ગાંધીનગર તેમજ અમદાવાદ શહેરના મેટ્રો લાઇનની કેબલ ચોરી તેમજ મહારાષ્ટ્ર, દિલ્હી, પુણેતથા ભારતભરના મેટ્રો સ્ટેશનના કેબલ ચોરી કરતી આંતર રાજ્ય “ખેકડા ગેંગ” ના કુલ- ૪ ઇસમોને સૌ પ્રથમવાર મુદ્દામાલ સાથે પકડી કુલ- ૩૫ જેટલા ગુના ડિટેકટ કરી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરતી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ગાંધીનગર
નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી, વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષકશ્રી,રવિતેજા વાસમસેટ્ટી સાહેબ, ગાંધીનગર નાઓએ તાજેતરમાં ગાંધીનગર જિલ્લા ખાતે ઇન્ફોસીટી પો.સ્ટે. વિસ્તારના જુના કોબા મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો લાઇન ઉપર થયેલ કેબલ ચોરીનો ગુનો બનેલ જે પ્રકારના ગુન્હાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સુચના આપેલ હોઇ જે અંગે નાયબ પોલીસ અધીક્ષક શ્રી દિવ્યપ્રકાશ ગોહીલ સાહેબના સુપરવીજનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ-૧ ના પોલીસ ઇન્સ્પેકટર ડી.બી.વાળા તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ-૨ ના પોલીસ ઇન્સ્પેકટર એચ.પી.પરમાર તથા તાબાના કર્મચારીઓને સુચના આપેલ.
ગઇ તા.૦૨/૦૬/૨૦૨૫ના રોજ આઇ.પી.એલ. મેચ દરમ્યાન મોડી રાત્રીના કલાક ૦૨/૦૫ થી કલાક ૦૩/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન કોબા સર્કલ પાસે આવેલ જુના કોબા મેટ્રો સ્ટેશન નજીક કોઇ અજાણ્યા ઇસમોએ ૭૦૦ મીટર કેબલ કિંમત રૂપિયા ૧૭,૮૫,૦૦૦/- નો કટર વડે કાપી ચોરી કરી લઇ ગયેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષકશ્રી, રવિતેજા વાસમસેટ્ટી સાહેબ, ગાંધીનગર નાઓએ પોતે ગુન્હાવાળી જગ્યાએ જાતે આવી ગુન્હાવાળી જગ્યાની વિઝીટ કરેલ અને સત્વરે આ ગુન્હાનો ભેદ ઉકેલાય તે અંગે પો.ઇન્સ.શ્રી એલ.સી.બી-૧ ડી.બી.વાળા તથા પો.ઇન્સ.શ્રી એલ.સી.બી.-૨ એચ.પી.પરમાર નાઓને જરૂરી સુચના તથા માર્ગદર્શન પુરૂ પાડેલ.
પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી, ડી.બી.વાળા તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી, એચ.પી.પરમાર નાઓએ તેમના સુપરવિજનમાં આ ગુનાનો ભેદ ઉકેલવા સારૂ એલ.સી.બી.–૧ તથા ૨ ના અલગ-અલગ અધિકારીઓની ચાર ટીમની રચના કરવામાં આવેલ જેમાં પો.ઇન્સ.શ્રી, જે.જે.ગઢવી, પો.ઇન્સ.શ્રી એન.બી.ચૌધરી, પો.સ.ઇ.શ્રી, કે.કે.પાટડીયા તથા પો.સ.ઇ.શ્રી આર.જી.દેસાઇ નાઓનો સમાવેશ કરવામાં આવેલ. આ બનાવ અનુસંધાને નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર શહેર ખાતે લગાવવામાં આવેલ અલગ-અલગ સી.સી.ટી.વી. કેમેરાઓને ચેક કરવા માટે તેમજ ટેકનીકલ એનાલીસીસ માટે અલગ-અલગ ટીમ બનાવવામાં આવેલ જે તપાસ દરમ્યાન બનાવ સમયે બે શંકાસ્પદ ગાડીઓ ઓળખવામાં આવેલ જેના આધારે વાહન માલીકની ઓળખ કરી પુછપરછ કરતા આરોપીઓની ઓળખ મળેલ. જે આધારે ટેકનિકલ સર્વેલન્સ કરી તથા ખાનગી બાતમીદાર દ્વારા જાણવા મળેલ કે, આ બનાવમાં સંડોવાયેલ આરોપીઓએ ચોરીનો મુદામાલ છુપાવવા કલોલ ખાતે એક મકાન ભાડેથી રાખેલ છે અને તે મકાનમાં જુના કોબા મેટ્રો સ્ટેશન પાસે થયેલ મેટ્રો કેબલ ચોરીનો મુદામાલ હાલ ત્યાં રાખેલ છે અને આ મુદામાલ સગેવગે કરવા સારૂ આરોપીઓ મકાન ઉપર હાજર હોવાની માહીતી મળેલ જે આધારે કલોલ ખાતેતપાસ કરતા ચાર ઇસમો ચોરીમાં ગયેલ મુદામાલના કેબલ છોલીને અલગ-અલગ ટુકડા કરેલ જે કોપર વાયર કુલ ૩૬૮.૭૯૦ કિ.ગ્રા., જે કોપર વાયરની ૧ કિ.ગ્રા.ની કિ.રૂ.૮૦૦- લેખે કુલ કિ.રૂ.૨,૯૫,૦૩૨/- તથા પ્લાસ્ટીકના કવરના ટુકડાઓનુ વજન ૧૩૦.૨૧૦ કિ.ગ્રા. છે જે ૧ કિ.ગ્રા. પ્લાસ્ટીકના ટુકડાની કિ.રૂ.૧૦/- લેખે કુલ કિ.રૂ.૧૩૦૨/- મળી કુલ મેટ્રો કેબલના મુદ્દામાલની કિ.રૂ.૨,૯૬,૩૩૪/- તથા અન્ય મુદ્દામાલ કિયા કેરેન્સ ગાડી, મોબાઇલ ફોન વિગેરે મળી કુલ કિ.રૂ.૮,૩૨,૬૪૪/- ના મુદ્દામાલ સાથે મળી આવેલ અને આ ચાર ઇસમોએ જુના કોબા મેટ્રો સ્ટેશન ખાતે થયેલ ચોરીની કબુલાત આપેલ જેથી તેઓ વિરુધ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા ૨૦૨૩ની કલમ ૩૫(૧)(ઇ),૧૦૬(૧) મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ એલ.સી.બી-૧ ખાતે ચલાવેલ.
બાદ આરોપીઓની વધુ પુછપરછ કરી ટેકનીકલ એનાલીસિસ આધારે ખરાઇ કરતા આ મેટ્રો કેબલ ચોરીને કુલ-૧૩ જેટલા ઇસમોએ સાથે મળી અંજામ આપેલ હોવાની હકીકત જણાઇ આવેલ અને આજ પ્રકારની મેટ્રો કેબલ ચોરી ગઇ તા.૨૨/૦૫/૨૦૨૫ના રોજ વહેલી સવારે અમદાવાદ શહેરના શાહપુર મેટ્રો સ્ટેશન નજીકથી પણ ચોરી કરેલાની કબુલાત કરેલ તથા આ સિવાય અગાઉ અમદાવાદ ખાતે ૨૦૨૪માં ઓક્ટોબર મહિનામાં તેમની ગેંગના આરોપી માસુમ યાસીન મલીક જે ગ્યાસપુર મેટ્રો સ્ટેશન વેજલપુર અમદાવાદ ખાતેથી તેની સાથેના અન્ય સભ્યો દ્વારા ચોરીને અંજામ આપેલ હોય અને ભુતકાળમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના રૂટ ઉપર રેકી કરેલાની પણ કબુલાત આપેલ છે
આ આરોપીઓની ટેકનિકલ ડેટાના આધારે વધુ પુછપરછ કરતાગુજરાત સિવાય દિલ્હી ખાતે મેટ્રો કેબલની ૧૪ અલગ અલગ જગ્યાએ તથા પુના મહારાષ્ટ્ર ખાતે અલગ-અલગ ૧૨ જગ્યાઓ ઉપર તથા પનવેલ નવી મુંબઇ મહારાષ્ટ્ર ખાતે ૬ અલગ અલગ જગ્યાઓએ ચોરી કર્યાની કબુલાત આપેલ છે. આ સિવાય ભોપાલ તેમજ ઇન્દોરમાં પણ ગુના આચરેલ છે.
(ગાંધીનગર તથા અમદાવાદ શહેરના શાહપુર મેટ્રો કેબલ ચોરીના ગુન્હામાં સક્રીય ભુમિકા ભજવનાર આરોપીઓ)
પકડાયેલ આરોપીઓના નામ:-
(૧)મુશરફ ઈરશાદ મુલેજાટ ઉ.વ-૩૨, રહેવાસી-પાઠશાલારોડ, સરસ્વતીનગરપાર્કનીસામે, ખેકડા, જી.બાગપત, ઉત્તરપ્રદેશ મુળગામ–પલડા, જી.બાગપત, ઉત્તરપ્રદેશ
(૨)રાશીદS/O ઈશાક ઈસ્માઈલ ધોબી (મુસ્લીમ) ઉ.વ-૨૧, રહે.ગામ ખેકડા, સરસ્વતીનગર મહોલ્લા, તાલુકો-ખેકડા, જીલ્લો. બાગપત, ઉતરપ્રદેશ
(૩)રાશીદ અબ્દુલઅઝીઝ શબ્બીર અંસારી, ઉ.વ-૪૫, મુળ રહેવાસી-સદ્દીકનગર, પટ્ટીમુંડાલા, ખેકડાગામ, થાના-ખેકડા, તા.ખેકડા, જી.બાગપત, ઉત્તરપ્રદેશ
(૪)ઇરશાદ મજીદ અલ્લામેહર મલીક (તેલી) ઉ.વ.૩૩ મુળરહે.-મીતલીગામ,મદરેસાનીબાજુમાં, વિશ્વકર્મામંદિર પાસે, થાના-બાગપત, તા.જી.બાગપત ઉતરપ્રદેશ
(ગાંધીનગર તથા અમદાવાદ શહેરના શાહપુર મેટ્રો કેબલ ચોરીના ગુન્હામાં સક્રીય ભુમિકા ભજવનાર આરોપીઓ)
વોન્ટેડ તથા ગુન્હામાં સામેલ આરોપીઓના નામ:-
(૧)શહેજાદ અમરૂદીન મલીક રહે-ખેકડા તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
(૨)આમીર અકબર મલીકરહે-ખેકડા તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
(૩)આરીફ બાબુ મલીક રહે-ખેકડા તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
(૪)ઇકલાખ ઇકબાલ મલીક રહે-ખેકડા તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
(૫)ઇમરાન મલીક રહે-ખેકડા તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
(૬)આરીફ રફીકરહે-ખેકડા તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
(૭)સોનુ બાબુ કસાર રહે-મીતલી ગામ તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
(૮)અરશદ અસગર મલીક રહે-ખેકડા તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
(૯)બિલાલ કુરેશી રહે-કેલ્લા ભઠ્ઠા ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ
(૧૦)રાજા કુરેશી રહે-કેલ્લા ભઠ્ઠા ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ
(૧૧)માસુમ યાસીન મલીક રહે-ખેકડા તા.ખેકડા જી.બાગપત ઉત્તરપ્રદેશ
ઉપરોક્ત આરોપીઓમાં રાજા કુરેશીકે જે પ્રત્યક્ષ રીતે અમદાવાદ ખાતેની ગુન્હાવાળી જગ્યાએ હાજર રહેલ નહી પરંતુ શાહપુર ખાતેનો ચોરીમાં ગયેલ મુદામાલ અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેન મારફતે દિલ્હી ખાતે મેળવી વેચાણ કરેલ અને અન્ય રાજ્યોમાં થયેલ મેટ્રોની કેબલ ચોરીઓમાં પણ આ ગેંગ દ્વારા આચરવામાં આવતા મુદામાલ રીસીવર તરીકે મેળવી લઇ તથા ચોરીના ગુન્હા આચરવા માટે જ્યારે પૈસાની જરૂરિયાત ઉભી થાય તો આર્થિક મદદ પુરી પાડી દરેક ગુન્હામાં સક્રીય ભુમિકા ભજવેલ છે.
આરોપીઓની એમ.ઓ.:-
ઉપરોક્ત આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં જ્યાં મેટ્રો રેલ્વે લાઇન ચાલુ છે તે શહેરમાં જઇ રેલ્વે સ્ટેશન નજીકની હોટલોમાં રોકાણ કરી, જસ્ટ ડાયલ તથા અન્ય રીતે સેલ્ફ ડ્રાઇવીંગમાં મોટી ફોર વ્હીલરકાર તેમની જરૂરિયાત મુજબ ભાડેથી રાખતા જે કાર મળી ગયા બાદ નજીકમાં કોઇ બ્રોકરોનો સંપર્ક કરી ભાડેથી મુદામાલ છુપાવવા માટે મકાન ભાડે રાખતા પછી નક્કી કરેલ સ્થળ ઉપર જઇ ચોરીને અંજામ આપતા. આ કામના આરોપીઓ ભાડેથી મેળવેલ ગાડી દ્વારા મેટ્રો રૂટ ઉપર રેકી કરતા જેમાં મેટ્રોના બ્રીજના પીલર નજીક કોઇ મોટુ વ્રુક્ષ આવેલ હોય તેના સપોર્ટ દ્વારા દોરડાનો ઉપયોગ કરી ઉપર ચડી કેબલ મોટા કટર વડે કાપી ચોરીનુ કામ કરતા અથવા મેટ્રોના પીલ્લરની બાજુમાં કોઇ સપોર્ટ માટે દિવાલ આવેલી હોઇ તો તે જગ્યાનો પણ ઉપયોગ કરી મેટ્રો લાઇનના કેબલોને મોટા કટર વડે કાપી કેબલોને ભાડે રાખેલ મકાનમાં લઇ જઇ ઉપરથી પ્લાસ્ટીક અથવા રબરના પડને દુર કરી તેમાંથી કોપરના વાયરો અલગ કરી તેનુ પેકીંગ કરી ટ્રેન મારફતે અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશનથી દિલ્હી ખાતે મોકલી આપી વેચાણ કરતા હતા.
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
(૧)કોપર વાયરના કુલ ૮ પાર્સલમાંથી મળેલ કુલ ૨૮ નંગ ટુકડા વજન ૩૬૮.૭૯૦ કિ.ગ્રા.
(૨)કેબલના પ્લાસ્ટીકના કવરના ટુકડા ૧૩૦.૨૧૦ કિ.ગ્રા.
(૩)કેબલ વાયર કટર નંગ-૧
(૪)કટરની બ્લેડ નંગ-૪
(૫)સોયા નંગ-૫
(૬)નાયલોનની દોરીનુ રીલ નંગ-૧
(૭)મોબાઇલ નંગ-૪
(૮)કિયા કંપનીની કેરેન્સ ગાડી
ડિટેક્ટ કરેલ ગુન્હાઓની વિગત:-
(૧)ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૬૦૧૧૨૫૦૨૨૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૫(ઇ) મુજબ
(૨)શાહપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૩૨૫૦૩૩૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
(૩)વેજલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૪૦૬૪૧/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
(૪)મહારાષ્ટ્ર પુના, યરવડા પો.સ્ટે. ગુ.ર.નં.૪૭૦/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
(૫)મહારાષ્ટ્ર પુના, ખડકી પો.સ્ટે. ગુ.ર.નં.૧૯૭/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ તથા જુન-૨૦૨૪માં અન્ય દિવસે પણ મેટ્રો સ્ટેશન નજીક કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.
(૬)મહારાષ્ટ્ર પુના, પીપરી પો.સ્ટે. ગુ.ર.નં.૭૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
(૭) દિલ્હી આદર્શનગર મેટ્રો પો.સ્ટે. ગુ.ર.નં.૮૦૧૦૪૯૦૮/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
(૮) દિલ્હી શાસ્ત્રીપાર્ક મેટ્રો પો.સ્ટે. ગુ.ર.નં.૮૦૧૧૬૦૪૮/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
(૯) દિલ્હી શાસ્ત્રીપાર્ક મેટ્રો પો.સ્ટે. ગુ.ર.નં.૮૦૦૨૧૨૩૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
(૧૦) દિલ્હી આઇ.એન.એ. મેટ્રો પો.સ્ટે. ગુ.ર.નં.૦૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ
(૧૧)પીપરી-ચિંચવાડ પુના મહારાષ્ટ્ર ખાતે ઓગસ્ટ-૨૦૨૪માં મેટ્રો સ્ટેશન નજીક કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.
(૧૨)પીપરી-ચિંચવાડ પુના મહારાષ્ટ્ર ખાતે ડિસેમ્બર-૨૦૨૪માં મેટ્રો સ્ટેશન નજીક કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.
(૧૩) ખડકી પુના મહારાષ્ટ્ર ખાતે ફેબ્રુઆરી-૨૦૨૫માં મેટ્રો સ્ટેશન નજીક કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.
(૧૪)ખડકી પુના મહારાષ્ટ્ર ખાતે માર્ચ-૨૦૨૫માં ૨ વાર અલગ અલગ દિવસોએ મેટ્રો સ્ટેશન નજીક કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.
(૧૫)પુના ખાતે સંત તુકારામ પી.સી.એમ.સી. મેટ્રો સ્ટેશન તથા કસારવાડી કલ્બવાળી લાઇન પુના ખાતે ફેબ્રુઆરી/માર્ચ/એપ્રીલ-૨૦૨૫માં અલગ અલગ દિવસોમાં ૩ વાર કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.
(૧૬)પનવેલ નવી મુંબઇ ખાતે જુલાઇ/ઓગસ્ટ-૨૦૨૪માં ૨ વાર અલગ અલગ દિવસોએ મેટ્રો સ્ટેશન નજીક કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.
(૧૭)પનવેલ નવી મુંબઇ ખાતે માર્ચ/એપ્રીલ-૨૦૨૫માં ૪ વાર અલગ અલગ દિવસોએ મેટ્રો સ્ટેશન નજીક કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે.
(૧૮)દિલ્હી ખાતે મજલીસ પાર્ક જહાંગીરપુરા મેટ્રો સ્ટેશન નજીકથી સપ્ટેમ્બર તથા ઓક્ટોબર-૨૦૨૪માં અલગ અલગ દિવસોમાં કુલ ૧૦ વાર કેબલ ચોરી કર્યાની કબુલાત આપેલ છે
ઉપરોક્ત તમામ ગુનાઓમાં અલગ-અલગ રાજ્યોની પોલીસ તેમજ મેટ્રોનો સંપર્ક કરી દાખલ થયેલ ગુના રજીસ્ટર નંબરો મેળવવાની તજવીજ ચાલુ છે. જેમાં ભારતભરના તમામ મેટ્રો કેબલ ચોરીના ગુનાના ભેદ ઉકેલાવાની પુરી શક્યતાઓ છે જે બાબતે જરૂરી તજવીજ ચાલુ છે.
આમ, આરોપીઓએ ગુજરાતમાં કુલ-૩, પુના મહારાષ્ટ્ર ખાતે કુલ-૧૨, પનવેલ નવી મુંબઇ મહારાષ્ટ્ર ખાતે કુલ-૬, તેમજ દિલ્હી ખાતે કુલ-૧૪તથા ભોપાલ, ઇન્દોર વિગેરે ખાતે મળી કુલ ૩૫ મેટ્રો લાઇનના કેબલોની ચોરી કરેલાની કબુલાત આપેલ છે. આ ઉપરાંત ભારતભરના મેટ્રો સ્ટેશનોમાં બનેલ કેબલ ચોરીના બનાવોમાં સદર ગેંગની સક્રીય ભુમિકા જણાઇ આવેલ છે જેથી તમામ મેટ્રો સ્ટેશનોનો સંપર્ક કરી વધુ ગુનાઓમાં પણ આરોપીઓની સંડોવણી મળી આવવાની શક્યતા છે જે બાબતે ટેકનીકલ તેમજ હ્યુમનસોર્સ આધારે વધુ તપાસ જારી છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીની વિગત
(૧) શ્રી ડી.બી.વાળા, પોલીસ ઈન્સ્પેક્ટર
(૨) શ્રી એચ.પી.પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર
(૩) શ્રી જે.જે.ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર
(૪) શ્રી એન.બી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર
(૫) શ્રી કે.કે.પાટડીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૬) શ્રી આર.જી.દેસાઇ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૭)શ્રીમતી હિના પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા નેત્રમ શાખાની ટીમ
(૮) શ્રી બી.પી.પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર
(૯)એ.એસ.આઇ.ભવાનસિંહ પ્રુથ્વીસિંહ
(૧૦) એ.એસ.આઇ. યજવેન્દ્રસિંહ અજીતસિંહ
(૧૧)એ.એસ.આઇ. કેતનકુમારરમણલાલ
(૧૨)એ.એસ.આઇ. નરેશભાઇ વીરજી
(૧૩)એ.એસ.આઇ. રામેશ્વર મનુભાઇ
(૧૪)એ.એસ.આઇ.વિનોદકુમાર જોરૂભાઇ
(૧૫)એ..એસ.આઇ. ભરતસિંહ લક્ષ્મણસિંહ
(૧૬)એ.એસ.આઇ અંકુશરાવ દીલીપકુમાર
(૧૭)અ.હે.કો.સુનિલકુમાર મોહનભાઇ
(૧૮)અ.હે.કો.આશિષકુમાર ધીરૂભાઇ
(૧૯)અ.હે.કો.વિપુલકુમાર નાથુભાઇ
(૨૦)અ.પો.કો.રાજવીરસિંહ અત્તરસિંહ
(૨૧)આ.પો.કો. દિગ્વિજયસિંહ હરિસિંહ
(૨૨)આ.પો.કો. દિપકસિંહ મહેન્દ્રસિંહ
(૨૩)આ.પો.કો. મનિષસિંહ બીપીનસિંહ
(૨૪)આ.પો.કો. રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ
(૨૫)આ.પો.કો.રાજદીપસિંહ દશરથસિંહ
(૨૬)આ.પો.કો. કુલદીપસિંહ નરેન્દ્રસિંહ
(૨૭)આ.પો.કો. નરેશકુમાપર પરબતભાઇ
(૨૮)આ.પો.કો. વિજયપકુમાર દયારામ


