સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાની બાદ 15000 ખેડૂતોને રાહત આપતો ચૂકાદો
ગુજરાત હાઇકોર્ટે આજે ખેડુતો માટે મહત્વનો ચુકાદો આપતા વિમા કંપનીને 6 વર્ષ જુનો પાક વિમો ચુકવવાનો હુકમ કર્યો છે. લાંબી કાયદાકીય લડત બાદ હાઇકોર્ટે એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપનીને નુકસાનીગ્રસ્ત એરીયામા 15000 ખેડુતોને વિમાની રકમ ચુકવવાનો આદેશ કરતા ખેડુતોમા રાહતની લાગણી છવાઇ છે.
વર્ષ 2017-18 મા ખરીફ સિઝન દરમ્યાન ભારે વરસાદથી રાજયમા અનેક વિસ્તારોમા ઉભા પાકને નુકસાન ગયુ હતુ. જેને લઇને ખેડુતોએ લીધેલ પાક વિમાનો દાવો કર્યો હતો.
પરંતુ એસબીઆઇ દ્વારા તે ચુકવવામા ન આવતા કાયદાકીય લડત શરૂ થઇ હતી. જેનો આજે ચુકાદો આવ્યો હતો અને હાઇકોર્ટે સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહીતના જીલ્લાઓમા ખેડુતોને પાક વિમાની રકમ ચુકવી દેવાનો આદેશ કર્યો હતો. ભારે વરસાદથી અસરગ્રસ્ત એરીયામા આશરે 1પ000 ખેડુતોનો સમાવેશ થતો હતો. પરંતુ એસબીઆઇ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ચુકવણુ ન થતા સરકાર સામે પણ ભારે રોષની લાગણી છવાઇ હતી. પરંતુ હાઇકોર્ટ દ્વારા આજે લાંબી કાયદાકીય લડતને અંતે ખેડુતોના પક્ષમા ચુકાદો આવ્યો છે અને હાઇકોર્ટે આ પાક વિમો ચુકવી દેવા માટેનો આદેશ આપ્યો છે.