અમેરિકાએ 122 ચાઈનીઝ ઈમિગ્રન્ટસને ચાર્ટર ફલાઈટથી ચીન ડિપોર્ટ કરી દીધા

Spread the love

 

અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફને લઈને સંબંધો વણસેલા છે ત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડલાસમાંથી ICE અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) જૂન 03એ 122 ચાઈનીઝ ઈમિગ્રન્ટ્સને એક ચાર્ટર ફ્લાઈટથી ચીન ડિપોર્ટ કરી દીધા છે. આ ફ્લાઈટમાં 96 પુરુષો અને 26 મહિલાઓ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જુદા-જુદા ડિટેન્શન સેન્ટર્સમાં રખાયેલા 19થી 68 વર્ષના આ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાનો આદેશ હતો. ICE ના જણાવ્યા મુજબ, જે ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા છે, તેમાંથી 27 વર્ષનો યુવક રેપના ગુનામાં, 47 વર્ષના એક યુવક હત્યાના ગુનામાં, 49 વર્ષનો એક ઈમિગ્રન્ટ્સ ડ્રગ ટ્રાફિકિંગના ગુનામાં, 50 વર્ષની એક મહિલા લાંચના ગુનામાં અને 55 વર્ષનો એક વ્યક્તિ હ્યુમન ટ્રાફિકિંગના ગુનામાં દોષી ઠેરવાયો હતો. અમેરિકાના ચીન સાથેના તણાવભર્યા સંબંધોને જોતા આ કાર્યવાહી વધુ મહત્વની મનાઈ રહી છે. તે ઉપરાંત એક સાથે 122 લોકોને એક જ ફ્લાઈટમાં ડિપોર્ટ કરવામાં આવ્યા તે બાબત પણ ઘણી સૂચક છે. જે 122 લોકોને ડિપોર્ટ કરાયા છે, તેમને ઈમિગ્રેશન કોર્ટે રિમૂવલ ઓર્ડર ઈશ્યૂ કરેલો હતો. આ લોકોને જુદા-જુદા ડિટેન્શન સેન્ટર્સમાંથી લાવીને એક ફ્લાઈટમાં ભેગા કરાયા હતા. ચીન આ લોકોને સ્વીકારવા તૈયાર થાય તે માટે પણ અમેરિકા દ્વારા એરેન્જમેન્ટ્સ કરાયા હતા. વિઝાવર્જ.કોમના જણાવ્યા મુજબ, આવા ઓપરેશન્સ માટે મહિનાઓ પહેલાથી પ્લાનિંગ કરવું પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *