રાજ્યના રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, જામનગર જેવા શહેરોમાંથી તોડબાઝ બાગડ બિલ્લાઓની તપાસ શરૂ

Spread the love

 

RTIના નામે “રાઇટ ટુ ઇન્કમ” સમજનારા તોડબાજોને સેન્ટ્રલ જેલ વેલકમ, નહીતો ગુજરાત છોડોનું ગૃહમંત્રીનું અભિયાન


અધિકારી તંત્ર ત્રસ્ત, RTI તોડબાજો મસ્ત, ગૃહમંત્રી પ્રજાની ફરિયાદોના પ્રશ્ને વ્યસ્ત

 

 

ગાંધીનગર

ગાંધીનગર રાજયમાં RTIના નામે “રાઇટ ટુ ઇક્રમ” સમજનારા અને ગુજરાતના દરેક ખૂણા એવા મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, કલેક્ટર કચેરી, ભૂસ્તર કચેરીએ તો આ લોકોનો અડ્ડો બની ગયો છે, આખો દિવસ પડ્યા પાથર્યા રહેતા તત્વો સામે હવે રાજય સરકારના ગૃહમંત્રીએ મુહીમ તેજ કરવા દરેક અધિકારીને આવા તોડબાજોનું લિસ્ટ બનાવીને કાર્યવાહી કરવા માટે આદેશો આપ્યા છે. અનેક ધારાસભ્યથી લઈને અધિકારીઓ, કર્મચારીઓ પણ ત્રસ્ત થઈ ગયા છે,

બાકી આર.ટી.આઈનાં પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ, ગૃહ રાજ્યમંત્રી હું સંત્રીએ વિધાનસભાની અંદર આવા લોકોને ચેતવણી આપી છે. વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત દર મહિને એક વાર પોલીસ કમિશનર / પોલીસ અધિક્ષક અને પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક યોજાઇ રહી છે, તેમાં સુરત ખાતે આર.ટી.આઈ કાયદાનો દુરૂપયોગ કરી સામાન્ય નાગરિકોના પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનો એક ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યો હતો. ત્યાર બાદ આર.ટી.આઈ કાયદાનો દુરૂપયોગ કરનાર ચીટર ગેંગના સભ્યોને એક પછી એક પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે. મંત્રીએ જણાવ્યુ કે, લોકોમાં જાગૃતતા લાવવા, સરકારી સીસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા, પારદર્શકતા લાવવા આર.ટી.આઈનો પવિત્ર કાયદો અમલમાં છે, ત્યારે આ કાયદાનો દુરૂપયોગ કરનાર શખ્સો સામે ગુજરાત પોલીસે રાજજ્યભરમાં કુલ ૯૭ગુનાઓ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરી છે, જે એક શરૂઆત છે.

આવનારા દિવસોમાં આવા તત્વો હજુ સખતાઇપૂર્વક કરવામાં આવશે. આકાષદાનો દુરૂપયોગ વિવિધ જાવ કે જેલમાં જાવ”ની કડક ચેતવણી ગૃહ રાજય મંત્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી છે. સુરત શહેરમાં સરકારી કચેરીઓમાં આરટીઆઈ કાર્યકર્તા કરાયેલી અરજીના બ્લેકમેલ કરીને જેના આધારે તોડ કરતા આવા આરટીઆઈ કરનાર વિરુદ્ધ ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત એક્શન લીધા હતા જેમાં અત્યાર સુધી ૪૮ થી વધુ ફરિયાદો દાખલ થઈ ચૂકી છે અને અમુકને પાસા હેઠળ જેલ ભેગા મોકલી આપ્યા હતા પરંતુ હવે આરટીઆઈ કરતાં ઘરેથી ફાઈલો અને ઘરના દસ્તાવેજ સાથે નકશા મળી આવ્યા હતા. આ બાબતે પોલીસે ગંભીર તપાસ હાથ ધરી છે અને આગામી દિવસમાં આરટીઆઈ કરનારની સાથે સરકારી કોઈ કર્મચારી નું ઇન્વોલ્વમેન્ટ હશે તેના વિરુદ્ધ પણ પગલાં ભરવાના અને એસીબીની તપાસ કરવામાં આવશે.

સુરત શહેરમાં અલગ અલગ ઝોન માંથી કરવામાં આવેલી આર.ટી.આઈ ના આધારે પોલીસે મહત્વની તપાસ આદરી છે. સરકારી વિભાગમાં આર.ટી.આઈનો દુરુપયોગ રોકવા માટે સુરતના પૂર્વ ના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા રાજયના મુખ્યમંત્રી લેખિત ફરિયાદ કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા સંકલનની સંદર્ભે પોલીસ કમિશનરને આર.ટી.આઈ કુંતિઓ વિરુદ્ધ પગલાં ભરવાનું જણાયું હતું જેના આધારે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સમગ્ર તપાસ એસોજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપ નકુમને સોપી હતી અને ધીરે ધીરે મહાનગરપાલિકાના સૈન્ટરઝોનના અધિકારી દ્વારા આપવામાં આવેલી આરટીઆઈ કરતાં ઓના નામના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને જોત જોતમાં રાજયભરમાં આરટીઆઈ કરનારો વિરુદ્ધ બૂમ ઉઠો પામી હતી સુરત શહેર પોલીસ કમિશનરે આરટીઆઈ કરનાર વિરુદ્ધ ભગીરથ કાર્ય હાથ ધર્યા બાદ સુરત શહેરમાં છેલ્લા ૧૫ દિવસની અંદર ૪૮ થી વધુ ફરિયાદો થવા પામી છે જેમાં અલગ અલગ સરકારી કચેરીઓમાંથી આરટીઆઈ કરનારો વિરુદ્ધ અધિકારીઓ લિસ્ટ મોકલી રહ્યા છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ આ કાર્ય અંગે રાજય સરકારના વિધાનસભા પૂછ આવ્યા હતા અને તેની અંદર ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આર.ટી.આઈ નો કાયદો સારા હેતુ માટે હતો પરંતુ લોકો તેનો દુરુપયોગ કરી ને પૈસા પડાવવાનો ધંધો શરૂ કર્યો છે આવા લોકોનો વિરુદ્ધ કાયદાના કડક પગલાં ભરવા નો નિર્દેશ આપવામાં આવ્યો છે જેના આધારે દિવસે દિવસે અલગ અલગ સરકારી કચેરીઓમાં આરટીઆઈ કરનારોની લિસ્ટ બહાર આવવા પામી છે સુરતમાં આરટીઆઈ કરનાર લોકો કાર્યવાહી દરમિયાન પોલીસને ઘણી ચોકાવનારી માહિતીઓ પણ મળી છે જેમાં કેટલાક આરટીઆઈ કરનારાઓના ઘરમાંથી ઘરના નક્શા દસ્તાવેજ અને અન્ય પુરાવો પણ મળ્યા છે જેની પાછળ એના ઘરના નકશા અને દસ્તાવેજ મળે એ પાછળ ઘણા બધા થવા સંદર્ભમાં પોલીસે હવે ઊંડી તપાસ શરૂ કરી છે અને જ્ય સરકારે પણ આ બાબતે આરટીઆઈ કરનારની સાથે કોઈ સરકારી અધિકારી કે અન્ય કોઈ વ્યક્તિનું ઇન્વોલ્વમેન્ટ હશે અને તે લોકોના કોલ ડીટેલ લિસ્ટ સાથે ડિજિટલ પુરાવા પણ મળશે તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી સાથે એસીબીની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવા સંકેતો આપી દેવામાં આવ્યા છે

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આર.ટી.આઈ કરનારો પર પગલાં ભરવાને લઈને આજે એટલી જ સરકારી કચેરીઓમાં એણે જમાવીને બેસેલા આરટીઆઇ કાર્યકર્તાઓ ગાયબ થઈ ગયા છે કેટલા આરટીઆઈ કરનારો સુરત છોડી  દીધું છે હાલમાં સુરત પોલીસે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ૪૦ થી વધુ આરટીઆઈ કાર્યકર્તા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ લોકો પાસે મળેલા ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાના આધારે પોલીસે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે આગામી સમયમાં આર.ટી.આઈ કાર્યકર્તા સાથે સંબંધ ધરાવનાર સરકારી અધિકારી પણ શંકા ના ડાયરામાં આવી ગયા છે અને તેઓ વિરુદ્ધ પણ રાજ્ય સરકાર દ્વારા એસીબી અને પોલીસ ફરિયાદ થઈ શકશે? સુરત શહેર મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન માંથી આર.ટી.આઈ કરનાર કાર્યકર્તાઓનું લિસ્ટ ના આધારે ઊંડી તપાસ હાથ ધરોમાં આવી છે સુરત શહેરમાં આર.ટી.આઈ કાર્યકર્તાઓ નું લિસ્ટ દિવસે મોટું થઈ રહ્યું છે આ સમગ્ર તપાસ એસઓજીના નાયબ પોલીસ કમિશનર રાજદીપ નકુમ ના નેતૃત્વમાં થઈ રહ્યું છે

હાલમાં આરટીઆઈ કાર્યકર્તાઓને પાસા હેઠળ અટકાયત રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે આરટીઆઈ દ્વારા નિર્દોષ લોકોને રંજડવામાં આવે છે જેના કારણે ઘણી વાર સત્તાનો ઉપયોગ થઈ રહ્યો છે અને આવા દૂર ઉપયોગ કરનારા ઉપર પોલીસે ગંભીર ગુનાઓ નોંધીને આર.ટી.આઈ કરનારો પર સખત પગલાં ભરવાનો શરૂ કરવામાં આવ્યું છે.

 

 


આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં RTI તોડબાજો એવા RTIના નામે “રાઇટ ટુ ઇક્રમ” સમજનારા તોડબાજો સામે ACB થી લઈને ક્રાઈમ બ્રાન્ચ પણ ત્રાટકવાની છે, RTI મેળવ્યા બાદ જે તે અરજદારની વિરુદ્ધ કરેલ RTIમાં અરજદારો અત્યાર સુધી ફરિયાદ કરવા સામે આવ્યા નથી, પણ હવે આવશે,


ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રશ્ને ખૂબ જ ગંભીરતા લઈને સુરતમાં તોડબાજોની લાલ કર્યા બાદ હવે અન્ય જિલ્લાઓની ફરિયાદો ઢગ ખડકાયા છે, સુરતનું તો કશું નહીં, તેવા તોડબાજોના કાંડ બહાર આવે તેવી શક્યતા સૂત્રો જણાવી રહ્યા છે, તોડબાજોનો RTIનો આંકડો ત્રણ આંકડામાં હશે અને આવનારા દિવસોમાં સુરતથી પણ મોટું તોડબાઝોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે,


આરટીઆઈ કાર્યકર્તાઓના ઘરેથી મળેલા નકશા અને દસ્તાવેજ ના આધારે પોલીસ તપાસ હાથ ધરશે અનુપમસિંહ ગેહલોત, રાજ્યભરમાં આર.ટી.આઈ કાર્યકર્તાઓ પર પગલાં ભરનાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના ભગીરથ કાર્ય ની નોંધ વિધાનસભામાં લેવાય અને સુરત મોડલના આધારે રાજ્યભરમાં આરટીઆઈ કાર્યકર્તા વિરુદ્ધ ગુના નોંધાશે, રાજ્ય સરકારના વિધાનસભામાં કડક નિર્દેશ બાદ આરટીઆઈ કાર્યકર્તા સાથે સંબંધ ધરાવતા સરકારી કર્મચારી કે અધિકારી પર પણ સરકાર દ્વારા પોલીસ ફરિયાદ કે એસીબી ના પગલાં ભરવામાં આવશે?, સુરતમાંથી આર.ટી.આઈ કાર્યકર્તા નો ઘરમાંથી મળી આવેલી ફાઈલ અને નકશા ના આધારે તપાસમાં મોબાઈલ સી ડી આર અને ડિજિટલ ચેટના પુરાવા ના આધારે ગુનો નોંધાશે સાથે બેથી વધુ ગુના નોંધાયા હશે તેવા આરટીઆઇ કાર્યકર્તાઓ પર પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલ ભેગા કરવામાં આવશે


 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com