આ તારીખથી વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદ તૂટી પડશેઃ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી

Spread the love

 

અંબાલાલ પટેલના અનુમાન મુજબ, આગામી સમયમાં, ખાસ કરીને તા. ૩૦ એપ્રિલ થી ૮ મે, ૨૦૨૫ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસી શકે છે. અખાત્રીજ આસપાસના સમયગાળામાં પણ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.

આ માવઠા અને હવામાનના પલટાની અસર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે

આ વિસ્તારોના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે.

આ ઉપરાંત, અંબાલાલ પટેલે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની પણ આગાહી કરી છે. તેમના મતે, તા. ૨૫ મે થી ૪ જૂન, ૨૦૨૫ વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના છે. જોકે, આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મુખ્યત્વે પાકિસ્તાન પર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

આમ, હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ, મે મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં આંધી સાથે વરસાદ અને માવઠાની શક્યતા છે, જેનાથી ગરમીથી થોડી રાહત મળી શકે છે.

તેમજ મેના અંતમાં અરબ સાગરમાં સિસ્ટમ બનવાની પણ શક્યતા તેમણે દર્શાવી છે. ખેડૂતો અને નાગરિકોને હવામાનના આ બદલાવ અંગે સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *