અચાનક મૃત્યુ સાથે કોરોના વેક્સિનનો સંબંધ નહીં: ICMR અને NCDC રિપોર્ટમાં પુષ્ટિ

Spread the love

 

ICMR || About us

National Centre for Disease Control, NCDC

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ તેમના રિસર્ચમાં જણાવ્યું હતું કે દેશમાં હાર્ટ એટેકને કારણે થતા અચાનક મૃત્યુનો કોવિડ વેક્સિન સાથે કોઈ સીધો સંબંધ નથી. આ રિસર્ચ 18 થી 45 વર્ષની વયના લોકોના અચાનક મૃત્યુ પર કેન્દ્રિત હતું. આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી. રિસર્ચથી પુષ્ટિ મળી છે કે ભારતની કોવિડ વેક્સિન સલામત અને અસરકારક છે. તેનાથી થતી ગંભીર આડઅસરોના કિસ્સાઓ નહિવત્ છે. રિસર્ચ દર્શાવે છે કે હૃદય સંબંધિત કારણોથી મૃત્યુના બીજા કારણો પણ હોઈ શકે છે. આમાં આનુવંશિકતા, લાઈફસ્ટાઈલ, પહેલાથી જુની બિમારી અને કોવિડ બાદના કોમ્પલિકેશન સામેલ છે.
અચાનક મૃત્યુના કારણોને સમજવા માટે ICMR અને NCDC સાથે મળીને કામ કરી રહ્યા છે. આ માટે, બે રિસર્ચ સ્ટડી હાથ ધરવામાં આવી રહ્યા છે. પહેલો ભૂતકાળના ડેટા પર આધારિત હતો અને બીજો રિયલ ટાઈમ ઈન્વેસ્ટિગેશન સાથે સંબંધિત હતો. જેમાં પહેલી સ્ટડી પ્રમાણે – ICMRના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી (NIE)એ મે, 2023થી ઓગસ્ટ, 2023 દરમિયાન 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 47 હોસ્પિટલો પર એક અભ્યાસ હાથ ધર્યો હતો. આમાં, એવા લોકોનો ડેટા જોવામાં આવ્યો હતો જેઓ સ્વસ્થ દેખાતા હતા પરંતુ ઓક્ટોબર 2021 અને માર્ચ 2023 ની વચ્ચે અચાનક મૃત્યુ પામ્યા હતા. પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે કોવિડ વેક્સિન અચાનક મૃત્યુનું જોખમ વધારતી નથી. અને બીજી સ્ટડી પ્રમાણે – આ ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ICMR ની મદદથી કરવામાં આવી રહી છે. તેનો હેતુ યુવાનો અને પુખ્ત વયના લોકોના અચાનક મૃત્યુના સામાન્ય કારણો શોધવાનો છે. અભ્યાસના ડેટાના પ્રારંભિક વિશ્લેષણ દર્શાવે છે કે આ વય જૂથમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક અથવા માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (MI) રહે છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, વર્ષોથી કારણોની પેટર્નમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. મોટાભાગના મૃત્યુમાં જેનેટિક મ્યુટેશન સંભવિત કારણ હોવાનું જાણવા મળ્યું છે. અભ્યાસ પૂર્ણ થયા પછી અંતિમ પરિણામો શેર કરવામાં આવશે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોવિડ વેક્સિનને અચાનક મૃત્યુ સાથે જોડતા નિવેદનો ખોટા અને ભ્રામક છે. આવા પાયાવિહોણા અહેવાલો અને દાવાઓ દેશમાં વેક્સિન પ્રત્યે અવિશ્વાસ વધારી શકે છે. જેવી બાબતો સામે આવી જે પરથી ભારતની કોવિડ વેક્સિન સલામત અને અસરકારક અને તેનાથી થતી ગંભીર આડઅસરોના કિસ્સાઓ નહિવત્ છે તે સાચું તારણ સામે આવ્યું. આ સાથે રિસર્ચ એ પણ દર્શાવે છે કે હૃદય સંબંધિત કારણોથી મૃત્યુના બીજા કારણો પણ હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *