RTIની આડમાં તોડપાણી કરતા તત્વોને સીધા ઢોર કરવા ગલી-ગલીએ ગોતી ગોતીને કાર્યવાહી કરાશે હર્ષ સંઘવી

Spread the love

 

RTI તોડબાજોના મહાનગરપાલિકા સરકારી કચેરીઓ ખાતે અડ્ડા, રાઈટ-ટુ-ઇક્રમ સમજનારા તત્વો પર તંત્ર ત્રાડકશે


પોલીસની કાર્યવાહીથી લેભાગું તત્વો એવા બાગડ બિલ્લાઓ ડરના માર્યા ભૂગર્ભમાં ગાયબ

 

સુરત

ગુજરાતના સુરતથી RTI તોડબાજી કરતાં તત્વો સામે સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા જે મુહિમ લોકોની ફરિયાદોના પગલે તેજ કરી તેમાં ખૂબ જ મોટી સફળતા કહી શકાય, RTI તોડબાજોનો મુદ્દો વિધાનસભામાં આજે ચમક્યો હતો, ત્યારે ધારાસભ્ય અરવિંદ રાણા ઉદયકાનગડ, અલ્પેશજી ઠાકોર, કેયુર રોકડિયા દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો હતો, અને RTIને ઇક્રમ બનાવીને બેઠેલા અનેક તત્વો સામે હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપીને તમામ ગુજરાતમાંથી RTI કરનારા ના પાંચ વર્ષનું લિસ્ટ બનાવીને કેટલી RTI કરી છે, તેની ગુપ્ત રાહે ખૂબ જ ધમધમાટ સાથે તપાસ શરૂ કરાવી દીધી છે, ત્યારે ગૃહમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય અરવિંદ રાણાને અનેક લોકોની ફરિયાદો મળી હતી અને તોડબાજોઓનો તરખાટ સામે ગૃહમંત્રીનો ખખડાટ જોવા મળ્યો હતો. અને સંકલન બેઠકમાં આ પ્રશ્રે ગંભીરતા લેવામાં આવી હતી સંકલન બેઠકમાં RTIનો મુદ્દો ગાજ્યો, ત્યારે કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારબાદ ફરિયાદના પગલે તપાસ કરાવતા હતા, સુરતમાં મોટું રેકેટ બહાર આવ્યું હતું, ત્યારે RTIની આડમાં ૨૪ ગુનાઓ દાખલ સુરતમાં કરવામાં આવ્યા છે, અખબાર અને પ્રચાર પ્રસાર માધ્યમથી ૧૪ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. ત્યારે એક પત્રકારને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યા છે, ફક્ત સુરત શહેરમાં આરટીઆઈની યાર્ડમાં ૩૮ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે, RTIના પ્રશ્ને કેયુર રોકડિયા દ્વારા જણાવેલ કે, ચોપાનિયા ચલાવતા અને માંડ પાંચ કોપી છાપીને ગ્રાહક વાચક પણ પોતે અને અખબાર અને પત્રકારના મોહરા પહેરીને તોડ કરતાં તત્વો સામે કાર્યવાહીની માંગ કરેલ હતી, જેમાં ઉદય કાનગડ દ્વારા જણાવેલ કે RTIની માહિતી શિક્ષણ જગતથી માંગેલ હોય અને કોઈ તોડબાજો પર કાર્યવાહી થયેલ હોય, તેમાં મહેન્દ્ર પટેલ સેકટર-૭ ગાંધીનગર ખાતે રહેતા ઈસમનું નામ ઉછળ્યું હતું અને ૩૦૦ થી વધારે ફાઈલો તેના ઘરમાંથી કબજે કરી હોવાનું અને કરોડોની રકમ CID પોલીસ દ્વારા પકડી હોવાનું ગૃહ મંત્રીએ જણાવ્યું હતું. વધુમાં RTIના પ્રશ્ને દક્ષિણના એમએલએ અલ્પેશજી ઠાકોર દ્વારા જણાવેલ કે અન્ય જિલ્લાઓની માહિતી મેળવીને તોડપાણી કરતા તત્વો અને લોકોને હેરાન પરેશાન કરી રહ્યા છે, તે સંદર્ભે ગૃહમંત્રીએ જણાવેલ કે ગલી-ગલીમાંથી આવા તત્વોની માહિતી જે RTI દ્વારા માંગેલ છે તેમાં કેટલી RTI કરેલી છે? તેનો ધ્યેય શું હતો? RTI કર્યા બાદ તોડપાણીની ફરિયાદ છે કે કેમ? અને જે ઈસમની RTI થઈ હશે, તો તેને પણ આ સંદર્ભે પુછવામાં આવશે, ત્યારે આવનારા દિવસોમાં તોડબાજો અને RTIના નામે ઇક્રમ બનાવીને વેપલો કરનારા અનેક બાગડ બિલ્લાઓને સરકાર હવે બિલમાંથી ગોતી-ગોતીને બહાર કાઢી જેલમાં ધકેલવા ઉચ્ચ કક્ષાએ તૈયારી આરંભાઈ ગઈ છે. RTI તોડબાજો એવા ચીટર ગેંગ તરીકે ગૃહમંત્રીએ પ્રયોજ્યા છે, રાજ્યમાં હૈરાનગતિ કરનાર આવા તત્વો સામે મક્કમગતિએ સરકાર રે સૂચના આપીને સીધા ઢોર કરવા પોલીસ તંત્રને લગાડી દીધું છે, આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં સુરત શહેર કરતા પણ ચોકાવનારા આંકડા, અમદાવાદ, ગાંધીનગરના RTI તોડબાજોનો હશે, તેવું પણ સૂત્રો દ્વારા  જાણવા મળેલ છે. એક RTI તોડબાજો હવે મહાનગરપાલિકા કલેક્ટર કચેરી ફૂડ એન્ડ ડ્રગ બુસ્ટરની કચેરી તાલુકા પંચાયતમાં આખો દિવસ પડ્યા પાછળ રહેતા હોય છે, ત્યારે આ તોડબાજો ઘણા કોન્ટ્રાક્ટરોથી લઈને અધિકારીઓની RTI કરીને નાણાઉલેસી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે, એક અધિકારીની ૧૦ RTI થઈ હોવાનું અને તે અધિકારી પાસેથી લાખો રૂપિયાની નાણાંની માંગણી કરી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાઈટ-ટુ-ઇન્ફોર્મેશનનો કાયદો પારદર્શક વહીવટ માટે બનાવ્યો છે આજે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે, RTI એક્ટિવિસ્ટ તોડપાણી કરતા હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા ગૃહ મંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું,

 

 

 

ધંધો કરનારા, કચેરીમાં અડિંગો જમાવનારાની યાદી બનશે
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકારી કચેરીઓમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જેનો પંપો જ માત્ર આરટીઆઈ કરવાનો છે, જેને સવારથી સાંજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે બીજું કોઈ કામ નથી અને માત્ર આરટીઆઇ જ કરતા રહે છે. સરકારી કચેરીઓમાં બેસી રહે છે એવાની એક યાદી ગુજરાત પોલીસ બનાવી રહી છે. એન્ટિ-કરપ્શન બ્યુરો બનાવી રહી છે અને આવનારા દિવસોમાં મુખ્યમંત્રીની સૂચનાથી ગુજરાત પોલીસ ખુબ મજબૂતાઈથી નિરીક્ષણ કરી કડક પગલા ભરવામાં આવશે.

 


ગુજરાતમાં RTI એક્ટિવિસ્ટનું એસીબી યાદી તૈયાર કરી રહી છે, સ્થાનિક કક્ષાએ પોલીસ કમિશનર અને જિલ્લા એસપીને પણ આવા લે ભાગુ RTI એક્ટિવિસ્ટની યાદી માટે સૂચના આપી છે, તથા CID CRIME પણ હવે મેદાને ઉતરશે, સુધરી જાઓ કે જેલમાં જાઓની કડક ચેતવણી ગૃહમંત્રીએ આપી છે, ત્યારે હવે RTIના કાયદાને ઈક્રમ બનાવનારા અનેક તત્વો સામે ગંગાજળથી સાફ-સફાઈ કરાશે, તોડપાણી RTI કરનારા કચેરીમાં અડીંગો જમાવીને બેસી રહેતા તત્વોની યાદી બનશે,


 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.