
નવસારી મહાનગરપાલિકાની કચેરીમાં આજે શોર્ટ સર્કિટની ઘટના બની હતી. કચેરીના પહેલા માળે શોર્ટ સર્કિટના કારણે વીજ કેબલમાંથી તણખા ઝરવા લાગ્યા હતા. ઘટના સમયે હાજર કર્મચારીઓએ સમયસૂચકતા દાખવી તાત્કાલિક મેઇન સ્વીચ બંધ કરી દીધી હતી. કર્મચારીઓની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. શોર્ટ સર્કિટના કારણે કચેરીનો વીજ પુરવઠો ખોરવાયો હતો. કર્મચારીઓએ તરત જ વાયરિંગ સિસ્ટમને બંધ કરી દેતા આગ લાગવાનો ભય ટળ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું. મનપાના અધિકારીઓએ વીજ સિસ્ટમની તપાસ હાથ ધરી છે.