Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ સમયનો લાઈવ વીડિયો બનાવનાર સગીર યુવકની અટકાયત કરી છે. અમદાવાદ પોલીસે 17 વર્ષીય આર્યનની અટકાયત કર્યાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ પોલીસ વીડિયો બનાવનારને પોતાની સાથે લઈ ગઈ છે.
12 જુને અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન મેઘાણી નગર વિસ્તારમાં ક્રેશ થયું હતું. તે સમયે મેઘાણીનગરના 17 વર્ષના સગીરે બનાવેલા વીડિયોમાં આ સમગ્ર ઘટના કેપ્ચર થઈ હતી.
મેઘાણી નગરમાં છગનજીની વાડી પાસે આર્યન નામના સગીરે પ્લેન જમીન પર ક્રેશ થતા સમયનો વીડિયો બનાવ્યો હતો. આર્યન મોજશોખ ખાતર વીડિયો બનાવવા જતા પ્લેન ક્રેશની ઘટના તેના મોબાઈલમાં કેપ્ચર થઈ હતી.
સગીરના પિતા રિટાયર્ડ આર્મીમેન છે, જેઓ અહીં રહે છે. આર્યન ઇડરમાં ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને પ્લેન ક્રેશની ઘટનાના દિવસે જ અમદાવાદ આવ્યો હતો. જે મકાન પરથી વીડિયો બનાવ્યો ત્યાં નીચે રહેતા અને 3 દિવસ પહેલા જ ઉપરના મકાનમાં શિફ્ટ થયા હતા. આર્યનની બહેન પોલીસની પરીક્ષા આપવા આવી હતી અને સગીર પુસ્તકો ખરીદવા આવ્યો હતો.
જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, સગીરક સાથે વાત કરવા જતા સમયે પોલીસે આવીને તેને લઈ ગઈ હતી.