ઊંઘવાની પોટલી ની ચર્ચા સામે દારૂડિયાઓ ને પોટલી વાતની ખબર પડતાં પોટલી લેવા દોડે ત્યારે મહિલાએ પોટલી આપી, લો સૂંઘો ત્યારે પીવાની પોટલી ક્યાં? તેવું પી ક્લાસે હેતા મહિલાએ જણાવ્યું કે તમે સૂંઘવાની પોટલી આપીએ છીએ પીવાની નહીં
ગાંધીનગર
દેશમાં કોરોના ની મહા એ ભારે ભરડો લીધો છે ત્યારે આયુર્વેદિક થી લઈને અનેક નુસખાઓ આપણા મળી જાણતા હોય છે અને આયુર્વેદિક એ ગમે તે રોગ નો કાયમી રામબાણ ઈલાજ છે ત્યારે gj 18 ખાતે કોરોનાની મહામારી સરકારી ચોપડે 350 કેસો પોઝિટિવ આવી રહ્યા છે. શહેરોથી લઈને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના નો ભરડો વીંટળાઇ ગયો છે ત્યારે ભાજપના વોર્ડ નંબર 8 ના ઉમેદવાર છાયાબેન ત્રિવેદી પોતે ઘરે ઘરે જઈને કોરોના ને મહાત કરવા સેનેટાઈઝર કરવા ખભા પાછળ બાટલો ભરાવી ને દવાનો છંટકાવ કરી રહ્યા છે ત્યારે કોરોના ને મહાત કરવા એક રામબાણ ઈલાજ કોરોનાની અજમા લવિંગ તજ મરી થી ભરેલી પોટલી મોટા પ્રમાણમાં પીસીને બનાવેલી આ પોટલીઓ છાયાબેન ત્રિવેદી તથા મહિલાઓ તેમની સાથે વેચી રહી છે ત્યારે સિનિયર સિટીઝનો માં ઘરની વહુ ન બનાવી આપતા હોય જેથી આ પોટલીઓ સિનિયર સીટીઝનો માટે ખૂબ જ મદદરૂપ થઇ છે ત્યારે વાવોલ થી લઈને અનેક સેક્ટરોમાં આ પોટલી ની ચર્ચા પી ક્લાસ કંપનીને જાણ થઈ કે ભાજપના ઉમેદવાર પોટલીઓ વેચે છે તો ત્રણથી ચાર શખ્સો પોટલી લેવા ગયા હતા અને જણાવ્યું હતું કે અમને પોટલી આપો આ વિસ્તારના છીએ ત્યારે છાયાબેન દ્વારા આ પોટલી આપવામાં આવી તો દારૂડિયાઓ ડઘાઈ ગયા અને કહ્યું કે પેલી પોટલી આપો ને? ત્યારે છાયાબેન અને એક મહિલાએ જણાવે જે કે અમે કોરોના થી બચવા રક્ષા પોટલી આપીએ છીએ નહીં કે દારૂની પોટલી?
પ્રાપ્ત સુત્રો તથા ખબર પત્રિ દ્વારા મળેલી માહિતી અનુસાર વોર્ડ નંબર 8 માથી ભાજપના ઉમેદવાર તરીકે છાયાબેન ત્રિવેદીને ટિકિટ મળી હતી પ્રચાર-પ્રસાર ચાલતો હતો અને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી સ્થગિત રાખતા રાજકીય કાર્યકરો પોતાની રીતે સેવા કરતા હોય છે ત્યારે વોર્ડ નંબર ૮માં સરગાસણ વોર્ડ નંબર 4 થી 9 નો વિસ્તાર આવે છે જેમાં ઘણી જગ્યાએ સ્લમ વિસ્તાર હોવાથી અહીંયા દારૂનું પણ દૂષણ છે ત્યારે ભાજપના મહિલા ઉમેદવાર છાયાબેન ત્રિવેદી કોરોના સામે જંગ છેડયો હોય તેમ સેનેટાઈઝર થી લઈને દવાઓ અને આયુર્વેદિક અજમાની પોટલી મહિલાઓ બધી ભેગી બનાવીને વિનામૂલ્યે ઘરે ઘરે વેચી રહી છે ત્યારે દરેક સેક્ટરોમાં આ પોટલી ની ચર્ચા હતા એક સિનિયર સિટીઝનો માં પોટલી આશીર્વાદરૂપ બની છે ત્યારે પી ક્લાસ શિવા પોટલીઓ મારવા વાળા બાબા એમ સમજ્યા કે ભાજપની મહિલા પોટલી વેચી રહી છે ત્યારે છાયાબેન ત્રિવેદી તથા અન્ય મહિલા પાસે પોટલી ની માંગણી કરતા તેમણે કોરોના ની રક્ષા પોટલી આપી ત્યારે પોટલી બાબાઓ કહેવા માંડ્યા કે
બેન પોટલી ની વાત કરી હતી આ કઈ પોટલી આપો છો? ત્યારે મહિલાઓ એ કહી દીધું હતું કે અમે કોરોના ની રક્ષા પોટલી સેવાર્થે આપીએ છીએ અને સુંઘવા માટે અમે સૂંઘવાની પોટલી આપવા નીકળ્યા છીએ પીવાની નહીં?