ગુજરાત યુનિ.માં પોલીસ અને NSUI વચ્ચે ઘર્ષણ, ટીંગાટોળી કરીને અટકાયત:300થી વધુ કાર્યકરોએ વિરોધ કરી VC ઓફિસને તાળું માર્યું

Spread the love

 

 

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને એબીપીના કોસાઅધ્યક્ષ શ્વેતલ સૂતરિયાના 75 લાખની માંગણીના મામલે એને સિવાય દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. નેતા અને 300 જેટલા કાર્યકરોએ ભેગા મળી શ્વેતલ સૂતરિયા સામે પોલીસ ફરિયાદની માંગણી સાથે કુલપતિની ઓફિસને તાળું માર્યું હતું.
આ ઉપરાંત શ્વેતલ સૂતરિયાના સાથી આશિષ અમીનના કોન્ટ્રાક્ટ અને ટેન્ડર રદ કરવા પણ માંગણી કરવામાં આવી હતી. NSUIના કાર્યકરોએ તાળાબંધી કરતા પોલીસ દ્વારા કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે ધક્કા મારીને કાર્યકરોને બહાર કાઢવા પડ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી ABVPના કોષાધ્યક્ષ અને પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સૂતરિયાએ HRDCના ડાયરેક્ટર અને અન્ય લોકો પાસે લાખો રૂપિયાની માંગણી કરી હોવાની ફરિયાદ થઈ છે. આ ફરિયાદ થતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્વેતલ સૂતરિયાનું રાજીનામું લેવામાં આવ્યું હતું. NSUIના કાર્યકરોએ આ મામલો ખંડણીનો કેસ હોવાથી પોલીસ ફરિયાદની માગ કરી હતી.
હજુ સુધી આ મામલે પોલીસ ફરિયાદ ના થતા NSUIના કાર્યકરો 300થી વધુ સંખ્યામાં ભેગા થઈને શ્વેતલ સૂતરિયા વિરુદ્ધમાં સૂત્રોચાર સાથે કુલપતિની ઓફિસ પહોંચ્યા હતા. ખંડણીખોર જેવા નારા સાથે NSUIના કાર્યકરોએ આ મામલે નિષ્ક્રિય કુલપતિની ઓફિસની બહાર ચેન અને તાળું મારી દીધું હતું. કુલપતિની કચેરીની બહાર જ બેસીને શ્વેતલ સૂતરિયા અને અન્ય સિન્ડિકેટ સભ્યો વિરુદ્ધમાં NSUIના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ દરમિયાન પોલીસે NSUIના કાર્યકરોની અટકાય શરૂ કરી હતી. કાર્યકર્તાઓએ ચેન બનાવીને એકબીજાને પકડી લીધા હોવાથી પોલીસવાળા એક એક કાર્યકરોને છૂટા પાડીને તેમના પગથી ખેંચીને બહાર લાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન NSUIના અને પોલીસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, NSUIના કાર્યકરોએ ખોટી રીતે અટકાયત કરતા પોલીસને પણ ધમકાવ્યા હતા. કાર્યકરો યુનિવર્સિટી ટાવરમાં જ ધરણા પર બેસી ગયા હતા, જે બાદ પોલીસે તમામને ધક્કા મારીને ગુજરાત યુનિવર્સિટીના ટાવરમાંથી બહાર કાઢ્યા હતા. કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરીને પણ પહેલા માટેથી નીચે લઈ જઈ અટકાયત કરવામાં આવી હતી.
આ અંગે NSUI ના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, સૂતરિયાએ 75 લાખની ખંડણી માગી છે. આ ખંડણી સામે ગુજરાતી યુનિવર્સિટીએ પોલીસ ફરિયાદ કરવી જોઈએ. આ સાથે જ શ્વેતલ સૂતરિયાના ગુરુ આશિષ અમીને પણ પોતાની વગના ઉપયોગથી કોન્ટ્રાક અને ટેન્ડર મેળવ્યા છે, તે પણ રદ થવા જોઈએ. જો યુનિવર્સિટી આ મામલે નિર્ણય નહીં કરે, તો અમારું આંદોલન સતત ચાલુ રહેશે.
NSUIના નેતા વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, શ્વેતલ સૂતરિયાનું ખંડણી પ્રકરણમાં માત્ર રાજીનામું લેવામાં આવ્યું છે. પરંતુ તેની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ. આ ઉપરાંત અન્ય સિન્ડિકેટ સભ્ય આશિષ અમીને પણ ગુજરાત યુનિવર્સિટીમાં રાયફલ શૂટિંગ રેન્જનો કોન્ટ્રાક્ટ અને ટેન્ડર મેળવ્યું છે, તે પણ તાત્કાલિક રદ કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *