કોરોનાની મહામારીમાં કહાં ગયે યે લોગ ? કુછ તો ઘંટે ગુજારો દર્દી, હોસ્પિટલ ઔર સ્મશાન મેં

Spread the love

 

પાસ, કરણી સેના, સરદાર સેના, ઠાકોર સેના, બ્રહ્મ સેના, રણછોડ સેના, એસવીપી ક્યાં ગઈ આ સેના સંગઠનો ?

અપ્લ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, લાલજી પટેલ, જીગ્નેશ મેવાણી, યજ્ઞેશ દવે, રાજ શેખર શેખાવત દર્દીઓની મુલાકાત લો, બધા જ સમાજના સંક્રમિત છે

દુનિયામાં કોરોનાની મહામારીના કારણે લાખો માનવજાત મૃત્યુ પામી છે ત્યારે ભારત દેશમાં રોજબરોજ ૨ લાખ જેટલા કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડો વધતો જાય છે ત્યારે તમામ પ્રાઈવેટ હોસ્પિટલ, સરકારી દવાખાનથી લઈને સરકારી હોસ્પિટલોમાં બેડની જગ્યા નથી ત્યારે આ મહામારી શું સરકાર લાવી છે ? ત્યારે હા થોડીક ભુલો હશે સરકારની પણ આજની સ્થિતિમાં વાદ વિવાદ, ટિકા ટિપ્પણી થી દૂર રહીને આવો આપણી ગુજરાતની જનતા જે મહામારીમાં ફસાઈ પડી છે તેને બહાર કાઢીએ અત્યારે ગુજરાત સરકાર એટલે કે રુપાણી સકારના હાથમાંથી કાબુ બહાર આ મહામારી જન્મી રહી છે ત્યારે ૭૮ વર્ષના રુપાણી અને ૭૩ વર્ષના નીતિન કાકા આજે પણ ૨૪ કલાકમાંથી ૨૧ કલાક કામ કરી રહ્યાં છે દરેક દવાખાના હોસ્પિટલોની મુલાકાત લઈને અને તેટલા પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે સૌની ફરજ છે કે રાજકારણ ભૂલીને હવે મેદાનમાં પ્રજાજન માટે આવો, આપણે પ્રજાજનોનો જીવ બચાવવાનો છે માનવજાતને બચાવવા હવે તમામ માનવમિત્ર બનવું જરુરી છે ત્યારે કોરોનાની મહામારી પહેલા અનામત આંદોલનથી લઈને અનેક સેના, સંગઠનો ટોળા સાથે સરકાર સામે બ્યુગલ ફૂક્યું હતું ત્યારે જે પ્રશ્ન હતો તે પ્રજાનો જ હતો. બેરોજગારીને નોકરી, ભરતી બંધ હતી તો ચાલુ કરવા આંદોલન કર્યું હતું તે પ્રજાનો પાટ્‌ર્સ હતો તો આ કોરોનાની મહામારી કોનો પાટ્‌ર્સ છે ? પ્રજા અત્યારે આ મહામારીમાં જે પીસાઈ રહી છે તેને બહાર કાઢવા ક્યાં ગયાં આ નેતાઓ અને સેના તથા સંગઠનો ? બહાર આવો ભાઈ, આજે તમારી જરુર છે. ૭૮ વર્ષના સીનીયર સીટીજન રુપાણી તથા ૭૩ વર્ષના નીતિનકાકા આજે દોડી રહ્યાં છે ત્યારે આ યુવાનો કેમ બિલમાં છુપાઈ ગયા છે ભાઈ બહાર આવો, કોરોનાની મહામારીમાં પ્રજાજનની અત્યંત કષ્ટદાયક સ્થિતિ છે ત્યારે કોરોનાની મહામારીમાં ઘણી જ સેવાઓ, સંસ્થાઓના વડાઓ હાલ શોધ્યા જડતા નથી તો આંદોલન ન કરો તો કાંઈ નહીં પણ પ્રજાને મદદરુપ થવા તો મેદાનમાં આવો. ગુજરાતમાં અનામત આંદોલન, પોલીસ ભરતી, બેકારી, મોંઘવારી સમાજને અન્યાયના પ્રશ્ને જાહેરમાં સરકારને ભાંડતા અનેક સંસ્થાઓના વડાઓ હાલમાં આ કોરોનાની મહામારીમાં દેખાતા નથી સ્થિતિ કેટલી ગંભીર છે તે સૌને ખબર છે ત્યારે ગુજરાતના તમામ સ્મશાનો પેક થઈ ગયા છે અને વેઈટીંગ ચાલી રહ્યું છે પ્રજા જાાય ક્યાં ? ત્યારે કહાં ગયે વો લોગ ? ની પ્રજા હવે પુકાર પાડી રહી છે અત્યારે મોટાભાગના દર્દીઓ રામભરોસે તેવી સ્થિતિમાં જીવી રહ્યાં છે. દેશમાં કોરોનાની મહામારી ને લીધે હજારો માણસ મૃત્યુના મુખમાં હોમાઇ રહ્યું છે સ્મશાનો ખૂટી પડ્યા છે આરોગ્ય સેવાઓના હાલ હાઉસફુલ થઈ ગયા હોય તેમ માનવ કોરોનાની મહામારી માં ટપોટપ મરી રહ્યાં છે ત્યારે પ્રજાના પ્રશ્ને સરકાર સામે બંડ પ ોકારતું આ સંસ્થાઓ ક્યાં ગઈ? આ બધી સેનાઓની જરૂર છે જેમાં અનામત આંદોલન વખતે ઠાકોર સેના, કરણી સેના, સરદાર સેના, રણછોડ સેના, બ્રહ્મસેના જેવી અનેક સંસ્થાઓ અને લાખો કાર્યકરોએ કોરોનાની મહામારી માં આગળ આવવાની જરૂર છે. આરોગ્ય પાસે હાલ સ્ટાફનો અભાવ છે ક્યારે સ્થિતિ સ્ફોટક બની ગઈ છે ભૂકંપ થી લઈને વાવાઝોડામાં પણ મદદ આવતી આ સંસ્થાના યુવાનોએ કોરોનાની મહામારી માં આગળ આવવાની જરૂર છે સરકારે તેની કામગીરી હાલ કરી રહી છે અને હાલ જે કોરોના ના કેસો હતા તે કાબુ બહાર થતા રહ્યા છે ત્યારે અનેક સંગઠનો વિધાનસભાની ચૂંટણી વખતે ફૂટી નીકળ્યા હતા તેમાંથી ઘણા આજે દેખાતા નથી તો કહા ગયે લોગ? આજે કોરોનાની મહામારી માં લાખો ગુજરાતીઓ ની જનતા પુકાર પાડી રહી છે મદદની ત્યારે અનેક સંસ્થાઓ જે દર વખતે કુદરતી હોનારત જેવી ઘટનાઓમાં સ્વયંસેવકો સાથે મેદાનમાં ઊતરતી હતી તે ક્યાં ગઈ? દરેક પ્રજાના હોઠે આ પ્રશ્ન સંભળાઈ રહ્યો છે ત્યારે સરકાર તેનું કામ હાલ કરી રહી છે ત્યારે આ મહામારીમાં આક્ષેપોથી દૂર રહીને ગુજરાતની પ્રજા જે મહામારીમાં પીડાઈ રહી છે તેને મદદની ભાવના થી મેદાનમાં ઉતરે તેવી લાગણી ગુજરાતની પ્રજા જ રાખી રહી છે આજે પ્રાઇવેટ હોસ્પિટલો જે લૂટમાર ચલાવી છે દર્દીને દાખલ કરવામાં આવે તો કોઈ વાત નહીં કોઈ વિડીયોકોલ નહીં શું દવા લખી શું દવા આપી કોઇ જ માહિતી નહીં દર્દીની પરિસ્થિતિ શું છે તે ફક્ત ફોન કરો એટલે ફક્ત કહે તે સાચું ત્યારે સ્થિતિ સ્ફોટક બની ગઈ છે અને દર્દીઓ પાસેથી રીતસરની લૂંટ ચલાવી દીધી હોય કેમ આ ટોળકીને હોસ્પિટલોને ખુલ્લા પાડવા અને આ સેનાઓ મેદાનમાં ઉતરવું જાેઈએ અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી આ બધા ક્યાં ગયા? આ ગુજરાતની મહામારીમાં યુવાનો આગળ આવો અત્યારે તમારી જરૂરત છે કહા ગયે વો લોગ? ત્યારે કોરોનાની મહામારી માં અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે મદદની ભાવના થી આ સેનાઓ મેડિકલ નું કામ ન કરે તો કોઈ નહીં પણ સુઈ જાવ દવા કયા દવાખાનામાં જગ્યા છે તે આખું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દે તો પંદર દિવસમાં કોરોનાની મહામારી ની આ લડાઈમાં જીત મેળવી શકાય તેમ છે મસાનો માટે વેઇટિંગ છે અગાઉ ભૂકંપ વખતે અનેક બોલીઓ અને સેવા આપતી સહિત સ્વૈચ્છીક સંસ્થાઓ મેદાનમાં આવી હતી એવી જ સ્થિતિ ભયાનક આજે છે ત્યારે આવો અને ગુજરાતની જનતાને કોરોનાની મહામારી યાતના ભોગવી રહી છે તેને સાત સહકાર આપીને ગુજરાતને ફરી ધબકતું કરીએ. કોરોનાની મહામારી માં અનેક લોકોના જીવ ગયા છે ત્યારે સંસ્થાઓ પાસે અનેક જગ્યા ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તો આ સમયે અને આ મહામારીમાં કામ નહીં આવે તો ક્યારે આવશે ગુજરાતની બધી જ સેનાઓ સ્વાર્થ સ્વાયત સંસ્થાઓ મંડળોને ગુજરાતની જનતા મદદ માટે પુકારે છે ભાઈ ક્યારે આવશો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com