મોટેરામાં સરકારે ભારતીય સેવા સમાજની જમીન ખાલસા કરી નાખવા શરત ભંગ બતાવી, કોબા, ભાટ, કુડાસણ, રાંદેસણ જમીન આપવા સરકારને ભલામણ પરંતુ…

Spread the love

ભારતીય સેવા સમાજ ટ્રસ્ટે મોટેરા ખાતે 80,940 ચો.મીટર એટલે લગભગ 20 એકર જમીન સર્વે નંબર 282 ‘અ’ પૈકીની જગ્યા રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી સને 1964 માં ખરીદેલ,અમે ક્યાંય કોઈ દબાણ કર્યું નથી કે કોઈપણ શરતોનો ભંગ કરેલ નથી : 2036 ના ઓલમ્પિકના માટે ઉપયોગમાં લેવામાં આવનાર હોય તો અમારા ટ્રસ્ટનો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે,માત્ર અમારી સંસ્થાઓને અન્યાય ના થાય અને અમને અમારી જગ્યાના પ્રમાણમાં અમારી જગ્યા અને અમારું બાંધકામ મળી રહે તેવી સરકારને વિનંતી: ટ્રસ્ટી મદનલાલ જયસ્વાલ

અમદાવાદ

ભારતીય સેવા સમાજના ટ્રસ્ટી મદનલાલ જયસ્વાલ અને અમદાવાદના પ્રમુખ ચેતન રાવલે અખબારી યાદીમાં જણાવ્યું કે
મોટેરામાં ૨૦૩૬ની ઓલિમ્પિક ગેમ્સ માટે સરકારે ભારતીય
સેવા સમાજની જમીન ખાલસા કરી નાખવા શરત ભંગ બતાવી પરંતુ ભારતીય સેવા સમાજે  વળતર સામે  કોબા, ભાટ, કુડાસણ, રાંદેસણ જમીન આપવા સરકારને ભલામણ કરી છે પરંતુ
કહેવામાં આવ્યું કે આ જગ્યાઓ આપી શકાશે નહીં.

ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રક્ષા મંડળ પાસે બાકીની ૨૦ એકર જમીન છે.ગુજરાતમાં ૨૦૩૬ ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા અમદાવાદમાં મોટેરા પાસે તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી રહી છે ત્યારે સરકારે મોટેરા પાસે ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટે જમીન સંપાદન કરવા ત્રણ આશ્રમોને નોટિસ કરકારી છે. મોટેરાના આશારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ પ્રાગટય મંડળ એમ ત્રણ આશ્રમોને ૧૪૦ એકર જમીન ખાલી કરાવવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે નોટિસ કટકારી છે.૧૨૦ એકર જમીન એકલા આસારામ આશ્રમ પાસે છે.ગુજરાત સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ઔડાના સીઈઓ અને અમદાવાદ જિલ્લા કલેક્ટરની ત્રણ સભ્યોની સમિતી જમીન સંપાદનનું વળતર નક્કી કરવા માટે બનાવી છે.


મદનલાલ જયસ્વાલ અને ચેતન રાવલે વધુમાં કહ્યું કે
ભારતીય સેવા સમાજ ટ્રસ્ટે મોટેરા ખાતે 80,940 ચો.મીટર એટલે લગભગ 20 એકર જમીન સર્વે નંબર 282 ‘અ’ પૈકીની જગ્યા રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી સને 1964 માં ખરીદેલ છે.
ભારતીય સેવા સમાજ ટ્રસ્ટની જગ્યામાં અમે ક્યાંય કોઈ દબાણ કર્યું નથી કે કોઈપણ શરતોનો ભંગ કરેલ નથી. આ જગ્યામાં તમામ બાંધકામ જે તે સંસ્થાની પરમિશનથી ચાલે છે.
વર્ષ 2023માં ભારતીય સેવા સમાજ ટ્રસ્ટને સૌ પ્રથમવાર શરતભંગ અંગેની નોટિસ આપવામાં આવેલ અને એ વખતે ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમની કોર્ટમાં પણ અમે કહેલું કે અમારી જમીન જો 2036 ના ઓલમ્પિકના માટે ઉપયોગમાં લેવામાં આવનાર હોય તો અમારા ટ્રસ્ટનો સંપૂર્ણ સાથ અને સહકાર રહેશે. જો ઓલમ્પિક આપણા દેશમાં આવતું હોય, તો એ આપણા સૌના માટે ગૌરવની વાત છે. માત્ર અમારી સંસ્થાઓને અન્યાય ના થાય અને અમને અમારી જગ્યાના પ્રમાણમાં અમારી જગ્યા અને અમારું બાંધકામ મળી રહે તેવી વિનંતી છે. અમારી સંસ્થા આપને પૂરેપૂરો સાથ સહકાર આપશે ત્યારબાદ એક તબક્કે, અમને બે જગ્યાઓ બતાવવામાં આવી એક જગ્યા, ટીંબા ગામ દસ્ક્રોઇ ખાતે જે અમારી સંસ્થાથી ૪૧ કિલોમીટર જેટલી દૂર છે. ત્યાં અમારી કોઈપણ જાતની પ્રવૃત્તિઓ શક્ય નથી આજુબાજુમાં કોઈ સગવડતા રોડ રસ્તાઓ કઈ જ નથી. બીજી જગ્યા અમને અસલાલી ખાતે બતાવવામાં આવી જેમાં કોઈનો કબજો પહેલાથી જ છે. અને તે જગ્યામાં ખેતી પણ થઈ રહી છે આ જગ્યા જોઈને અમે રજૂઆત પણ કરેલ કે આ જગ્યાએ અમારા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ કેવી રીતે શક્ય બને ?ત્યારબાદ
સરકારે અને ઉચ્ચ અધિકારીઓએ અમોને જગ્યા બતાવવા માટે કહેલ, તો અમે સરકારી જગ્યાઓ શોધીને કોબા, ભાટ, કુડાસણ, રાંદેસણ જે અમારી સંસ્થાની પ્રવૃત્તિઓ માટે ખૂબ અનુકૂળ રહે તેવી જગ્યાઓ અને એ પણ સરકારના કહેવાથી બતાવી હતી અને એના માટે અમને એવું કહેવામાં આવ્યું કે, આ જગ્યાઓ આપને આપી શકાશે નહીં.
આ દરમિયાન અમારા ટ્રસ્ટને જુદી જુદી નોટિસ સરકાર દ્વારા આપવામાં આવી જેના અમારા ટ્રસ્ટ દ્વારા પુરાવા સાથે સમયાંતરે જવાબ પણ કરેલ છે તેમ છતાં રાજ્ય સરકાર તરફથી અમારા ટ્રસ્ટની જમીન ખાલસા કરી નાખવા શરત ભંગ બતાવીને 15 દિવસમાં જગ્યા નો કબજો સોંપવામાં નહીં આવે તો જગ્યા
લઈ લેવામાં આવશે અને હવે પાંચ દિવસમાં જગ્યા ખાલી કરી દેવાની નોટિસ આપવામાં આવેલ છે આની પહેલા કલમ 61 અને 79 (અ) અને ટાઉન પ્લાનિંગની નોટીસોને પણ અમારા ટ્રસ્ટ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં અપિલ નં. 2974/2025 થી પડકારવામાં આવેલ છે પરંતુ તેમાં સરકાર દ્વારા કોઈ જવાબ હજી સુધી આપવામાં આવેલ નથી.સરકાર પાસે કેટલાય કિસ્સામાં કલેક્ટરને શરતભંગ અંગે દંડ કરી રેગ્યુલાઇઝ કરી આપવાના પાવર છે .
આ ટ્રસ્ટના કેસમાં કોઈ શરતભંગ ન હોવા છતાં, અને જો કોઈ શરત ચૂક થઈ હોય તો પણ 1964થી 2025 પછી એટલે કે લગભગ ૬૦ વર્ષ કરતાં વધારે સમયથી માલિકીહક અને સમાજ સેવાની પ્રવૃત્તિઓ ધ્યાનમાં રાખ્યા વગર તાત્કાલિક ધોરણે કબજો લઈ લેવા હુકમ કર્યો અને અમને એક નોટિસ એવી આપવામાં આવી કે તમે જુના ગામ તળની 12757 ચો. મીટર જેટલી જગ્યા પર અનઅધિકૃત કબજો કરેલ છે તે બાબતે પણ અમોએ લેખિતમાં લખીને આપેલ છે કે અમે 1964માં દસ્તાવેજ કરીને જગ્યા ખરીદી ત્યારથી જ અમે આ જગ્યાને બાઉન્ડ્રી અને તારની ફેન્સીંગ કરીને લીધેલ છે અમે એક ઇંચ જગ્યા પણ કોઈ વધારાની લીધેલ નથી અને છતાં પણ આપ જોઈન્ટ માપણી કરાવીને જો જગ્યા અમારી પાસે વધારે હોય તો તે જગ્યાનો કબજો અમે આપને તુરંત જ આપી દઈશું. તેવું અમે લેખિતમાં ડેપ્યુટી કલેક્ટરને આપેલ છે.સરકારના આ પગલાને ભારતીય સેવા સમાજ ટ્રસ્ટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ન્યાય મેળવવા દાખલ કરેલ છે.
આ ટ્રસ્ટના ટ્રસ્ટી મહાત્મા ગાંધીજીના અનુયાયી સ્વામીશ્રી કૃષ્ણાનંદ સરસ્વતીજી કે જેમણે વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને મોરેશિયસની આઝાદીની ચળવળ ચલાવી હતી. તેઓની પ્રેરણાથી ટ્રસ્ટના હેતુઓ અનુસાર માનવ સેવાના કાર્યો આ જગ્યામાં ધરડા ઘર, વિકલાંગ કન્યા શાળા અને છાત્રાલય, મૂક બધીર શાળા અને છાત્રાલય અને સામાન્ય શાળા ચલાવવામાં આવે છે.આ 80,940 ચોરસ મીટર જગ્યામાંથી સરકારે અગાઉ તે વખતનું સરદાર પટેલ સ્ટેડિયમ અને હાલનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવવા-જવા માટે બે રસ્તાઓ માટેની જગ્યાઓ પણ ભારતીય સેવા સમાજની જગ્યામાંથી લીધેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com