દેશમાં કોરોનાની મહામારીમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાતે પણ રફતાર તેજ પકડી છે. ત્યારે રાજ્યમાં ૮૫૦૦ જેટલા કેસો પોઝીટીવ મળી રહ્યા છે. મે મહીનામાં કપરી સ્થિતિ થાય તેવા પણ એંધાણ સાંપડી રહ્યા છે. હોસ્પીટલમાં ઓક્સીજન અને રેમડેસીવીરની અછત હોવાનું સામે આવ્યું છે. બેડ અને સારવારના અભાવે દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ગુજરાતમાં સ્થિતિ દિવસેને દિવસે ગંભીર થઈ રહી છે. પોઝિટિવ કેસની સાથે-સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારની ઝાટકણી કાઢવામાં આવી છે. એટલે સરકારની કામગીરીથી ગુજરાત હાઇકોર્ટ નારાજ હોય તેવુ લાગી રહ્યું છે. હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસિવીરની અછ્ત હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યની મોટાભાગની સરકારની અને ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીથી ફૂલ થઈ ગઈ છે. દર્દીને બેડ મેળવવા માટે પણ લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. તો કેટલાક લોકો બેડના અભાવે હોસ્પિટલની બહાર જ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.
ગુજરાતમાં પરિસ્થિતી દિવસેને દિવસે ખરાબ થવાનું મૂખ્ય કારણ કૉમ્યુનિટી ટ્રાન્સમિશન જવાબદાર છે કે, બીજું કોઈ કારણ તે બાબતે ડૉક્ટર તેજસ પટેલે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં આપણે હવે કૉમ્યુનિટી ટ્રાન્સમિશન તરફ આગળ જઈ રહ્યા છીએ. ગુજરાતમાં એક ઘર છોડીને એક ઘરમાં કોરોના ઊભો છે. આપણે હાર્ડ ઇમ્યુનિટી તરફ જઈ રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ ખરાબ સમય પૂરો થાય એટલે કાતો 70% કોરોનાની અસર થઈ હોય અથવા તો વેક્સીનેશન થયું હોય એટલે હર્ડ ઇમ્યુનિટી થઈ જાય. કોરોના વાયરસ અંગે કોઈના પણ સિદ્ધાંતો સાચા પડ્યા નથી. આ વાયરસ વાયરોલીજીના તમામ સિદ્ધાંતોને ઘોળીને પી ગયો છે. તેમણે એવું પણ જણાવ્યુ હતું કે, હું એવું ઈચ્છું છુ કે, હવે કોઈ પણ નવો વેવ ન આવે અને આ જ ફાઇનલ વેવ હોય.
આ બાબતે ડૉક્ટર હેતલ ક્યાડાનું કહેવું છે કે, કૉમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. આટલા બધા કેસની અંદર કોન્ટેકટ ટ્રેસિંગ પણ અશક્ય છે. પહેલા વેવમાં કોરોના થતો હતો તેના કોન્ટેકટ ટ્રેસ કરીને ખબર પડી જતી હતી પરંતુ હવે આ શક્ય નથી. પહેલા વેવમાં દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી પણ ચકાસવામાં આવતી હતો. પરંતુ હવે આ શક્ય ન હોવાના કારણે પોઝિટિવ આવેલા દર્દી જ તેમના સંપર્કમાં આવેલા લોકોને કહી દે કે તમે મારા સંપર્કમાં આવ્યા છો તો ટેસ્ટ કરવી લેજો