
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ડિએગો શહેરમાં રર મે, ૨૦૨૫ના રોજ વહેલી સવારે એક ખાનગી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે મર્ફી કેન્યોન રહેણાંક વિસ્તાર માં ભારે વિનાશ સર્જાયો. આ ઘટનામાં વિમાનમાં સવાર ૮ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં સાઉન્ડ ટેલેન્ટ ગ્રૂપના સહ-સ્થાપક ડેવ શાપિરો અને બે અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર, આ વિમાન સેતાા ૫૫૦ હતું, જે મોન્ટગોમરી-ગિબ્સ એક્ઝિકયુટિવ એરપોર્ટ તરફ જઈ રહ્યું હતું અને તેમાં ૬ લોકો સવાર હતા. આ દુર્ઘટનાએ ૧૦થી ૧૫ ઘરો અને અનેક વાહનોને આગની ઝપેટમાં લીધાં, જેના કારણે લગભગ ૧૦૦ રહેવાસીઓને સ્થળાંતર કરવું પડયું.
આ ઘટના સવારે ૩:૪૫ વાગ્યાની આસપાસ બની, જ્યારે ગાઢ ધુમ્મસને કારણે Visibility અત્યંત ઓછી હતી. વિમાન એરપોર્ટથી લગભગ બે માઈલ દૂર પાવર લાઈન સાથે અથડાયું હતું, જેના પછી તે રહેણાંક વિસ્તારના ઘરો અને શેરીઓમાં પડ્યું. વિમાનમાંથી બહાર નીકળેલું જેટ ફયૂઅલ શેરીઓમાં ફેલાયું, જેના કારણે ઘરો અને વાહનોમાં ભીષણ આગ ફેલાઈ. સાન ડિએગો ફાયર ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ચીફ ડેન એડીએ જણાવ્યું, જેટ ફયૂઅલ શેરીઓમાં વહેતું હતું અને બધું એકસાથે સળગી રહ્યું હતું, આ દૃશ્ય ખૂબ ભયાનક હતું. સદનસીબે, આ ઘટનામાં રહેણાંક વિસ્તારના કોઈ રહેવાસીને ગંભીર ઈજા થઈ નથી, અને માત્ર ૮ લોકોને નાની-મોટી ઈજાઓ થઈ, જેમાં મોટાભાગની સ્મોક ઇન્હેલેશનની ફરિયાદો હતી.
ઘટનાની જાણ થતાં જ સાન ડિએગો પોલીસ અને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ૫૦થી વધુ પોલીસ અધિકારીઓએ ઝડપથી ઘરો ખાલી કરાવ્યા અને લગભગ ૧૦૦ રહેવાસીઓને નજીકની હેનકોક એલિમેન્ટરી સ્કૂલમાં સ્થળાંતર કરાયા. સ્થાનિક રહેવાસીઓ અને સૈન્ય પરિવારોએ એકબીજાને મદદ કરી, જેમાં કેટલાક લોકોએ બારીઓમાંથી કૂદીને અને આગથી બચીને પોતાનો જીવ બચાવ્યો. સાન ડિએગોના મેયર ટોડ ગ્લોરિયાએ ફર્સ્ટ રિસ્પોન્ડર્સની પ્રશંસા કરી અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
અહેવાલોમાંથી જાણવા મળ્યું છે કે આ સેતાા ૫૫૦ એરક્રાફટ છે, જેનું નિર્માણ સેતાા એરક્રાફટ કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ વિમાન ૬ થી ૮ લોકોને લઈ જઈ શકે છે. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઉપરાંત, આસપાસના ઘરો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.