ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ ના ફોર્મ ભરાવાના આજ રોજ શરૂ થઇ ગયા છે ત્યારે ચપોચપ ફોર્મ પડવા લાગ્યા છે જે રીતે ફોર્મનો ઉપાડ થયો છે તે જાેતાં અપક્ષો પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતા જાેવાઇ રહી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ છેલ્લા દિવસે મેન્ડેટ આપી ને ફોન દ્વારા સૂચના ટિકિટની આપશે તેવું સૂત્રો જણાવે છે ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકામાં જે નગરસેવકોએ મહિલાઓની ગ્રાન્ટમાંથી જે રકમ મેળવી લીધી છે તે રકમો ૪૯૦૦૦ ની દિવાળી ઉજવી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસનું ગઠબંધન કરીને આ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું પણ આરટીઆઈ દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે ત્યારે ભાજપ માં સૌથી વધારે મહિલાઓ ના પતિ કોન્ટ્રાક્ટર તેમના દિયર પણ કોન્ટ્રાક્ટર તથા મોટા ભાગના પતિદેવો ના કોન્ટ્રાક્ટ ગાંધીનગર મનપામાં ચાલે છે ત્યારે વર્ષો જૂની પાર્ટીનું નામ ડબોડવા નગરસેવકોએ કશું જ બાકી રાખ્યું નથી ત્યારે ભાજપ દ્વારા કોન્ટ્રાક્ટરો ચાલતા હોય તેવા નગરસેવકોને ટિકિટ ઉપર કાતર ચલાવે તેવી શક્યતા જાેવાઇ રહી છે ક્યારે બાયોડેટા બાદ તેમની પાંચ વર્ષની કુંડળી અને વિકાસના કામો અને પ્રજામાં ગ્રાફ કેટલું નીચે ગયો છે તે ચકાસી લીધું છે ત્યારે મનપામાં ટિકિટ લેવા પ્રદેશના નેતાઓ ના પગમાં પડીને ટિકિટ
માટે દોડાદોડી હાલ ચાલુ જ છે.
કોંગ્રેસમાં ત્રણથી ચાર નગરસેવકો ને બાદ કરતાં મોટાભાગના નગરસેવકો ભાજપ સાથે ગઠબંધનમાં કોન્ટ્રાક્ટ મેળવેલા છે ત્યારે કોંગ્રેસે જે ઉમેદવારોને ટિકિટ આપે તો ધંધો બિઝનેસ અને કોન્ટ્રાક્ટ ના કારણે તોડફોડની રાજનીતિમાં ફૂટી જાય તો નવાઈ નહીં કોંગ્રેસ પાસે સારા ચહેરાઓ હોવા છતાં અને નવા ચહેરાઓ હાજર હોવા છતાં ટિકિટ આપવામાં બુલડોઝર ફેરવવા સે ત્યારે ચાલુ નગરસેવકોમાં કોંગ્રેસ ૫૦ ટકાથી વધારે લોકો ને રીપીટ કરવાના મૂડમાં છે પછી ભલેને ભ્રષ્ટાચારમાં હાથ કાળા કર્યા હોય ત્યારે હવે ચૂંટાશે કે કેમ તે યથાર્થ પ્રશ્ન છે કોંગ્રેસ માં જે ઇન્ટરવ્યૂ નિરીક્ષકો સમક્ષ જેમણે આપ્યા છે તેમાં નગરસેવકોને બાદ કરતા કેટલા લોકોને ટિકિટ મળે છે તે યથાર્થ પ્રશ્ન છે કારણકે કોંગ્રેસ પાસે ખાનગી લિસ્ટ બીજું હતું અને જે નિરીક્ષકો સમક્ષ રજૂઆતો જેટલા ઉમેદવારોએ કરી છે તેનાથી બીજા નવા ઉમેદવારો મેદાનમાં વગર ઇન્ટરવ્યૂ મેન્ડેટ મળી જશે તેમાં બે મત નથી ત્યારે ભાજપમાં ૫૦૦ ઉમેદવાર સામે ૪૪ ઉમેદવારને ટિકીટ ફાળવ્યા બાદ ડેમેજ કંટ્રોલ કરવું જ પડશે ત્યારે આમ આદમી પાર્ટી પોતે આજે ઉમેદવારો જાહેર કરી દીધા છે તેમાં ભડકો નથી પણ કોંગ્રેસમાં ભડકો થશે તેમાં બે મત નથી ભાજપમાં વર્ષોજૂના કાર્યકરો પણ ફરિયાદનો ખુડદો બોલાઈ જાય તો નવાઈ નહીં હા પણ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ મજબૂત નેતા હોય તેમનું વલણ અને ર્નિણય પાવરફુલ હોવાથી જુના અને નાના કાર્યકરને ચાન્સ મળે તેવી આશા પણ ભાજપના કાર્યકરો રાખી રહ્યા છે ત્યારે ભાજપ માં એન્ટ્રી મેળવીને પોતાની પત્નીઓને નગરસેવકો બનાવી ને લાખો કરોડો નો કોન્ટ્રાક્ટ મેળવીને મલાઈ ખાનારા માટે ભાજપ આ વખતે તેમની કુંડળી તપાસીને ટિકિટ આપશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.