વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટેરિક લાદવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ 2 એપ્રિલથી આ ટેરિક લાદવા જઈ રહ્યા છે. ભારત પણ ટેરિક ધરાવતા દેશોની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં, પારસ્પરિક ટેરિક ભારત માટે પણ ખૂબ નુકસાનકારક બની શકે છે. ટ્રમ્પ ટેરિક ખાસ કરીને ભારતના અર્થતંત્ર પર અસર કરશે કારણ કે અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. આવી સ્થિતિમાં, જાણો ટ્રમ્પ ટેરિફથી ભારતના કયા ક્ષેત્રો પ્રભાવિત થશે? જેમાં જણાવીએ, તો આમાં આઇટી, કાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ, કાપડ અને સ્ટીલ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. ભારતના આવા કેટલાક ક્ષેત્રો યુએસ ટેરિફથી પ્રભાવિત થઇ શકે છે.
1. આઇટી ક્ષેત્ર પર અસર : ભારતનું આઇટી ક્ષેત્ર અમેરિકા પર ખૂબ નિર્ભર છે. ભારતની મુખ્ય આઇટી કંપનીઓ જેમ કે ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો અને એચસીએલને અમેરિકાથી મોટા પાયે વ્યવસાય મળે છે. ટ્રમ્પની સંભવિત ટેરિક નીતિ અને વિઝા નિયમોમાં ફેરફાર આઇટી કંપનીઓને નવા પ્રોજેક્ટ્સ મેળવવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. જો H-1B વિઝાની શરતો કડક કરવામાં આવે તો ભારતીય વ્યાવસાયિકોને અમેરિકામાં કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે, જેના કારણે વ્યવસાય વૃદ્ધિ પર અસર પડશે.
2. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં આંચકો : ભારત અમેરિકાને જેનેરિક દવાઓનો સૌથી મોટો સપ્લાયર છે. ભારતીય કાર્મા કંપનીઓ (સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ, સિપ્લા, લ્યુપિન) અમેરિકન બજારમાંથી અબજો ડોલર કમાય છે. જો ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતીય દવાઓ પર વધુ ટેરિફ લાદે છે, તો તેમની કિંમતો વધી શકે છે, જેની સીધી અસર નિકાસ પર પડશે. આ ઉપરાંત, જો FDA (યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) ના નિયમો કડક કરવામાં આવે તો ભારતીય દવા કંપનીઓની નિકાસ ક્ષમતા પર અસર પડી શકે છે.
૩. ઓટોમોબાઈલ ક્ષેત્રનો પડકાર : ટાટા મોટર્સ, મહિન્દ્રા અને મારુતિ સુઝુકી જેવી કંપનીઓ માટે અમેરિકા એક મહત્વપૂર્ણ બજાર છે. જો ટ્રમ્પ આયાત ડયુટીમાં વધારો કરશે તો ભારતીય કાર કંપનીઓને અમેરિકામાં કાર વેચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઇલેક્ટ્રિક વાહન અને ઓટો કમ્પોનન્ટ ક્ષેત્રોને પણ ફટકો પડી શકે છે, જેના કારણે રોકાણમાં ઘટાડો થઇ શકે છે.
4. કાપડ ઉધોગ પર અસર : ભારતીય કાપડ અને વસ્ત્ર ઉધોગ અમેરિકામાં મોટા પાયે નિકાસ કરે છે. જો ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતીય કાપડ પર વધુ ટેરિફ લાદે છે તો ભારતીય કંપનીઓના ભાવ સ્પર્ધામાં પાછળ રહી શકે છે. આનાથી બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા સ્પર્ધાત્મક અર્થતંત્રોને ફાયદો થઈ શકે છે.
5. સ્ટીલ અને એલ્યુમિનિયમ ક્ષેત્ર પર અસર : ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા હતા. જેના કારણે ભારતીય નિકાસકારોને ભારે નુકસાન થયું હતું. જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બને છે તો ભારતના સ્ટીલ અને મેટલ ઉધોગને ભારે અસર થઇ શકે છે. JSW સ્ટીલ, ટાટા સ્ટીલ અને SAIL જેવી કંપનીઓની નિકાસ ઘટી શકે છે.