ઋષભ પંત પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે, નંબરો તે બતાવતા નથી : હિંમતસિંહ
મુંબઈ પ્લેઑફમાં ક્વોલિફાય થનારી ચોથી ટીમ બની : GT પહેલા ક્રમે છે, ત્યાર પછી RCB, PBKS અને MIની ટીમ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે

અમદાવાદ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલ ની ૬૪ મી મેચ લખનૌ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે સાંજે સાડા સાત વાગ્યે રમાશે.આજે બંને ટીમના ખેલાડીઓએ મેદાનમાં નેટ પ્રેક્ટિસ કરી હતી.
GT vs LSG પિચ રિપોર્ટ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ સામાન્ય રીતે બેટ્સમેન માટે અનુકૂળ છે. આ એક ઉચ્ચ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે અને પહેલા બોલિંગ કરવી આદર્શ રહેશે અને 200+ રનનો સ્કોર સારો સ્કોર ગણી શકાશે
દર્શકે અગાઉની તારીખો અનુસાર 14 કે 18મી તારીખની ટિકિટ લીધી હોય તો તેમાંથી લખનઉ સામેની મેચની ટિકિટ 22 મે અને ચેન્નાઈ મેચની ટિકિટ 25 મે ની મેચ માટે માન્ય
ગુજરાત ટાઈટન્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ દર્શકે અગાઉની તારીખો અનુસાર 14 કે 18મી તારીખની ટિકિટ લીધી હોય તો તેમાંથી લખનઉ સામેની મેચની ટિકિટ 22 મે (ગુરુવાર) અને ચેન્નાઈ મેચની ટિકિટ 25 મે (રવિવાર)ની મેચ માટે માન્ય રહેશે.નવી તારીખો અનુસાર ગુજરાત ટાઈટન્સે ઘરઆંગણે 22મી તારીખે લખનઉ સામે અને 25મી તારીખે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમવાનું છે.
મેચ પૂર્વે ગુજરાત ટાઇટન્સના આસિસ્ટન્ટ કોચ મેથ્યુ વેડ જણાવ્યું કે મેનેજમેન્ટે મિડલ ઓર્ડરના બેટ્સમેનોને મેચની પરિસ્થિતિઓમાં ટેવાયેલું બનાવવા માટે ‘નો નેટ્સ અપ’ તાલીમ પદ્ધતિ રજૂ કરી છે.
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચની પૂર્વસંધ્યાએ મીડિયા સાથે વાત કરતા વેડે કહ્યું, “તે આદર્શ છે કે અમારા ટોચના ત્રણ બેટ્સમેનો મોટા ભાગના રન બનાવી રહ્યાં છે. મિડલ ઓર્ડર – શેરફાને, શાહરૂખ અને તેવટિયાએ જ્યારે તક મળી ત્યારે રમતોમાં સારી અસર કરી છે. તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયામાં રમતમાં ઘણો સમય મેળવી શક્યા નથી.“તેથી, અમે શક્ય તેટલું તેમને આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મેચનું અનુકરણ કરવું દેખીતી રીતે ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તેમને ‘બી’ ગ્રાઉન્ડ પર કોઈ નેટ-અપ વિના બેટિંગ કરવાની તક આપવી .ઓછામાં ઓછી તાલીમમાં મેચની તીવ્રતાની ભાવના બનાવવા માટે તે કંઈક છે જે અમે આગામી અઠવાડિયામાં કરવા જોઈશું. આ વિચાર તેમને વધુ આરામદાયક અનુભવવામાં મદદ કરવાનો છે, જો તેઓ વધુ સારી રીતે તૈયાર થયા હોય તો તેમને વધુ આરામદાયક લાગે અને વધુ સારો સમય મળ્યો હોય.
લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી ) ના ખેલાડી હિંમત સિંહે કહ્યું છે કે તેમનો કેપ્ટન ઋષભ પંત ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે, પરંતુ આંકડા તે બતાવતા નથી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 22 મેના રોજ એલએસજીનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ (જીટી) સામે થશે.એક વ્યક્તિ થી નહીં પરંતુ ટીમ સપોર્ટીથી મેચ જીતાય અને બીજા દસ ખેલાડીઓ પણ ટીમ માં હોય છે દરેક મેચમાં સારું પ્રદર્શન શક્ય નથી હોતું . અમારી ટીમમાં ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ઘણું સારું જ છે .
મુંબઈ ઇન્ડિયન્સે IPL 2025ના પ્લેઑફમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે બુધવારે દિલ્હી કેપિટલ્સને 59 રનથી હરાવ્યું. MI પ્લેઑફમાં પહોંચનારી ચોથી ટીમ બની છે. ગુજરાત, બેંગલુરુ અને પંજાબ પહેલેથી જ પ્લેઑકમાં પહોંચી ચુકી છે.IPL 2025 MI vs DC : આઇપીએલ 2025ની 63મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
આ મેચમાં જીત સાથે જ MI પ્લેઓફમાં ક્વોલિફાઇ થઇ ગઇ છે અને દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસથી બહાર થઇ ગઇ છે. મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી MIએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા. જે પછી ટાર્ગેટનો પીછો કરતી વખતે DC 121 રન જ બનાવી શકી હતી.સેન્ટનર- બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી.
હવે આ ચાર ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. પોઇન્ટ ટેબલ પર હાલ GT પહેલા ક્રમે છે, ત્યાર પછી RCB, PBKS અને MIની ટીમ અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે.



