નરેન્દ્ર મોદી દાદા, અમિત કાકા, રૂપાણી દાદા, નીતિન કાકા હવે દીકરાઓ ગાંધીનગર મનપામાં પૈસા આપવાનું બંધ કરો તમારા આપેલા સો ટકા રૂપિયાની ગ્રાન્ટો અહીંયા લાખના બાર હજાર દીકરાઓ કરી રહ્યા છે રૂપાણી સરકારમાં નીતિન પટેલ પોતે કરકસર કરીને સરકાર ચલાવી રહ્યા છે અને મનપાનો વિકાસ થાય તે માટે અબજો રૂપિયાની ગ્રાંટ ફાળવી રહ્યા છે. ત્યારે અહીંયા લાખના બાર હજાર થઇ ગયા છે, કૅ કેમ ? તેનીતપાસ કરવાની જરૂર છે.
ગાંધીનગર મનપાને રૂપાણી દાદા સુચના આપો કે હવે બાપા પૈસા નહીં આપે, જીજે ૧૮ નો વિકાસ જે ટેક્સ મારફતે રકમ આવે છે તેમાં કરવાનો રહેશે ,તો બધું સુધરી જશે દીકરાઓ બગડી ગયા છે મહંમદ તઘલઘીના આ કામની તપાસ કરાવો.
ગુજરાતનું કહેવાતું જીજે ૧૮ એવું ગાંધીનગર થી લઈને તમામ મહાનગર પાલિકાઓમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહથી લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ પોતે અબજો રુપિયાની ગ્રાન્ટ મહાનગરપાલિકાના વિકાસ માટે આપી રહ્યાં છે, ત્યારે ગાંધીનગર મહાનગર પાલિકામાં લાખના બાર હજાર જેવી સ્થિતિ થઈ ગઈ છે, પ્રજાના પૈસાનું પાણી હોય તેમ પ્રજા ટેક્સ ભરે છે॰ અને દાદા દિલ્હીથી દીકરાઓ માટે પૈસા વિકાસ માટે દે ધનાધન આપી રહ્યાં છે. ત્યારે દીકરાઓ અહીંયા જીસીબી પૈસા ઉલેચવાના ફેરવી રહ્યાં છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ પોતે ગાંધીનગર સીટમાં સાંસદ પણ છે, ત્યારે દિલ્હીથી સો ટકા રૂપિયો અહીંયા મોકલવામાં આવે છે અને અહીંયા સો રૂપિયાના બાર રૂપિયા જેવી સ્થિતિ કરી નાખી છે. ગાંધીનગર મનપા દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેમાં પેવર બ્લોક પાંચ વર્ષમાં ત્રણ વાર ઉખેડી દેવામાં આવ્યા છે ત્યારે સેક્ટર ૨૧મા દોઢ મહિના પહેલાં તૈયાર કરેલી ડિઝાઇન ને કયા સત્તાધીશ કે કયા અધિકારી મહંમદ તઘલખી છે ? જેને રાત્રે પાછા નવા વિચારો આવે અને પાછી ડિઝાઇન બદલી નાખવામાં આવે, સેક્ટર ૨૧ સુદઢ્ઢ અને સુંદર બનાવેલું આજનું જોવા જઈએ તો સ્મશાન ભૂમિ જ્યાં કશું જ નહોતું અને ધરતીકંપ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.
સેક્ટર ૨૧ ખાતે દરેક જગ્યાએ ફૂટપાથો થી લઈને જ્યાં સુંદર બગીચા, ફૂવારા બનાવ્યા હતા તેને નેસ્તનાબૂદ કરી દીધા છે ,અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને જે બાંકડા, પેવર બ્લોક, ફુવારા તે તમામ જગ્યાએ વપરાયેલ લોખંડથી લઈને અનેક કિંમતી ચીજવસ્તુઓ ક્યાં ગઈ ? તે પ્રશ્નાર્થ છે મોદી દાદા, અમિત કાકા, રૂપાણી દાદા અને નીતિન કાકા હવે ગાંધીનગર મનપાને પૈસા આપવાનું બંધ કરો, છોકરાઓ બગડી ગયા છે. તમે મોકલેલા પૈસાનું પાણી તો થઈ રહ્યું છે પણ છોકરાઓ લાખના બાર હજાર કરી બેઠા છે. આમાં પ્રજાનો મરો થઈ ગયો છે સેક્ટર ૨૧મા દરેક જગ્યાએ વેપારીઓથી લઈને નગરજનો ખરીદી કરવા આવે છે તેમને પૂછો આ યોગ્ય છે ? તો આપને તમામ નો જવાબ ના મળશે. અબજો રૂપિયાની ગ્રાંટ મોકલેલ અહીંયા લાખના બાર હજાર થઇ ગયા છે .મોહમ્મદ તઘલઘી ગાંધીનગર મનપાનો કોણ ? રોજરોજ ડિઝાઇન અને નવા તુક્કા લગાવતા પ્રજાના પૈસાનું પાણી કરતાં પ્રજાનો પણ રોષ જોવા મળી રહ્યો છે.
સેક્ટર ૨૧ ખાતે જે નગરસેવકોએ પોતાની ગ્રાન્ટ વાપરી છે તે હવે પસ્તી બરાબર થઈ ગઈ છે. જાયે તો જાયે કહા. ટેક્સ ભરીને પ્રજા બેવડી થઈ ગઈ છે ત્યારે અહીંયા કામ કરતા પૈસા ઉલેચવામાં રસ હોય તેમ વારંવાર દિવાલથી લઈને પેવર બ્લોક દોઢ મહિનામાં લગાવ્યા બાદ પાછા તોડી નાખવામાં આવ્યા ત્યારે મનપાનું મહંમદ તઘલખી કોણ ? જેને રાત્રે તઘલખી વિચાર આવે એટલે પાછા નાટકો કરવાના અને આજે સેક્ટર ૨૧ ગાંધીનગર જિલ્લાનું હાર્દસમું હતું તે સેક્ટર ૨૧ ધરતીકંપ આવ્યો હોય અને બંજર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. વેપારીઓના ધંધા રોજગાર થી લઈને ટ્રાફિક સમસ્યા પણ વકરી છે, ધૂળ રેતીનું સામ્રાજ્ય ફેલાયું છે. પણ રોડ રસ્તા પણ જ્યાં જુઓ ત્યાં ખાડા તૂટેલા પેવર બ્લોક થી લઈને પાર્કિંગની પણ જગ્યા રહી નથી ત્યારે પ્રજાના પૈસાનું પાણી કરીને કરોડો રૂપિયા જેસીબી મારફતે ઉલેચવા નીત-નવા તઘલખી નાટકો મહંમદ બેગડા એવા તઘલઘી કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પણ ચૂપ બેસી ને તમાસા જાેઈ રહ્યું છે હવે કોંગ્રેસ ક્યાં સુધી તમાસા જોશે. પ્રજાના પૈસા જે ટેક્સ મારફતે ભરી રહી છે તે તિજોરી ખાલીખમ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જે કરોડોની ગ્રાન્ટ આપે છે તેના ઉપર નાણાં કેમ વાપરવા અને કેટલા કમિશન મળસે આની ગણતરી થાય છે, ત્યારે સેક્ટર ૨૧ હવે વૃક્ષોની નગરી રળિયામણું તો નથી રહ્યું પણ મહંમદ તઘલઘીએ કરેલા કામો જ્યાં બે મહિનામાં ડિઝાઇન બદલાઈ જાય તે પ્રકૃતિ રહી નથી ત્યારે નગરજનોને ભારે હૈયે આમંત્રણ છે.