સુરતની 23 વર્ષની ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી જોડે અહીંયા સંબંધો બાંધ્યા હતા, થયા સૌથી મોટા મોટા ખુલાસા, જાણો

Spread the love

 

સુરતની 23 વર્ષની ટીચરે 13 વર્ષના વિદ્યાર્થી જોડે અહીંયા રંગરેલિયા મનાવ્યા હતા, પોલીસે કર્યો સૌથી મોટો ખુલાસો, જુઓ

સુરત: ગુજરાતના સુરત શહેરમાં ગુરુ-શિષ્ય સંબંધને કલંકિત કરતી એક ઘટના સામે આવી છે. સુરતની એક 23 વર્ષની શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થીનો વિવાદાસ્પદ કિસ્સો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ યુવા શિક્ષિકાએ પોતાના કિશોર વિદ્યાર્થીનું અપહરણ કરીને ભાગી ગઈ હતી.

આ અંગે બાળકના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ બાદ પુણા પોલીસે ચાર દિવસની શોધખોળ પછી શિક્ષિકા અને વિદ્યાર્થીને ગુજરાત-રાજસ્થાન સરહદથી પકડી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, આ શિક્ષિકા અને કિશોર વિદ્યાર્થી વચ્ચે અનેક વખત શારીરિક સંબંધો સ્થાપિત થયા હતા. આ કેસમાં હવે બંનેના મેડિકલ પરીક્ષણ દરમ્યાન એક નવો અને આઘાતજનક ખુલાસો થયો છે કે, શિક્ષિકાને પાંચ માસનો ગર્ભ છે. શિક્ષિકાએ દાવો કર્યો છે કે આ ગર્ભ 13 વર્ષના વિદ્યાર્થીનો છે. જાણવા મળ્યું છે કે આ બંને છેલ્લા એક વર્ષથી શારીરિક સંબંધ ધરાવતા હતા.

છેલ્લા વર્ષથી એકાંતમાં સમય વિતાવતા હતા! પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતના પરવત પાટિયા વિસ્તારમાં વસવાટ કરતા મૂળ રાજસ્થાનના એક કરિયાણા દુકાનદારના 13 વર્ષીય પુત્રનું અપહરણ તેની શાળાની જ શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ શિક્ષિકા, માનસી રજનીકાંત નાઈ, તેની ટ્યુશન ટીચર પણ હતી. આ અંગે પુણા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. આ શિક્ષિકા મૂળ મહેસાણાની વતની છે અને હાલમાં વિદ્યાર્થીના ઘરની નજીક જ રહેતી હતી.

પોલીસે મહિલા શિક્ષિકા સામે બાળકોને જાતીય શોષણથી રક્ષણ આપતો કાયદો (પોક્સો) હેઠળ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, માનસીને હાલમાં પાંચ માસનો ગર્ભ છે. તેની પૂછપરછ દરમ્યાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. માનસીએ તપાસમાં કહ્યું છે કે, ગત એક વર્ષથી આ વિદ્યાર્થી તેની પાસે એકલો જ અભ્યાસ કરતો હતો. આ કારણે તેઓ ઘણીવાર એકાંતનો લાભ લેતા હતા, જેના પરિણામે તે ગર્ભવતી બની છે. પુણા પોલીસે માનસીના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને હવે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *