
ગાંધીનગર દક્ષિણ વિભાગના નવા સેકટરો તથા આજુબાજુ મહાનઞર પાલિકામા સમાવેશ વિસ્તારમા શહેરના નાગરિકો માટે તથા યુવાનો માટે કોઈ જીમખાના સ્વીમિગપુલ કે લાયબેરી પુસ્તકાલય કિક્રેટગ્રાઉન્ડ જેવી સુવિધાઓનુ આયોજન કરવામા આવ્યુ નથી, આથી હાલ શહેરના ઉતર વિભાગના જુના સેકટરો 21 – જીમખાના પુસ્તાકાલય કિક્રેટ ગ્રાઉન્ડ અને સેકટર 19 સ્વીમિગપુલ જેવી વષૉથી સગવડો કરવામા આવી છે, જેમા જે નોધાયેલા સભ્યોએ જ ઉપયોગ કરે છે અને સેકટર 19 સ્વીમિગપુલ ફકત આઈએસ અને આઈપીએસ માટેજ સગવડો કરી આપેલ છે, જેનો શહેરના નવા વિસ્તારના નાગરિકોને લાભ મળતો નથી, આથી હવે મહાનઞર પાલિકાનો વિસ્તાર હદ વધારવામા આવી છે, અને હાલ પુરઝડપથી વિકસીત થઈ રહેલ છે, જેને ધ્યાને લઈ નવા સેકટરોમા જીમખાના સ્વીમીગપુલ અને અધતન લાયબેરી જેવી સુવિધાઓ શહેરના નાગરિકોના ઉપયોગ માટે આગામી બજેટમા જોગવાઈ કરી અથવા સરકારમા નવી દરખાસ્ત કરી સત્વરે ધટતી કાયૅવાહી કરવા શહેરના નાગરિકોની માગણી,છે,
અગાઉ, સેકટર 5 ખાતે આક્રિટેકના પલાનીગ મુજબ સેકટર-પ/ડી માં જીમખાના અને સ્વીમિગપુલની નકશામા જોગવાઈ અને મંજુરી મળેલ હતી, પરંતુ સંજોગોવસાત આ કામગીરી આગળ વધી નહી અને પરિસ્થિતિ બદલાઈ ગઈ લાગે છે, પરંતુ સેકટર-પના વસાહતીઓ તથા આજુબાજુના શહેરના નાગરિકોની માગણી અને માગણી છે કે ઉકત પલાન પુનઃ જીવીત કરી તપાસ કરાવી સેકટર-પ ખાતે ડી વિભાગ હાલ ખુલ્લો ફાજલ સરકારી પડતર જમીન છે, જેમા દબાણો વધી રહેલ,છે, આથી નવા સેકટરોની સુખસુવિધાઓ માટે સેકટર-૫/ડીમાં જીમખાનુ અને સ્વીમિગપુલ તથા આજુબાજુના નવવિકસિત વિસ્તારોમા અધતન લાયબેરી કિક્રેટ ગ્રાઉન્ડનુ ક્રમશ આયોજન કરવા આ સંસ્થા દ્વારા નાગરિકોના હિત માટે ખાસ ભલામણ છે,