કોરોનાની બીજી લહેરમાં દર્દીઓને ઓક્સિજનની મુશ્કેલીઓ વધુ થઇ રહી છે, જેના કારણે ઓક્સિજનનો અછત સર્જાઇ છે.
અસારવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસથી દૈનિક ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થાય છે, જ્યારે માર્ચમાં દૈનિક ૧૩ ટન ઓક્સિજનનો જ વપરાશ થતો હતો. છેલ્લાં પંદર દિવસમાં અહીં ૭૬૪ ટન ઓક્સિજન વપરાયો છે.
કોરોનાની નવી લહેર દરમિયાન છેલ્લા પંદર દિવસમાં અંદાજિત ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે. સિવિલ સંકુલમાં ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં, સિવિલ બિલ્ડીંગમાં અને મંજુક્ષી હોસ્પિટલમાં ૨૦-૨૦ હજાર લિટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓક્સિજનની ટેન્ક રાખવામાં આવી છે.