પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં સૈનિકોને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ સૈનિકોને કહ્યું- તમે ભારતીયોને ગૌરવ અપાવ્યું છે, જ્યારે તમે ભારત માતા કી જય બોલો છો, ત્યારે દુશ્મનોના હૃદય કંપી ઊઠે છે. પીએમએ કહ્યું, ‘જ્યારે ભારતીય સૈનિકો જય મા ભારતીના નારા લગાવે છે, ત્યારે દુશ્મનોના હૃદય કંપી ઊઠે છે. આપણા સૈનિકો દુશ્મનની દિવાલો તોડી નાખે છે. જ્યારે આપણે રાતના અંધારામાં પણ સૂર્ય ઉગાવીએ છીએ, ત્યારે દુશ્મનને ભારત માતા કી જય સંભળાય છે. જ્યારે આપણા દળો પરમાણુ બ્લેકમેલના ખતરાને નિષ્ફળ બનાવે છે, ત્યારે આકાશથી પૃથ્વી સુધી ફક્ત એક જ વાત ગુંજતી રહે છે- ભારત માતા કી જય. પીએમએ કહ્યું, ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નથી, તે ભારતના નીતિ-ઈરાદા અને નિર્ણાયકતાનો સંગમ છે. ભારત બુદ્ધની ભૂમિ છે અને ગુરુ ગોવિંદની પણ ભૂમિ છે. ગુરુ ગોવિંદ સિંહ જી એ કહ્યું હતું કે, “સવા લાખ સે એખ લડાઉ,ચિડિયન તે મેં બાઝ તુડાઉં, તબ ગોવિંગ સિંહ નામ કહાઉં” જ્યારે આપણી બહેનો અને દીકરીઓના સિંદૂર છીનવાઈ ગયા, ત્યારે અમે આતંકવાદીઓના ઘરોમાં ઘૂસી ગયા અને તેમના દાંત તોડી નાખ્યા. તેમણે કહ્યું, ‘તેઓ કાયરની જેમ છુપાઈને આવ્યા હતા પણ ભૂલી ગયા હતા કે તેઓ જેમને પડકાર ફેંકતા હતા તે ભારતીય સેના હતી. તમે સામેથી તેમના પર હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા, તમે આતંકના બધા મુખ્ય ઠેકાણાઓનો નાશ કર્યો. 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો, 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આતંકના માસ્ટર્સ સમજી ગયા છે કે ભારત તરફ નજર ઉંચી કરવાનું એક જ પરિણામ હશે- વિનાશ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમે બધા દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે નવી પ્રેરણા બન્યા છો. આજે વીરોની આ ભૂમિ પરથી, હું વાયુસેના, નૌકાદળ અને સેનાના બધા બહાદુર સૈનિકો અને બીએસએફના આપણા નાયકોને સલામ કરું છું. તેમણે કહ્યું, ‘તમારી બહાદુરીને કારણે આજે ઓપરેશન સિંદૂરનો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન દરેક ભારતીય તમારી સાથે ઉભો રહ્યો. દરેક ભારતીયની પ્રાર્થના તમારી સાથે છે. આજે દેશનો દરેક નાગરિક તેના સૈનિકો અને તેમના પરિવારોનો આભારી અને ઋણી છે.’
પીએમએ કહ્યું, તમે બધાએ લાખો ભારતીયોને ગર્વ અપાવ્યો છે. દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થાય છે. તમે લોકોએ ઇતિહાસ રચ્યો છે. હું તમને મળવા માટે વહેલી સવારે તમારી વચ્ચે આવ્યો છું. જ્યારે વીરોના પગ પૃથ્વીને સ્પર્શે છે, ત્યારે પૃથ્વી ધન્ય બની જાય છે. જ્યારે કોઈને નાયકોને મળવાની તક મળે છે, ત્યારે જીવન ધન્ય બની જાય છે. એટલા માટે હું સવારે તમને મળવા અહીં આવ્યો છું. ઘણા દાયકાઓ પછી પણ, જ્યારે ભારતની આ વીરતાની ચર્ચા થશે, ત્યારે તમે અને તમારા સાથીઓ તેનો સૌથી અગ્રણી પ્રકરણ હશો. મોદીએ કહ્યું, જ્યારે ભારતીય સૈનિકો જય મા ભારતીના નારા લગાવે છે, ત્યારે દુશ્મનોના હૃદય કંપાય છે. આપણા સૈનિકો દુશ્મનની દિવાલો તોડી નાખે છે. જ્યારે આપણે રાતના અંધારામાં પણ સૂર્ય ઉગાવીએ છીએ, ત્યારે દુશ્મનને ભારત માતા કી જય દેખાય છે. જ્યારે આપણા દળો પરમાણુ બ્લેકમેલના ખતરાને નિષ્ફળ બનાવે છે, ત્યારે આકાશથી જમીન સુધી ફક્ત એક જ વાત ગુંજતી રહે છે – ભારત માતા કી જય. મોદીએ કહ્યું કે, દુનિયાએ હમણાં જ આ સૂત્રની શક્તિ જોઈ છે. ભારત માતા કી જય એ માત્ર નારા નથી. આ દરેક સૈનિકની શપથ છે જે ભારત માતાના સન્માન અને ગરિમા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ દેશના દરેક નાગરિકનો અવાજ છે જે દેશ માટે જીવવા માગે છે અને તેના માટે કંઈક પ્રાપ્ત કરવા માગે છે. આ અવાજ ક્ષેત્રમાં અને મિશનમાં પણ ગુંજતો રહે છે. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી 6-7 મેની રાત્રે ભારતે ઓપરેશન સિંદૂરના નામે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી પાકિસ્તાને પણ ડ્રોન, રોકેટ અને મિસાઇલોથી હુમલા શરૂ કરી દીધા હતા, જોકે ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમે એને હવામાં જ નષ્ટ કરી દીધા, જોકે 10 મેના રોજ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના ફાઇટર જેટ JF-17માંથી ઝીંકવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલે આદમપુરમાં ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કરી હતી. એ જ દિવસે કર્નલ સોફિયા કુરેશીએ વિદેશ મંત્રાલયની પ્રેસ-કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે આ દાવો ખોટો છે.
આદમપુર એરફોર્સ સ્ટેશન પંજાબના જલંધરથી લગભગ 21 કિલોમીટર દૂર છે. ઉત્તર ભારતમાં બનેલા લશ્કરી એરબેઝમાં એ બીજા ક્રમનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે. ભારત-પાકિસ્તાન સરહદ અહીંથી 100 કિલોમીટર દૂર છે. ભારતીય વાયુસેનાનું 47મું સ્ક્વોડ્રન આદમપુર એરફોર્સ સ્ટેશન પર તહેનાત છે. એને એરફોર્સના મિગ-29નો બેઝ પણ માનવામાં આવે છે. અહીંની સ્ક્વોડ્રનને બ્લેક આર્ચર તરીકે ઓળખવામાં આવે છે. 1965ના યુદ્ધમાં આદમપુર એરફોર્સ સ્ટેશને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 6 સપ્ટેમ્બર 1965ના રોજ પાકિસ્તાની એરફોર્સે પંજાબના પઠાણકોટ, આદમપુર અને હલવારા (લુધિયાણા) એરફોર્સ સ્ટેશનો પર હુમલો કર્યો હતો. આદમપુર અને હલવારા વિસ્તારોમાં ભારતીય વાયુસેનાએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો. બીજા દિવસે 7 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન વાયુસેનાએ પણ આદમપુર, પઠાણકોટ અને હલવાડામાં તેના 135 ખાસ કમાન્ડોને પેરાશૂટ દ્વારા ઉતાર્યા. ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી તેમનો સામનો કર્યો, જેનું પરિણામ એ આવ્યું કે 135 કમાન્ડોમાંથી માત્ર 10 જ પાકિસ્તાન પાછા જઈ શક્યા, બાકીના કમાન્ડો કાં તો માર્યા ગયા હતા અથવા લોકોની મદદથી ભારતીય સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાની 22 મિનિટના ભાષણમાં મોદીએ પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, યુદ્ધવિરામ, આતંકવાદ, સિંધુ જળ સંધિ અને પીઓકે વિશે વાત કરી. મોદીએ કહ્યું હતું કે આપણે એ આતંકવાદીઓને ખતમ કરી દીધા છે, જેમણે આપણી માતાઓ અને બહેનોના સિંદૂર ઉજાડી નાખ્યા હતા. અમારા ઓપરેશનમાં 100થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં સૈનિકોને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ સૈનિકોને કહ્યું- તમે ભારતીયોને ગૌરવ અપાવ્યું છે, જ્યારે તમે ભારત માતા કી જય બોલો છો, ત્યારે દુશ્મનોના હૃદય કંપી ઊઠે છે. પીએમએ કહ્યું, ‘જ્યારે ભારતીય સૈનિકો જય મા ભારતીના નારા લગાવે છે, ત્યારે દુશ્મનોના હૃદય કંપી ઊઠે છે. આપણા સૈનિકો દુશ્મનની દિવાલો તોડી નાખે છે. જ્યારે આપણે રાતના અંધારામાં પણ સૂર્ય ઉગાવીએ છીએ, ત્યારે દુશ્મનને ભારત માતા કી જય સંભળાય છે. જ્યારે આપણા દળો પરમાણુ બ્લેકમેલના ખતરાને નિષ્ફળ બનાવે છે, ત્યારે આકાશથી પૃથ્વી સુધી ફક્ત એક જ વાત ગુંજતી રહે છે- ભારત માતા કી જય. પીએમએ કહ્યું, ઓપરેશન સિંદૂર કોઈ સામાન્ય લશ્કરી કાર્યવાહી નથી, તે ભારતના નીતિ-ઈરાદા અને નિર્ણાયકતાનો સંગમ છે. ભારત બુદ્ધની ભૂમિ છે અને ગુરુ ગોવિંદની પણ ભૂમિ છે. ગુરુ ગોવિંદ સિંહ જી એ કહ્યું હતું કે, “સવા લાખ સે એખ લડાઉ,ચિડિયન તે મેં બાઝ તુડાઉં, તબ ગોવિંગ સિંહ નામ કહાઉં” જ્યારે આપણી બહેનો અને દીકરીઓના સિંદૂર છીનવાઈ ગયા, ત્યારે અમે આતંકવાદીઓના ઘરોમાં ઘૂસી ગયા અને તેમના દાંત તોડી નાખ્યા. તેમણે કહ્યું, ‘તેઓ કાયરની જેમ છુપાઈને આવ્યા હતા પણ ભૂલી ગયા હતા કે તેઓ જેમને પડકાર ફેંકતા હતા તે ભારતીય સેના હતી. તમે સામેથી તેમના પર હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા, તમે આતંકના બધા મુખ્ય ઠેકાણાઓનો નાશ કર્યો. 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો, 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આતંકના માસ્ટર્સ સમજી ગયા છે કે ભારત તરફ નજર ઉંચી કરવાનું એક જ પરિણામ હશે- વિનાશ. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તમે બધા દેશની વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે નવી પ્રેરણા બન્યા છો. આજે વીરોની આ ભૂમિ પરથી, હું વાયુસેના, નૌકાદળ અને સેનાના બધા બહાદુર સૈનિકો અને બીએસએફના આપણા નાયકોને સલામ કરું છું. તેમણે કહ્યું, ‘તમારી બહાદુરીને કારણે આજે ઓપરેશન સિંદૂરનો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન દરેક ભારતીય તમારી સાથે ઉભો રહ્યો. દરેક ભારતીયની પ્રાર્થના તમારી સાથે છે. આજે દેશનો દરેક નાગરિક તેના સૈનિકો અને તેમના પરિવારોનો આભારી અને ઋણી છે.’
પીએમએ કહ્યું, તમે બધાએ લાખો ભારતીયોને ગર્વ અપાવ્યો છે. દરેક ભારતીયનું માથું ગર્વથી ઉંચુ થાય છે. તમે લોકોએ ઇતિહાસ રચ્યો છે. હું તમને મળવા માટે વહેલી સવારે તમારી વચ્ચે આવ્યો છું. જ્યારે વીરોના પગ પૃથ્વીને સ્પર્શે છે, ત્યારે પૃથ્વી ધન્ય બની જાય છે. જ્યારે કોઈને નાયકોને મળવાની તક મળે છે, ત્યારે જીવન ધન્ય બની જાય છે. એટલા માટે હું સવારે તમને મળવા અહીં આવ્યો છું. ઘણા દાયકાઓ પછી પણ, જ્યારે ભારતની આ વીરતાની ચર્ચા થશે, ત્યારે તમે અને તમારા સાથીઓ તેનો સૌથી અગ્રણી પ્રકરણ હશો. મોદીએ કહ્યું, જ્યારે ભારતીય સૈનિકો જય મા ભારતીના નારા લગાવે છે, ત્યારે દુશ્મનોના હૃદય કંપાય છે. આપણા સૈનિકો દુશ્મનની દિવાલો તોડી નાખે છે. જ્યારે આપણે રાતના અંધારામાં પણ સૂર્ય ઉગાવીએ છીએ, ત્યારે દુશ્મનને ભારત માતા કી જય દેખાય છે. જ્યારે આપણા દળો પરમાણુ બ્લેકમેલના ખતરાને નિષ્ફળ બનાવે છે, ત્યારે આકાશથી જમીન સુધી ફક્ત એક જ વાત ગુંજતી રહે છે – ભારત માતા કી જય. મોદીએ કહ્યું કે, દુનિયાએ હમણાં જ આ સૂત્રની શક્તિ જોઈ છે. ભારત માતા કી જય એ માત્ર નારા નથી. આ દરેક સૈનિકની શપથ છે જે ભારત માતાના સન્માન અને ગરિમા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ દેશના દરેક નાગરિકનો અવાજ છે જે દેશ માટે જીવવા માગે છે અને તેના માટે કંઈક પ્રાપ્ત કરવા માગે છે. આ અવાજ ક્ષેત્રમાં અને મિશનમાં પણ ગુંજતો રહે છે. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી 6-7 મેની રાત્રે ભારતે ઓપરેશન સિંદૂરના નામે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી પાકિસ્તાને પણ ડ્રોન, રોકેટ અને મિસાઇલોથી હુમલા શરૂ કરી દીધા હતા, જોકે ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમે એને હવામાં જ નષ્ટ કરી દીધા, જોકે 10 મેના રોજ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના ફાઇટર જેટ JF-17માંથી ઝીંકવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલે આદમપુરમાં ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમે નષ્ટ કરી હતી. એ જ દિવસે કર્નલ સોફિયા કુરેશીએ વિદેશ મંત્રાલયની પ્રેસ-કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે આ દાવો ખોટો છે.
આદમપુર એરફોર્સ સ્ટેશન પંજાબના જલંધરથી લગભગ 21 કિલોમીટર દૂર છે. ઉત્તર ભારતમાં બનેલા લશ્કરી એરબેઝમાં એ બીજા ક્રમનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે. ભારત-પાકિસ્તાન સરહદ અહીંથી 100 કિલોમીટર દૂર છે. ભારતીય વાયુસેનાનું 47મું સ્ક્વોડ્રન આદમપુર એરફોર્સ સ્ટેશન પર તહેનાત છે. એને એરફોર્સના મિગ-29નો બેઝ પણ માનવામાં આવે છે. અહીંની સ્ક્વોડ્રનને બ્લેક આર્ચર તરીકે ઓળખવામાં આવે છે. 1965ના યુદ્ધમાં આદમપુર એરફોર્સ સ્ટેશને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 6 સપ્ટેમ્બર 1965ના રોજ પાકિસ્તાની એરફોર્સે પંજાબના પઠાણકોટ, આદમપુર અને હલવારા (લુધિયાણા) એરફોર્સ સ્ટેશનો પર હુમલો કર્યો હતો. આદમપુર અને હલવારા વિસ્તારોમાં ભારતીય વાયુસેનાએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો. બીજા દિવસે 7 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન વાયુસેનાએ પણ આદમપુર, પઠાણકોટ અને હલવાડામાં તેના 135 ખાસ કમાન્ડોને પેરાશૂટ દ્વારા ઉતાર્યા. ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી તેમનો સામનો કર્યો, જેનું પરિણામ એ આવ્યું કે 135 કમાન્ડોમાંથી માત્ર 10 જ પાકિસ્તાન પાછા જઈ શક્યા, બાકીના કમાન્ડો કાં તો માર્યા ગયા હતા અથવા લોકોની મદદથી ભારતીય સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાની 22 મિનિટના ભાષણમાં મોદીએ પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, યુદ્ધવિરામ, આતંકવાદ, સિંધુ જળ સંધિ અને પીઓકે વિશે વાત કરી. મોદીએ કહ્યું હતું કે આપણે એ આતંકવાદીઓને ખતમ કરી દીધા છે, જેમણે આપણી માતાઓ અને બહેનોના સિંદૂર ઉજાડી નાખ્યા હતા. અમારા ઓપરેશનમાં 100થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે.