દેશમાં અને રાજ્યોમાં કોરોના ના કેસો માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહામારીમાં ગુજરાત સરકારના મંત્રી મંડળના સ્ટાફને પણ કોરોના નો ચેપ લાગ્યો છે. ત્યારે ચાર જેટલા મંત્રીઓના સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે.
કોરોના ની રફતાર તેજ પકડી છે ત્યારે કેબિનેટ મંત્રી આરસી ફળદુ ઇશ્વરભાઇ પરમાર દિલીપ ઠાકોર તથા રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીના સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કોરોના ખોપે હવે ચાલુ વિધાનસભા હોય મંત્રીઓથી લઈને સ્ટાફ પણ અગમચેતીના ભાગરૂપે ઝડપથી વિધાનસભા પૂર્ણ થાય તેની રાહ જોઈ રહ્યો છે, ત્યારે હાલ મંત્રી નો સ્ટાફ ઓછો હોવાથી ઓફિસમાં પણ કાગડા ઊડી રહ્યા છે.