G J- 18 ખાતે મહાનગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ હતી ત્યારે આ ચૂંટણીઓમાં કોરોના ના કેસો રાજ્યમાં વસતા અને G J-18 ખાતે પણ પુષ્કળ કેશો વધતા વસાહતો,મંડળો,થી લઈને રાજકીય પાર્ટીઓ ચૂંટણી નો વિરોધ કરી હાલ ચૂંટણી રદ કરવા અથવા મુલતવી રાખવા જણાવ્યું હતું. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પત્ર પાઠવીને ચૂંટણી મુલતવી રાખવા માટે ચૂંટણી કમિશનરને પત્ર પાઠવ્યો હતો .ત્યારે હાલ ચૂંટણી સ્થગિત થઈ ગઈ છે પણ ઘણા એવા કાર્યકરો છે જે આજે પણ કામ કરતા હોય છે. ત્યારે ભાજપના ઉમેદવાર છાયાબેન ત્રિવેદી પોતે તેમના વોર્ડમાં કોઈપણ નાગરિક નો ફોન આવે તો પોતે સેનેટાઈઝર ઘરે-ઘરે મકાનમાં કરવા જઈ રહ્યા છે. કોરોના ની વિરુદ્ધ લડત લડવા હાલ આ મહિલા ફોન આવે તો તેમના ઘરમાં સેનેટાઈઝર કરી આપે છે. ત્યારે કોરોનાની મહામારી માં જે ડર હોવો જોઈએ તે આ મહિલામાં નથી. ત્યારે નામ છાયાબેન અને કોરોનાની મહામારી માં લોકો તપી ગયા છે ત્યારે તેમણે હાશકારો આપવા છાયાબેન છાયો કરવા દોડી જાય છે. ત્યારે સેનેટાઈઝર દવા છટકાવ આ મહિલા હાલ કરી રહી છે.