શહેરોના વિકાસ અને આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ : નાયબ મુખ્યમંત્રિ નીતિનપટેલ

Spread the love

નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, શહેરોના સર્વાંગી વિકાસ અને આંતર માળખાકીય  સુવિધાઓ પૂરી પાડવાના મક્કમ નિર્ધાર સાથે આજે અમે આગળ વધી રહ્યાં છીએ જેના પરિણામે દેશના સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેરોમાં ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર શહેરની પસંદગી થઇ છે. તે જ દર્શાવે છે કે, ગુજરાત આજે શહેરી વિકાસ ક્ષેત્રે દેશનું રોલ મોડલ પુરવાર થઇ રહ્યું છે.

  આજે ગુજરાત વિધાનસભા ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની વર્ષ ૨૦૨૧-૨૨ની અંદાજપત્રની  કુલ ૧૩૪૯૨.૭૫ કરોડની માંગણીઓનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, રાજ્યની આશરે ૪૩% થી વધુ વસ્તી આજે શહેરોમાં વસે છે ત્યારે શહેરીજનોને વિવિધ પ્રકારની માળખાકીય સુવિધાઓ મળી રહે તે માટે પૂરતી નાણાંકીય જોગવાઈ કરી છે.વર્ષ-૨૦૦૯માં શરૂ કરવામાં આવેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના આગામી વર્ષ ૨૦૨૩-૨૦૨૪  સુધી લંબાવવામાં આવી  છે  તેની  જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે  આ યોજના હેઠળ શહેરોમાં આંતર માળખાકીય સુવિધાસાથે રોડ, રસ્તા, પાણી, વીજળી, ભૂગર્ભ ગટર, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન, જનભાગીદારી યોજના હેઠળ ખાનગી સોસાયટીઓમાં માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં આ યોજના હેઠળ આશરે રૂ.૩૯,૦૦૦ કરોડ જેટલી માતબર રકમ શહેરી વિસ્તારો માટે ફાળવવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ આ યોજના હેઠળ રૂ.૪૫૬૩ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે.

      નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે  શહેરમાં વસતા ગરીબ અને મધ્‍યમ વર્ગના પરિવારોને પોતાના  ઘરના  ઘર નું સ્વપ્ન પૂર્ણ કરવા  રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની નિતિને સુસંગત રાજય સરકારશ્રીની મુખ્યમંત્રી ગૃહ યોજનાને સાંકળી રૂ. ૧.૦૦ લાખ ની કૌટુંબિક વાર્ષિક આવકની મર્યાદામાં સુધારો કરી રૂ. ૩.૦૦ લાખ કરવા માં આવી  છે.એટલું જ નહિ નવીન કેટેગરી તરીકે ઇડબલ્‍યુએસ-૧ કેટેગરી ૩૦ ચો.મી. સુધીના આવાસો માટે તથા ઇ.ડબલ્‍યુ.એસ.-ર કેટેગરી ૩૧ થી ૪૦ ચો.મી. સુધીના આવાસોનો લાભ આપવા માટે ઠરાવ કરી અત્‍યાર સુધીમાં અંદાજે ૭ લાખ જેટલા આવાસો મંજૂર કરાવવામાં આવ્યા છે. શહેરી આવાસન માટેની આ યોજના  માટે    રૂ. ૯૩૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે.નાબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે  સ્વચ્છ ભારત મિશન હેઠળ શહેરોને સ્વચ્છ બનાવવા અને નાગરીકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળે તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી એ મહાત્મા ગાંધી  સ્વચ્છતા  મિશન  ઉપાડ્યું છે. આ  માટે કુલ રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજના હેઠળ શહેરોમાં શૌચાલયો, કોમ્યુનીટી ટોઇલેટનું બાંધકામ કરવામાં આવે છે. ઝીરો વેસ્ટ ડસ્ટ ફ્રી સીટીઝનો કોન્સેપ્ટ સિધ્ધ કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારો માં સસ્તી, ઝડપી  અને અવરજવર ની  સુવિધા શહેરીજનો માટે પૂરી  પાડવા કટિબદ્ધ આ સરકારે અમદાવાદ તથા સુરત મેટ્રો રેલની કામગીરી માટે રૂ.૫૬૮ કરોડની ફાળવણી કરી છે.

        અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-૧ ની કુલ ૪૦.૦૩ કિ.મી. લંબાઇ પૈકી ૨૬.૭૮ કિ.મી.નું સીવીલ વર્ક્સનું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે.તેમજ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ,  બીજા તબકકા  એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ –૨૮.૨૬ કિ.મી.છે.આ તબક્કામાં કુલ સ્ટેશન – ૨૨નો સમાવેશ થાય છે જે અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.   તેવીજ રીતે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ, તબક્કા -1માં ની કુલ લંબાઈ ૪૦.૩૫ કિ.મી માં એલિવેટેડ કોરિડોરની કુલ લંબાઈ – ૩૩.૮૮ કિ.મી. અને ભૂગર્ભ કોરિડોરની કુલ લંબાઈ – ૬.૪૭ કિ.મી. છે આમ કુલ લંબાઈ ૪૦.૩૫ આ કોરીડોરમાં કુલ સ્ટેશન – ૩૮ સ્ટેશન આવેલા છે જેમાં એલિવેટેડ સ્ટેશનોની સંખ્યા – ૩૨ અને ભૂગર્ભ સ્ટેશનોની સંખ્યા – ૬ છે. આ પ્રોજેક્ટ અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યમાં અકસ્માતે થતી આગની ઘટનાઓને નિવારવા અને ઘટના સ્થળે તુરંત અગ્નિશામક સાધનો અને માનવબળ પહોંચી શકે તે માટે ફાયર સેફટી ઓફિસરોની નિયુક્તી કરવા. માં આવશે. આ માટે નવું લોંચ કરવાનું થતું ફાયર સેફટી કોપ પોર્ટલ અન્વયે તાલીમ કેન્દ્ર ખાતે આઉટ સોર્સિંગથી મહેકમ, માનદવેતન અને આઇ.ટીના સાધનો તથા સાધન સામગ્રી ખરીદવા માટે કુલ રૂ.૬૦ કરોડની નવી બાબત તરીકે ફાળવણી કરવામાં આવી છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે  અમૃત મિશન અંતર્ગત રાજ્યના ૩૧ શહેરોનો સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે ૮ મહાનગરપાલિકા + ૨૨ વર્ગ ‘અ’ ની નગરપાલિકા + દ્વારકા નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવેલ છે. તે અંતર્ગત માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન પૂરી પાડવા ચાલુ વર્ષે રૂ.૬૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્ય ના શહેરો માં સલામતી ના  સાધનો  સહિત તમામ  સુવિધા ઓ મળી  રહે તે અંતર્ગત સ્માર્ટ સિટી મિશન  હાથ  ધરાયું  છે.ભારત સરકાર મહત્વપૂર્ણ કાર્યમાં શહેરીજનોનું જીવનઘોરણ ઉંચુ આવે તેવાં ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ છે. રાજયના ૬ સ્માર્ટ સીટી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ સ્માર્ટસીટી મિશન અંતર્ગત એરીયા બેઝ વિકાસના માટે કામો, એરીયા રીડેવલપમેન્ટ, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, CCTV ઇન્ટરનેટ કનેકટીવીટી વગેરે કામો માટે ચાલુ વર્ષે રૂ.૭૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નાયબ  મુખ્યમંત્રી શ્રી એ જણાવ્યું કે ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા યોજવામાં આવેલ સ્માર્ટ સીટી એવોર્ડ પ્રતિયોગિતા અંતર્ગત ગુજરાત રાજયની સ્માર્ટ સીટીસ ને વિવિધ શ્રેણીઓમાં ૧૩ એવોર્ડ મળેલ છે. જેમાં સુરત શહેરને “Best City” તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે અને વડોદરા શહેરના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના પ્રોજેકટને “Project Award for Governance” તરીકે ચયન કરી એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની  માંગણી મંજૂર કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com