ખાનગી સ્કૂલની લાઈબ્રેરીમાં લગાવેલા એસીમાં બ્લાસ્ટ, આગ લાગતા દોડધામ

Spread the love

ખાનગી સ્કૂલની લાઈબ્રેરીમાં લગાવેલા એસીમાં બ્લાસ્ટ, આગ લાગતા દોડધામ, ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવીઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો

અફરાતફરીનો માહોલ વચ્ચે આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા,  વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા, 

 

 

 

સુરત

સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. મળતી માહિતી પ્રમાણે, સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે 9.21 કલાકે લાઇબ્રેરીમાં એસી મા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. સુરત ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ઘાંસીશેરી કતારગામ અને કાપોદરાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની છ થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ આગ લાગી હોવાની જાણ થતા જ સ્કૂલન સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ નજીકમાં જ રહેતા વાલીઓને જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા.

સ્કૂલમાં આગ લાગી હોવાની જાણ થતા વિદ્યાર્થીઓમાં પણ થોડોક ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્કૂલે દોડી આવેલા વાલીઓમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા. જોકે આગ લાયબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલના બાળકોને કોઈપણ પ્રકારની અસર થઈ નથી. જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે. વાલીઓ પણ પોતાના બાળકોને સુરક્ષિત જોઈને રાહતનો શ્વાસ લીધો હતો. કાપોદ્રા સબ ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે, હાય વિભાગ ને કોલ મળતાની સાથે જ ટીમો સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી. લાઇબ્રેરીમાં એસી ચાલુ કરતાં ની સાથે જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. ગણતરી ની મિનિટોમાં હાથ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સ્કૂલમાં 800 જેટલા વિદ્યાર્થીઓ હતા તે તમામ સહી સલામત છે અને સ્કૂલ દ્વારા વાલીઓ ને બોલાવીને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. તમામ બાળકો સહી સલામત છે. સરસ્વતી વિદ્યાલય ની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી. આજે નવા લાયબ્રેરીયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વીચ શરૂ કરતાં જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. સ્કૂલમાં રહેલા એન્સ્ટિગ્યુસરથી આ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગે સ્કૂલમાં રહેલી ફાયર સેફ્ટીની પણ તપાસ કરી હતી. જેમાં ફાયર સેફ્ટી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જોકે તપાસ ચાલુ હોવાથી આજે સ્કૂલ બંધ રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ નિર્ણય લેવાશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com