જીજે ૧૮ ખાતે કોરોનાના કેસોની સંખ્યામાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે ૧૩૦ જેટલા સરકારી ચોપડે ૧૫ એપ્રિલના રોજ નોંધાયા છે કેસ સતત વધી રહ્યાં છે સરકારી હોસ્પિટલો પ્રાઈવેટ હોસ્પિટલો, હાઉસફૂલ છે એક દર્દીને રજા મળે તો વેઈટીંગમાં ૧૦૦ થી વધારે જાેવા મળી રહ્યાં છે ત્યારે જીજે ૧૮ મનપા દ્વારા નવા વિસ્તારને અનુરુપ તથા નવી જગ્યાઓ ગોતીને કોવિડ સેન્ટરો ઊભા કરવા કવાયત તેજ કરીને કલેક્ટર સાથે પરામર્શ થઈ હોવાની વાત સૂત્રો કરી રહ્યાં છે ત્યારે ૨૪ કલાકમાં કોવીડ ૧૯ ને સમાવી શકાય અને ઓક્સિજન થી લઈને વેન્ટીલેટરની સુવિધા ઊભી કરી શકાય ત્યારે પ્રાથમિક સારવારથી લઈને ઓક્સિજન મળે તે હેતુથી ૩ જેટલી જગ્યાઓ ચકાસવામાં આવી છે જે ૨૪ કલાકમાં આ નિર્ણય થાય તેવી વકી છે. જીજે ૧૮ ખાતે સિવિલ હોસ્પિટલથી લઈને પ્રાઈવેટ દવાખાના પેક હોવાથી જીજે ૧૮ મનપા આ સંદર્ભે સહીયારો પ્રયાસ કરીને ૩ જેટલી જગ્યાઓ પસંદ કરી છે તેમાં સે.૧૨ ખાતે આવેલ ઉમિયા માતાના મંદિર, અડાલજ, રાયસણ ખાતે ગુડાનો હોલ, ઉવારસદ ખાતે કર્ણાવતી દાંતની હોસ્પિટલ જેવી ૩ થી ૪ જગ્યાઓ પસંદ કરવામાં આવી છે ત્યારે કોરોનાની મહામારીમાં આ જગ્યા મુકરર કરવામાં આવશે તો ઘણાં જ બેડની હોસ્પિટલ ઊભી થાય તેવી વકી છે.