ગાંધીનગર સિવિલ તંત્ર ફરી વાર ચર્ચામાં ઉજાગર થવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર હંમેશા વિવાદમાં ઘસડાતું ગાંધીનગર સિવિલ તંત્ર દર બે દિવસે કોઈ ને કોઈ બહાને ઘેરાયેલું રહે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સિવિલ દર્દીઓથી ઊભરાઈ રહી છે ત્યારે બીજી તરફ તાજેતરમાં જ પરમેનન્ટનિમણૂક પામેલા રેડીયોલોજીસ્ટ વિભાગના હેડ કોરોના કાળમાં લાંબી રજા પર ઉતરી ગયા છે જેના કારણે સોનોગ્રાફી વિભાગ લકવાગ્રસ્ત થવા પામે છે દરરોજ બપોરના સમય બાદ સોનોગ્રાફી વિભાગને તાળા લાગી ગયા હોય છે જેના કારણે દર્દીઓને નાછૂટકે પ્રાઇવેટ હોસ્પિટલોમાં ઉંચા દામ આપી સોનોગ્રાફી કરાવવા મજબૂર થવું પડે છે. રાજ્ય સરકારે કોરોના કાળમાં તમામ ડોક્ટરો તથા મેડીકલ સ્ટાફ ની રજાઓ રદ કરી દીધી છે તેમજ ડોક્ટરોને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કોરોના ની ડ્યુટી સોંપ વામાં આવી છે ત્યારે આ સ્થિતિમાં વરસે દહાડે લાખો રૂપિયાનો પગાર મેળવતા રોડ રેડીયોલોજીસ્ટ ના એડ આવા કપરા સમયમાં લાંબી રજા પર ઉતરી ગયા છે જે બાબત અસહ્ય અને ગંભીર પણ છે. તાજેતરમાં જ નિમણૂક પામેલા રેડીયોલોજીસ્ટ વિભાગના હેડ જ્યારથી આ મહિલા એસોસિએટેડ પ્રોફેસર તરીકે આવ્યા છે ત્યારથી તેઓ નો એક પગ જામનગર અને બીજાે પગ ગાંધીનગરમાં રહે છેકોરોના કાળમાં અત્યંત જરૂરી હાજરી વાળા ને લાંબી રજા કેવી રીતે મળી તે તપાસનો વિષય ચર્ચાઈ રહ્યો છે. સિવિલના તાપમાન ચર્ચાતી વિગતો અનુસાર આ રેડીયોલોજીસ્ટ ના હેડ પર સિવિલના ડીન અને આરોગ્ય વિભાગના ઉચ્ચ સ્થાને બેસીને સમગ્ર રાજ્યની નકલી ચિંતા કરતા અધિકારીઓ ના આશીર્વાદ હોવાથી તેમજ સિવિલના ડીન અને મહિલા એસોસિયેટ પ્રોફેસર બંને બેચમેટ છે. જેના કારણે તેઓની રજાઓ આસાનીથી મંજૂર થઈ ગઈ છે જેને કારણે સિવિલનો સોનોગ્રાફી અને એક થઈ ગયો છે સિવિલમાં સોનોગ્રાફીનો ઈનકાર કરવામાં આવતા દર્દીઓને બહારથી મોંઘાદાટ અને સોનોગ્રાફી કરાવવી પડે છે ત્યારે એક અન્ય ગંભીર બાબત એવી ઉજાગર થઈ છે કે દર્દીઓને બહારથી સોનોગ્રાફી કરાવી ને એડમીટ થવાની સૂચના આપવામાં આવી રહી છે આમ રાજ્યની રાજધાની મોડેલ હોસ્પિટલ નબળી સ્થિતિ ઉજાગર થઇ રહી છે.