક્રમો યુવાનોમાં એકતા, દ્રઢતા અને દેશપ્રેમની ભાવના જગાવશે. ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્માણ પામેલ આપણું મહામૂલું ભારતીય બંધારણ અને તેમાં સમાવિષ્ઠ મૂલ્યો ભારતીય અસ્મિતાનું દર્શન કરાવે છે. ભારતીય બંધારણને ૭૫ વર્ષ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા બંધારણના આ અમૃત પર્વની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે.

વધુમાં, ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીનું આ જન્મ શતાબ્દી વર્ષ છે. જેના ઉપલક્ષમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીજીએ સ્વ.અટલજીની સુરાજ્ય ક્રાંતિને આગળ ધપાવીને ગુડ ગવર્નન્‍સની દિશા આપી છે. રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરું છું. અમારી સરકાર આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ(AI) નો ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરી લોકોને “ઇઝ ઓફ લીવીંગ” પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. AIનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી AI Taskforceની રચના કરી છે. ગુજરાતને AI Hub બનાવવા અને ટેકનોલોજી આધારિત ગવર્નન્‍સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. વિકસિત ગુજરાત-૨૦૪૭ થકી વિકસિત ભારત-૨૦૪૭નું નિર્માણ કરવા વિકાસના પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૫-૨૬નું ₹૩ લાખ ૭૦ હજાર ૨૫૦ કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનનીય ગૃહ સમક્ષ હું રજૂ કરું છું.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.