કેશોદમાં સગા બાપે દીકરી પર દુષ્કર્મ આચર્યું, અંતે ફરિયાદ દાખલ

Spread the love

કેશોદ ગ્રામ્ય પંથકમાં સગા બાપે સગીર વયની દીકરીની માસુમિયતનો લાભ ઉઠાવી તેના પર નજર બગાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતી હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં દીકરીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં સગા બાપ વિરૂદ્ધ દુષ્કર્મ અને પોકસો સહિતની ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદીના પિતાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આમ હેવાન પિતાએ એકલતાંનો લાભ પોતાની સગી દીકરી ઉપર દુષ્કર્મ આચરતાં પિતા ઉપર ચોમેર ફિટકાર વર્ષી રહ્યો છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ કેશોદ તાલુકાના એક ગામડામાં પિતા હેવાન બન્યો હતો અને પોતાની 12 વર્ષની પુત્રી પર દ્રષ્ટિ બગાડી હતી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું.અને જો આ વાત કોઈને કહીશ તો તને, તારી બહેન અને તારી મમ્મીને જાનથી મારી નાખીશ એવી દીકરીને ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. જેમાં પિતા એકલતાનો લાભ લઈ દીકરી સાથે ઘર, ઘરની આસપાસમાં, બહારગામ એમ વિવિધ સ્થળો લઈ જઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આમ સગો બાપ વારંવાર દુષ્કર્મ આચરતો હોય સમજણ આવતાં અંતે કંટાળી જઇ દીકરીએ તેના પરિવારને આપવીતી કહી હતી. બાદ આ સમગ્ર મામલો કેશોદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ અંગે કેશોદ ડીવાયએસપી બી. સી. ઠકકરે જણાવ્યું કે દીકરીએ તેના પિતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધી ફરિયાદીના પિતાને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *