બાંગ્લાદેશ
ગયા વર્ષે ઓગસ્ટમાં વડા પ્રધાન શેખ હસીના બાંગ્લાદેશ છોડ્યા પછી વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનેલા મોહમ્મદ યુનુસ સતત ભારત વિરુદ્ધ કાંટા વાવવામાં રોકાયેલા છે. ક્યારેક તે પાકિસ્તાન સાથે નાચે છે અને કયારેક તે ચીનના ખોળામાં બેસીને ભારત વિરુદ્ધ કાવતરું ઘડે છે. હવે યુનુસ વાટકી લઈને ચીન ગયા હતા ત્યાંજો તેમણે પોતાના દેશના વિકાસ માટે કે અન્ય કોઈ કામ માટે શી જિનપિંગ સમક્ષ હાથ લંબાવ્યો હોત, તો કોઈને કોઈ વાંધો ન હોત. પણ, તેણે ત્યાં પણ પોતાની ચાલ બતાવવી પડી. તેથી, તેઓએ ચીનને કહેવાનું શરૂ કર્યું કે ભારતના ઉત્તર-પૂર્વના સાત રાજ્યોમાં સમુદ્ર નથી, તેથી ચીન બાંગ્લાદેશમાં રોકાણ કરીને મોટો નફો કમાઈ શકે છે. શું આ વાત કરવા જેવી વાત છે? જો તમારે ચીનના ખોળામાં બેસીને પૈસા મેળવવા હોય તો લાવો. આમાં ભારતનું નામ કયાંથી આવી રહ્યું છે?
હકીકતમાં, યુનુસે તાજેતરમાં ચીનની ચાર દિવસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ચીનને બાંગ્લાદેશમાં તેની આર્થિક હાજરી વધારવા કહ્યું. યુનુસે એમ પણ કહ્યું કે ભારતના સાત ઉત્તરપૂર્વીય રાજ્યો (જેને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે) સમુદ્રથી કપાયેલા છે અને આ ક્ષેત્રમાં બાંગ્લાદેશ એકમાત્ર સમુદ્રનો માર્ગ છે. તેમના નિવેદનથી ભારતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું બાંગ્લાદેશ હવે ભારત વિરુદ્ધ ચીન સાથે રણનીતિ બનાવી રહ્યું છે. યુનુસના આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. પીએમ મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે પણ ખુદ પ્રશ્નો ઉઠાવ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે યુનુસને તેમનું નિવેદન પાછું ખેંચવા કહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે યુનુસે આ નિવેદન ચીનના ઈશારે આપ્યું હતું, જેથી ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોમાં તણાવ પેદા થાય. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે યુનુસનું આ નિવેદન માત્ર ભારતનું અપમાન નથી, પરંતુ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વેપાર અને માર્ગો અંગે થયેલા કરારોની પણ અવગણના કરે છે. તેમણે કહ્યું કે ભારતના સાત પૂર્વોત્તર રાજ્યો દેશનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ભારત પાસે લાંબી દરિયાઈ સરહદ અને ઘણા મોટા બંદરો છે, જે સમગ્ર દેશની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ઉત્તર-પૂર્વીય રાજ્યો સમુદ્રથી અલગ નથી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનૂની કરારો છે, જેની સાથે આ રાજ્યો જોડાયેલા છે. ભારત માને છે કે યુનુસનું આ નિવેદન ખોટું છે અને તેને સુધારવું જોઈએ.
યુનુસે તેમની મુલાકાત દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા અને નવ કરારો પર હસ્તાક્ષર કર્યા. તેમણે કહ્યું કે ભારતના સાત રાજ્યો સમુદ્રથી ઘણા દૂર છે. આપણી પાસે સમુદ્ર છે, તેથી આપણે આ પ્રદેશ માટે એક મોટી તક છીએ. ચીન આપણામાં રોકાણ કરી શકે છે, માલનું ઉત્પાદન કરી શકે છે અને વેપારનો વિસ્તાર કરી શકે છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં જોવા મળ્યું, જેના પછી ભારતમાં પ્રશ્નો ઉભા થવા લાગ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે પ્રશ્નો ઉઠાવ્યો કે યુનુસે ભારતના રાજ્યોનો ઉલ્લેખ કેમ કર્યો. તેમણે કહ્યું કે જો ચીન બાંગ્લાદેશમાં રોકાણ કરે તો કોઈ વાંધો નથી. પરંત ભારતના સાત રાજ્યોનો તેમણે કહ્યું કે જો ચીન બાંગ્લાદેશમાં રોકાણ કરે તો કોઈ વાંધો નથી, પરંતુ ભારતના સાત રાજ્યોનો ઉલ્લેખ કરવાનો શું અર્થ છે?
ચીનને એક સારો મિત્ર ગણાવતા યુનુસે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો હવે એક નવા તબક્કામાં -વેશ કરશે. શનિવારે ચીનથી પરત ફરતી વખતે તેમણે ચીની સમાચાર એજન્સી શિન્હુઆને આ વાત કહી. તેમની મુલાકાત ૨૬ માર્ચે શરૂ થઈ હતી, જ્યારે તેઓ બોઆઓ ફોરમ ફોર એશિયાના વાર્ષિક પરિષદમાં હાજરી આપી હતી. શનિવારે, પેકિંગ યુનિવર્સિટીએ તેમને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી અને તેમણે ત્યાં એક વ્યાખ્યાન પણ આપ્યું.
આ મુલાકાત દરમિયાન, બાંગ્લાદેશે ચીન પાસેથી ૨.૧ બિલિયન ડોલર (લગભગ રૂ. ૧૭,૫૦૦ કરોડ) ના રોકાણ, લોન અને અનુદાનનું વચન મેળવ્યું. બંને દેશોએ તિસ્તા નદી વ્યાપક વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન મેજેક્ટ (TRCMRP) માં ચીની કંપનીઓને સામેલ કરવા માટે પણ સંમતિ દર્શાવી. આ પ્રોજેક્ટ પહેલા ભારત સાથે ચર્ચામાં હતો, પરંતુ હવે ચીનની ભાગીદારી ભારતની ચિંતાઓમાં વધારો કરી શકે છે. આ પરિસ્થિતિ ભારત માટે ચિંતાજનક છે કારણ કે તેણે બાંગ્લાદેશની સ્વતંત્રતામાં મોટી ભૂમિકા ભજવી હતી.