ગુજરાતમાં કોરોનાની મહામારીથી સરકારી દવાખાના, પ્રાઇવેટ હોસ્પીટલો અત્યારે હાઉસફુલ થઇ ગઇ છે. ત્યારે દર-દર લોકો સારવાર માટે ભટકી રહ્યા છે. ત્યારે વડોદરા ખાતે પણ 2 જેટલી મસ્જીદમાં કોરોના કોવિડ સેન્ટર ઉબું કરવામાં આવ્યં છે. તેમ GJ-18 ખાતેના સેક્ટર-21ના બયતુલમાલ મલ્ટીપપેઝ હોલ મળેના મસ્જીદના પાર્કીગમાં કોવિડ-19 સેન્ટર ઉભું કરવા સંમસ્થા તરફથી સામેથી મુખ્યુમંત્રીને પત્ર પાઠવીને સરકાર તથા તંત્રની ઇચ્છા હોય તો ચાલુ કરી શકે છે.
ઉલ્લેખનીય છે, કે મુખ્યમંત્રીએ તેમના પત્રમાં અગાઉ જણાવ્યું હતું કે, સંસ્થાઓ જેમની પાસે હોલ, પાર્કીંગ જેવી જગ્યા મોટી હોય તો જણાવવું જેથી બયતુલમાલ સંસ્થાએ પત્ર પાઠવીને પ્રથમ પહેલ કરી છે. ત્યારે બીજી અનેક જગ્યાએ જો કોવિડ-19 સેન્ટર ઉભા કરવા તંત્ર માંગતું હોય તો નગરસેવક રોશનબેન પરમાર દ્વારા પણ બીજી અનેક જગ્યાઓ માટે તૈયારી બતાવી છે.