Gandhinagar: માણસા તાલુકા પંચાયતમાં ACBની સફળ ટ્રેપ, પીએમ આવાસ યોજના હેઠળ લાંચ લેતો અધિકારી ઝડપાયો

Spread the love

 

ગુજરાતમાં લાંચિયા અધિકારી ઝડપાયાનો સિલસિલો યથાવત છે. સરકારી યોજનાને લઇ અવાર નવાર લાંચિયા અધિકારીઓ નાગરિકોને છેતરીને લાંચ લેતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા અધિકારી ઝડપાયો છે.મળતી માહિતી મુજબ, ગાંધીનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા અધિકારી ઝડપાયો હોવાના સમચાર સામે આવ્યા છે.

માણસા તાલુકા પંચાયતનો વર્કસ મેનેજર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો છે. પીએમ આવાસ યોજનામાં મંજૂર થયેલા મકાનનો હપ્તો જમા કરવા પેટે આ લાંચિયા અધિકારીએ રૂ.50,000નો હપ્તો જમા કરવા અરજદાર પાસે રૂ.3500ની લાંચ માગી હતી. અને ફરિયાદી આપવા ન માંગતા ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવીને લાંચિયા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
કોઈ તમારી પાસે લાંચ માંગે તો શું કરવું?ગુજરાતમા ACB વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *