8th Pay Commission: સરકારી કર્મચારીઓને બખ્ખા, 1 જાન્યુઆરી 2026થી લાગૂ થઈ શકે છે આઠમું પગાર પંચ! જાણો કેટલો વધી જશે પગાર

Spread the love

 

8th Pay Commission: સરકાર તરફથી આઠમાં પગાર પંચને લીલી ઝંડી મળી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે 1 જાન્યુઆરી 2026થી આઠમું પગાર પંચ લાગૂ થઈ જશે. આ લાગૂ થવાની સાથે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો થશે. રિપોર્ટ્સ અનુસાર સરકાર તરફથી ફિટમેન્ટ ફેક્ટર 2.86 રહી શકે છે. પાછલા પગારપંચમાં તે 2.57 હતું. જો ફિટમેન્ટ ફેક્ટર 2.86 રહી છે તો મિનિમમ પગાર 18000 રૂપિયાથી વધી 51480 રૂપિયા થઈ જશે.

તો પેન્શન 9000 રૂપિયાથી વધી 25740 રૂપિયા થઈ જશે.

અલગ-અલગ ગ્રેડ પેના કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ અલગ-અલગ પગાર મળશે. લેવલ ત્રણ પર વર્તમાન સમયમાં 57456રૂપિયા પગાર મળે છે. જે વધીને 75845 રૂપિયા થઈ શકે છે. તો લેવલ 6ના કર્મચારીઓનો પગાર 93708 રૂપિયાથી વધી 1.2 લાખ થઈ શકે છે.

21મી વખત ડિવિડન્ડ આપશે ટાટા ગ્રુપની કંપની, 1 શેર પર 75 રૂપિયાનો ફાયદો

ગ્રેડ પે 2000, લેવલ 3
એવા પેન્શનર્સ જે 2000ના ગ્રેડ પે પર છે, તેનું પેન્શન 13000 રૂપિયાથી વધી 24960 રૂપિયા પહોંચી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 1.92 રહ્યું. તો ફિટમેન્ટ ફેક્ટર 2.28 પર 27040 રૂપિયા પેન્શન લેવલ 3ના કર્મીઓને મળી શકે છે. જેનું પેન્શન 16000 રૂપિયા હતું તે વધીને 30720 રૂપિયા થઈ શકે છે.

2800 ગ્રેડ પે
આવે કર્મચારી જે 2800 ગ્રેડ પે પર નિવૃત્ત થયા છે, તે 15700ની જગ્યાએ આઠમું પગાર પંચ લાગૂ થયા બાદ 30140 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 લાગૂ થાય તો તેનું પેન્શન 32656 રૂપિયા થઈ શકે છે. લેવલ 5ના પેન્શનર્સનું મિનિમમ પેન્શન 1.92 ફિટમેન્ટમાં 39936 રૂપિયા અને 2.28ના ફિટમેન્ટ ફેક્ટર પર 46264 રૂપિયા થઈ જશે.

ગ્રેડ પે 4200
લેવલ 6ના કર્મચારી જે 4200 ગ્રેડ પે પર નિવૃત્ત થયા છે તેનું પેન્શન 28450 રૂપિયાની જગ્યાએ 54624 રૂપિયા થઈ શકે છે. જો ફિટમેન્ટ ફેક્ટર 2.28 લાગૂ થયું તો તેનું પેન્શન 59176 રૂપિયા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *