સરકાર દ્વારા દરેક વ્યકિતના માથાદીઠ રૂ.૫૫૧૭૨ જેટલું દેવું ,જીએસટી આવકમાં ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં ૨૦૨૫-૨૬માં ૧.૯૭ ટકાનો ઘટાડો : શૈલેષ પરમાર

Spread the love

ગુજરાત વિધાનસભા ઉપનેતા અને દાણીલીમડા કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર

૧ રૂપિયાની આવક સામે ૨૩ પૈસાની આવક ફકત દેવામા ભરે છે.૧ રૂપિયાના ખર્ચની સામે ૮.૮૩ પૈસા તે જૂના દેવાની ભરપાઇ સામે ભરે છે : શૈલેષ પરમાર 

અમદાવાદ
ગુજરાત વિધાનસભા ઉપનેતા અને દાણીલીમડા કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન પૂછ્યો કે છેલ્લાં બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં ખેતવાડી ની એક પણ અરજી આવી નથી છેલ્લાં બે વર્ષમાં ડીપીઆર મુજબ ગ્રામ પંચાયત ભેગી થાય અને નક્કી કર્યા પછી જ ખેત તલાવડીનો પ્રોજેકટ અમલમાં થતો હોય છે. છેલ્લાં બે વર્ષની અંદર કેટલી ગ્રામસભાઓને આધિન કેટલી ખેતવાડીની એક પણ આવી નથી એમ કહો છો તો તેના કારણો શું ? અને બજેટની અંદર ખેતવાડી માટેની એક હેડ હેઠળ કેટલા કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તે વણ વપરાયેલી પડી રહી છે ?
કુંવરજીએ જવાબ આપ્યો કે ખેત તલાવડી એ આપણે નકામું પાણી વહી જતું હોય તે પાણીને રોકવા માટેનો આખો પ્રોજેકટ બનાવવામાં આવે છે. ડીપીઆર મુજબ જ આ નક્કી કરવામાં આવતુ હોય છે અને આખા સમગ્ર રાજયના ખર્ચની વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં ડીપીઆર ચાર ખેત તલાવડીનો સમાવેશ કરેલ છે અને જે પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ અરવલ્લી જિલ્લામાં ૫૩ ખેત તલાવડી ડીપીઆરમાં સમાવેશ કરવામાં આવેલ છે જે પૈકી અત્યાર સુધીમાં ૪૧ ખેત તલાવડીના કામો પૂર્ણ થયેલ છે જે ગ્રાન્ટની વાત છે તો ગ્રાન્ટ આખી ટોટલ ડિટેલ વાઇઝ છે.
૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધીમાં ત્રણેય તાલુકાની કેટલા રૂમોની અરજી આવી ? અને કેટલી રકમ મંજૂર કરવામાં આવી, અને કેટલી વાપરવામાં આવી ? અને બાકી રહી ગયેલ છે તે કયાં સુધીમાં પૂર્ણ કરવામાં આવી ?કચ્છ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષમાં જે તાલુકાવાર કેટલી શાળાઓમાં કેટલા ઓરડા મંજૂર કરવામાં આવ્યા. કચ્છ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષમાં તાલુકાવાર કુલ-૨૧૬ શાળાઓમાં ૯૫૦ વર્ગ ખંડો મંજૂર કરવામાં આવ્યા છે અને ૧૩૨૩૮.૧૬ લાખની રકમ મંજૂર કરવામાં આવી. અબડાસા તાલુકામાં શાળાની સંખ્યા ૨૧ છે અને આવનાર છે. આ ચારેય પ્લાન્ટનું કામ શરૂ થશે ત્યારે રૂ.૧ લાખ ૨૫ હજાર કરોડના ખર્ચે સેમી કન્ડક્ટરનું હબ બનશે અને રૂ.૫૩ હજાર કરોડની રોજીરોટી આપી શકીશું.
શૈલેષ પરમારે પૂછ્યું કે બજેટમાં અલગ- અલગ વિભાગોને ફાળવણી કરવામાં આવી છે .વર્ષ ૧૯૯૦ થી વર્ષ ર૦૦૦ વચ્ચે રાજ્યનું દેવુ રૂ. ૧૮,૫૧૦ કરોડ કરતાં વધારે હતું અને અત્યારે આ રાજ્યના દેવાનો આંકડો નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રાજ્યનું જાહેર દેવુ રૂ.૩,૭૭,૯૬૨ કરોડ છે વર્ષ ર૦ર૩માં રાજ્ય સરકારનું દેવુ રૂ.૦૪,૨૧,૧૮ કરોડ બતાવવામાં આવ્યું છે. આ આંકડાઓની સામ્યતા કેમ અલગ-અલગ છે? વર્ષ ૨૦૨૪નું દેવુ આ દેશની પાર્લામેન્ટમાં રૂ. ૪,૬૭,૪૬૪.૪૦ કરોડ દર્શાવવામાં આવેલ છે. આ વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર દ્વારા જે દેવુ બતાવવામાં આવ્યું છે એ બંનેમાં તફાવત છે સરકાર શું છૂપાવવા માગે છે? તારક મહેતા કા ઉલટા ચશ્માની સિરિયલ આવે છે, આ આંકડાઓ ઉપરથી એવું લાગે છે કે ભા.જ.૫. સરકારના ઉલ્ટા ચશ્મા આ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવે છે વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૩,૭૭,૯૬૨ કરોડનું દેવુ હતું અને વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૪,૫૫,૫૩૭ કરોડ કરતાં વધારેનો દેવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. એવરેજ વર્ષ ૨૦૨૩-૨૪માં જોઇએ તો વર્ષ ૨૦૨પ-૨૬માં આ રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષમાં રોજનું રૂ.૧૦૬.૨૬ કરોડનું દેવું કરેલું છે. જો આપણે વ્યાજની રકમ જોવા જઇએ તો રોજનું આ રાજ્ય સરકાર દ્વારા લીધેલી લોનો અને જે દેવુ થયેલું છે એની રૂ.૬૮.૮૨ કરોડ રોજની રાજ્ય સરકાર વ્યાજ પેટે રકમ ચૂકવે છે. આ અણઘડ વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે.
રાજ્યને જી.ડી.પી.ના આધારે જોઇએ તો રાજ્ય સરકારનું આજનું આ દેવુ ૧૪.૯૬ ટકા કરતાં વધારે તરફ જવા જઇ રહ્યું છે. વર્ષ ૨૦૨૪-૨પમાં રાજ્ય સરકારે રૂ.૭૬૦૦૦ કરોડ કરતાં વધારે દેવુ લીધેલું છે. રાજય સરકારે રોજના રૂ. ૨૦૮.રર કરોડ લોન પેટે, દેવા પેટે, રોજ પેટે લીધેલા છે.૬.૫ કરોડ જનતા હેઠળ એક પરિવાર દીઠ રૂ.૨,૫૯,૩૦૮ કરોડ કરતાં વધારેનું દેવુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એના વહીવટ દરમિયાન આપેલું છે. ૬.૫ કરોડ જનતાની આધીન સરેરાશ માથાદીઠ જોઇએ તો રાજ્ય સરકાર દ્વારા દરેક વ્યકિતના માથાદીઠ રૂ. ૫૫૧૭૨ જેટલું દેવું આજની તારીખમાં રાજ્ય સરકારે ગુજરાત અને ગુજરાતીઓના માથે ઠોકી બેસાડેલું છે.આમ, સરકારનો જે વહીવટ છે ૧ રૂપિયાની આવક સામે ૨૩ પૈસાની આવક ફકત દેવામા ભરે છે. અને ૧ રૂપિયાના ખર્ચની સામે ૮.૮૩ પૈસા તે જૂના દેવાની ભરપાઇ સામે ભરે છે આ રાજય સરકારના વહીવટનો પારદર્શકતાના ઉલટા ચશ્માનો આ એક ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ છે.
રાજય સરકારનો રૂપિયો કયાંથી આવશે અને કયાં જશે ૨૦૨૨-૨૩ની અંદર રાજય સરકારની જે જીએસટીની આવક હતી અને ૨૦૨૫-૨૬માં જે જીએસટીની આવક છે ૨૦૨૨-૨૩માં ૨૩.૯૩ ટકા આ રાજય સરકારની જીએસટીની આવક હતી જે ૨૦૨૫-૨૬ની અંદર ૨૧.૯૬ ટકા થઇ છે. એટલે ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં ૨૦૨૫-૨૬માં ૧.૯૭ ટકાનો ઘટાડો થયો છે. રાજયના જે વેરાઓ છે જીએસટી સિવાયના જે ૨૦૨૨-૨૩માં ૨૫.૮૦ ટકા હતા તે ૨૦૨૫-૨૬ની અંદર ૨૧.૨૬ થયા છે. એટલે રાજયના વેરા જીએસટી સિવાયના ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં ૨૦૨૫-૨૬માં ૪.૫૪ ટકાનો ઘટાડો બતાવે છે. અને એવી જ રીતે જે રાજયોનું દેવુ ૨૦૨૨-૨૩માં ૨૧.૧૭ ટકા હતું તે આજે ૨૦૨૫-૨૬માં ૨૪.૪૦ ટકા થયુ છે એટલે ૨૦૨૨-૨૩ના પ્રમાણમાં આ રાજયનું દેવુ ૩.૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com